Monday, March 2, 2020

હેફલિક લિમિટ

અગર આપણે કોઇ રોગ અથવા દુર્ઘટનાથી નહીં મરીએ તો વૃદ્ધાઅવસ્થામાં આપણી મૃત્યુ નિશ્ચિત થઈ જ જાય છે, પણ કેમ???? 1962માં “લિયોનાર્ડ હેફલિકે(Leonard Hayflick)” (જુઓ ઇમેજ) શોધી કાઢ્યું કે માનવ શરીરની કોશિકાઓ વધુમાં વધુ 60 વખત વિભાજીત થઇ શકે છે જેને ‘હેફલિક લિમિટ’ કહે છે. બાળપણમાં કોશિકા વિભાજનનો દર ઘણો ઉંચો હોય છે પછી સમય જતા આ દર ધીમો થઇ જાય છે. કોશિકાનું વિભાજન તેના નાભિ(nucleus)માં રહેલા DNA દ્વારા થાય છે અને DNAના અગ્ર ભાગે ટેલોમેર(Telomere) હોય છે જે હેફલિક લિમિટ નક્કી કરે છે.
-
દરઅસલ ટેલોમેર અનિયંત્રિત કોશિકા વિભાજનને રોકે છે, બીજા શબ્દોમાં કહીએ તો તે કેન્સર થી બચાવે છે. પરંતુ આ નિયંત્રણ પ્રક્રિયામાં જ્યારે આપણે વૃદ્ધાવસ્થા સુધી પહોંચીએ છીએ ત્યાં સુધી ટેલોમેર કોશિકા વિભાજન નિયંત્રણની સીમા પૂરી કરી ચૂક્યો હોય છે. ત્યારબાદ કોશિકા વિભાજન ફક્ત કેન્સરને જન્મ આપે છે. જેનો મતલબ સાફ થાય કે અગર આપણે અન્ય કોઇ કારણથી જો મૃત્યુ નહીં પામીએ તો વૃદ્ધાવસ્થામાં કેન્સર જ મૃત્યુનું કારણ બને છે. બચવાનો કોઇ રસ્તો નથી મૃત્યુ નિશ્ચિત છે.

No comments:

Post a Comment