પોષ્ટ મુકવાનો હેતુ.......અગર એક વ્યક્તિને પણ જો હું જીવિત નાગની પૂજા કરતાં અટકાવી શકું તો પ્રયત્ન સફળ ગણાશે.
કલ્પના કરો........કોઇ આપને પગના અંગૂઠા પકડવાનું કહે અને ચોવીસ કલાક આપને એજ સ્થિતિમાં રાખે તો????? મદારીની છાબડીમાં લપેટાયેલ તે જીવ દિવસો સુધી ઉપર મુજબની સ્થિતિમાંજ પડ્યો રહે છે. તેને પણ આપણી જેમ કરોડરજ્જુ હોય છે, માંસપેશી હોય છે. એ બાબત અલગ છે કે તેનું શરીર આપણી તુલનાએ ઘણું લચીલું હોય છે પણ એ યાદ રહે કે કુંડાળું કરીને બેસવું એ એની સ્વેચ્છા છે જેને આપણે એની મજબૂરી બનાવી દીધી.
-
બીજી વાત......દૂધ પીવું સાપ માટે હાનિકારક છે કારણકે જે દૂધ પીવે છે એ દૂધ બનાવે પણ છે અને તેને સ્તન પણ હોય છે. મતલબ દૂધ ઉપર લગભગ સંપૂર્ણ અધિકાર સ્તનધારી જીવોનો છે કે જેઓ શિશુઓને જન્મ આપે છે ઇંડા મુકીને તેને સેવતા નથી. સાપ સ્તનધારી નથી સરિસૃપ છે, છતાં વારે-તહેવારે તે દૂધપાન કરતો કેમ દેખાય છે? જવાબ શર્મનાક છે વાંચો આગળ.......પકડાયેલો સાપ તરસ છીપાવવા માટે આવું કરે છે કારણકે દૂધમાં પાણી પણ હોય છે. જ્યારે આપ ઘણાં પ્યાસા હોવ ત્યારે પાણીની ગુણવત્તા નથી જોતાં. સાપ પણ ઇગ્ઝેક્ટલી આ જ કરે છે. સાપનું જઠર એવું નથી કે તે દૂધ પચાવી શકે. તેની પાસે ખરેખર પાચક રસ જ પૂરતા પ્રમાણમાં નથી. મતલબ એક એવો લાચાર જીવ જેણે તરસ છીપાવવા દૂધ પીવું પડે છે એ પણ ગાય-ભેંસનું.
-
સંસારનો કોઇપણ સર્પ માણસને દુશ્મન નથી માનતો કારણકે તે માણસને ખાઇ નથી શકતો માટે તેને દંશ દેવામાં સર્પને કોઇ દિલચશ્પી નથી હોતી. તેનો ખોરાક તો ઉંદર, દેડકા જેવાં નાનાં જનાવરો છે. માણસ તો તેના જીવનની દુર્ઘટના છે. એ જ્યાં-જ્યાં જાય છે માણસ એને ભટકાય છે. સાપ બે કેસમાં જ મનુષ્યને દંશે છે. પ્રથમ એને ખતરો મહેસુસ થાય તો. મનુષ્યની હિલચાલને એ આક્રમકતા સમજી લે છે માટે દંશે છે. બીજું, કામક્રીડા કરતી વખતે. એ સમયે સર્પો ખુબજ ઉત્તેજીત હોય છે. એટલું નોંધી લો કે સાપ માટે તેનું વિષ બેહદ કિંમતી છે તેને મનુષ્ય ઉપર ખર્ચ કરીને કંઇજ મળતું નથી. તેણે એનો ઉપયોગ શિકાર પકડવા માટે કરવાનો હોય છે. મનુષ્ય તો એના જીવનનું સૌથી દુ:ખદ આશ્ચર્ય છે. સર્પોમાં કોબ્રા સૌથી વધુ ગ્લેમર ધરાવે છે. આ ગ્લેમર તેની ફેણના કારણે છે. પરંતુ દુ:ખદ બાબત એ છે કે સૌથી વધુ પૂજા, સૌથી વધુ દૂધ તેમજ સૌથી વધુ દંડા ખાવાનો વારો પણ કોબ્રાના હિસ્સેજ આવ્યો છે.
(સ્કંદ દ્વારા)

No comments:
Post a Comment