ફોટોલાઇન:- બ્રાઝીલના રાજનીતિજ્ઞ “મૈનુએલા ડિએલ્વિયા” ની સંસદમાં સ્તનપાન કરાવતી આ તસવીર થોડા સમય પહેલા સોશ્યલ મીડિયા ઉપર ખૂબ વાઇરલ થઇ. કેટલાંક લોકોએ આને નારી સશક્તિકરણ તરીકે દર્શાવી તો કેટલાંકે અશ્લીલતા તરીકે(ઠીક છે પોતપોતાની વિચારધારા છે). ખરેખર તો સ્તનપાન એ નારી સશક્તિકરણ પણ નથી પરંતુ માતૃત્વની વાત છે. કારણકે તે સ્ત્રીથી વધુ બાળકના હક/અધિકારની મેટર છે.
-
થોડા સમય પહેલાજ રાંચી અને હટિયા(ઝારખંડ) રેલ્વે સ્ટેશને મહિલા પ્રતિક્ષાલયમાં એક અલગ સ્તનપાન બૂથ બનાવવામાં આવ્યું(છેને અજીબ વાત!!!). આનો શું મતલબ થાય છે? શું મહિલાઓએ મહિલાઓથી પણ પડદો રાખવો જરૂરી છે? કે એક મહિલા મહિલાઓથી પણ સુરક્ષિત નથી? બીજું ઉદાહરણ.....ફિલ્મ "રામ તેરી ગંગા મૈલી" મા નાયિકા (મંદાકિની) જ્યારે પોતાના બાળકને સ્તનપાન કરાવે છે ત્યારે કોઇનું ધ્યાન બાળકની ભૂખ ઉપર નથી જાતું, પરંતુ સ્તન ઉપર જાય છે. મજેદાર વાત એ છે કે અધિકાંશ લોકો ફક્ત એ દ્રશ્યને જોવા માટે જ સિનામાઘરોમાં જતાં હતાં. ફિલ્મના પોષ્ટરોમાં પણ એને પ્રમુખતાથી પ્રદર્શિત કરાયું હતું.
-
જ્યારે એક વયસ્ક વ્યક્તિ હરતા-ફરતા, ઉઠતા-બેસતા, ગમે તે ઘડીએ કે ગમે તે જગ્યાએ ખાઇ-પી શકે છે તો બાળકોનો શું વાંક? બાળકોને તો વધુ આઝાદી હોવી જોઇએ. સ્તનપાનના પ્રથમ શબ્દ સ્તનમાં લોકોને ફક્ત સ્ત્રી-સ્તન જ શું કામ દેખાય છે? બીજા શબ્દ પાનમાં બાળકનું મોંઢું, ભૂખ કે તેનું પેટ કેમ નથી દેખાતું? બાળકને જ્યારે ભૂખ લાગશે ત્યારે તે દૂધ પીશે અને તેની માં બેશક તેને ગમે તે સ્થળે દૂધ પીવડાવશે. કેમકે મહત્વ ‘મા’ ના સ્તનનું નથી પણ બાળકના પેટનું છે. સ્તન કોઇની છીછરી નજર માટે નથી બન્યા પરંતુ શિશુની ભૂખ માટે બન્યાં છે. એની ઉપયોગિતા ઘૂરવા માટેની નથી પણ દૂધ પીવડાવવા માટેની છે.

No comments:
Post a Comment