Sunday, March 1, 2020

ગરોળી


>એકદમ સલામત તેમજ સાહજીકતાથી દિવાલો ઉપર ચાલી શકતી ગરોળી અચાનક નીચે શું કામ પડી જતી હશે?? >અગર ગરોળી ખોરાકમાં પડી હોય તો તે ખોરાક ખાવા લાયક ખરો?? >સૌથી મહત્વનું શું ગરોળી ઝેરી હોય છે??
-
પહેલાં થોડી basic બાબત ક્લીયર કરી લઇએ. સામાન્ય વાતચીતમાં આપણે જેને ગરોળી તરીકે ઓળખીયે છીએ તેને પહેલાં લિઝર્ડ(Lizard) કહેવામાં આવતી પણ હવે તેને ગેકો(Gecko અથવા House Gecko) કહે છે. લિઝર્ડ અને ગેકોમાં ઘણાં તફાવત છે જેમકે......લિઝર્ડ પાસે આંખોને ઢાંકવા માટે પાંપણ હોય છે જ્યારે ગેકો પાસે પાંપણ નથી. House Gecko એટલેકે ગરોળી પોતાની જીભથી ચાટીને પોતાની આંખોને સાફ રાખે છે. બીજી વાત, લિઝર્ડો લગભગ ઝેરીલા હોય છે જ્યારે ગેકો ઝેરીલા નથી હોતા.
-
ગરોળી દિવાલ ઉપર પોતાના પંજામા મૌજૂદ કરોડો વાળને કારણે ચાલી શકે છે(જુઓ ઇમેજ). ઘણીવાર આ વાળ યૂનિફૉર્મ ન હોય ત્યારે ગરોળીની પકડ રહેતી નથી અને તે દિવાલ ઉપરથી નીચે પડે છે. ગરોળી ઝેરી હોતી નથી પરંતુ એનો અર્થ હરગીઝ એવો નથી થાતો કે અગર તે ખાદ્ય પદાર્થમાં પડી જાય તો કોઇ હાનિ નથી. વાતને મુદ્દાસર સમજવા જેવી છે. ગરોળી જે જગ્યાએ હરેફરે છે તે ઘરના ગંદા સ્થાનો છે. આ સ્થાનો પર વાસ હોય છે તમામ હાનિકારક જીવાણુઓનો. તેમાં એક જીવાણું હોય છે જેનું નામ છે સાલ્મોનેલા(Salmonella), જેનાથી ભોજન ઝેરીલું થઇ શકે છે અને વ્યક્તિને સાલ્મોનેલોસિસ અર્થાત સાલ્મોનેલીયનો ચેપ લાગી શકે છે. ધ્યાન રહે કે આ ચેપની શક્યતા સૌથી વધુ ઠંડા ભોજનમાં રહેલી છે કારણકે ગરમ ભોજનના તાપમાનના લીધે ગરોળી સહિત સાલ્મોનેલા પણ નષ્ટ પામે છે.

નોટ:- શુકન-અપશુકન, અજ્ઞાનતા, ગેરસમજ વગેરે અજ્ઞાનના કાળા પડદા સમાન છે જેની પાછળ રહીને લોકો હજારો વર્ષોથી જીવી રહ્યાં છે જેમાં આપણાં પાઠ્યપુસ્તકોનો ફાળો પણ જેવોતેવો નથી.

(સ્કંદ દ્વારા)

No comments:

Post a Comment