યશ ચોપડા દિગ્દર્શિત સુપરહિટ ફિલ્મ “દિવાર” લગભગ બધાએ જોઇ જ હશે. જેમાં
-
આપણો સમાજ કોને નાયક માનશે? વિજયને માનશે?.....જે anti-establishment ના નામે કાયદો હાથમાં લે છે, સંઘર્ષના નામે ખોટા રસ્તા ઉપર ચાલે છે કે પછી રવિને?....જે એજ હાલતમાં રહી સચ્ચાઇની રાહે મજબૂતી સાથે આગળ વધે છે. આ વાત એટલી સરળ નથી જેટલી દેખાય છે. ફિલ્મની સ્ટોરી સાફ-સાફ દર્શાવે છે કે રવિનું સ્કુલે જવું ત્યારેજ શક્ય બન્યું જ્યારે વિજયે અપરાધનો રસ્તો અખત્યાર કર્યો. ફિલ્મની પટકથા બતાવે છે કે આપણી વ્યવસ્થામાં ગરીબ માટે એટલી બધી ઓછી તકો છોડવામાં આવી છે કે તેની નૈતિકતા સાથે જીવવાની ચોઇસ પણ પોતાની ખુદની નથી. અગર કોઇ એક રવિને ગરીબીના દલદલમાંથી સાચી રાહે બાહર કાઢવો હોય તો જરૂરી છે કે બીજો વિજય અનૈતિક રાહ ઉપર ચાલે.....વિષ પીવે.
-
શશિ કપૂરે નિભાવેલ 'રવિ' અને અમિતાભ બચ્ચને નિભાવેલ 'વિજય' નો રોલ દરઅસલ એક જ સિક્કાની બે બાજૂ જેવા છે. દિવાર ફિલ્મની પટકથા ખરેખર તો આપણી એ વ્યવસ્થાના ખોખલાપણાને ઉજાગર કરે છે જેમાં સ્કૂલે જવા આતુર નાના રવિની નૈતિકતા ત્યારેજ સુરક્ષિત રહી શકે જ્યારે તેનાથી થોડો જ મોટો કિશોરવયનો વિજય પોતાની ભલાઇનો ત્યાગ કરે. બેશક, દર્શક રવિની સચ્ચાઇથી વધુ તે સચ્ચાઇને બચાવવાની કોશિશમાં જે વિષ વિજયે પીધું તેને વધુ આઇડેન્ટિફાય કરે છે. માટે વિજય જ એમની નજરમાં રિયલ હીરો છે.
અમિતાભ બચ્ચને 'વિજય' નો રોલ નિભાવ્યો હતો અને શશિ કપૂરે 'ઇન્સપેક્ટર રવિ વર્મા' નો કિરદાર નિભાવ્યો હતો. વેલ, ચર્ચા આપણી વ્યવસ્થા વિશેની છે.
(મિહીર દ્વારા)

No comments:
Post a Comment