Monday, March 2, 2020

પૂર્વગ્રહ

મશહુર વૈજ્ઞાનિક ચાર્લ્સ ડાર્વિને પોતાના પુસ્તક 'Descent of Man' માં સ્ત્રીઓ માટે એક ટિપ્પણી કરી હતી. ડાર્વિનનું માનવું હતું કે મહિલાઓ જીવનના હર ક્ષેત્રમાં પુરૂષોના મુકાબલે પાછળ છે. 1871માં પ્રકાશિત પોતાના આ પુસ્તકમાં ડાર્વિને લખ્યું છે કે, “ સ્ત્રીઓ અને પુરૂષોની ક્ષમતાઓમાં ઘણું અંતર હોય છે અને પુરૂષ હર ક્ષેત્રમાં સ્ત્રીઓની તુલનાએ અધિક સફળતા હાંસિલ કરે છે.” એમના મત મુજબ આ અંતરનું કારણ એ છે કે સ્ત્રીઓ પુરૂષોની તુલનાએ જૈવિક દ્રષ્ટિએ જ કમજોર હોય છે.
-
શું આ સાચું છે? ના, આ સાચું નથી. હકિકતમાં ડાર્વિને એ સામાજીક પરિસ્થિતિને નજરઅંદાજ કરી દીધી જેમાં સ્ત્રીઓને પુરૂષોની તુલનાએ ઘણાં ઓછા અવસરો મળે છે તેમજ તેમની આઝાદી પણ મર્યાદિત હોય છે. દરઅસલ તેમના સમયગાળામાં મહિલા વૈજ્ઞાનિક, મહિલા આર્કિટેક્ટ, મહિલા રાજનેતાઓ ન બરાબર હતાં અને તેનું કારણ હતું કે વિક્ટોરિયાઇ સમાજમાં સ્ત્રીઓને મત આપવાનો અધિકાર ન હતો, ભણવાની આઝાદી ન હતી, વિવાહિત મહિલાઓને સંપત્તિનો અધિકાર ન હતો. ડાર્વિને આ બધી બાબતો ધ્યાને ન લીધી અને સામાજીક માળખાને કારણે મૌજૂદ અસમાનતાને જૈવિક અંતર માની લીધું. બેશક તેઓ પૂર્વગ્રહના શિકાર હતાં. પોતાની આગવી બુદ્ધિમત્તાના બાવજૂદ સ્ત્રીઓ પ્રતિ એમનો દ્રષ્ટિકોણ એમના સમયના વિચારોથી પ્રભાવિત હતો. આખિરકાર તેઓ પણ વિક્ટોરિયાઇ યુગના પુરૂષ જ હતા ને!!!
-
અગર આપણે મહિલાઓ અને પુરૂષોના પ્રદર્શનના અંતરને સમજવું હોય તો તેની ઓથે છુપાયેલા સામાજીક કારણોને પણ સમજવું બેહદ જરૂરી છે. પછી જ આપણે સમજી શકીશું કે કઇરીતે સામાજીક પૂર્વગ્રહ વૈજ્ઞાનિક માન્યાતાઓને પણ પ્રભાવિત કરી નાખે છે. અહીં ડાર્વિનના પૂર્વગ્રહોને એટલા માટે નજરઅંદાજ કરવા પડે કેમકે તેઓ એકલા નથી જેમની વિચારધારા આવી હોય. આપણામાંથી અધિકાંશના દિલો-દિમાગમાં બાળપણથી જ આવા જેન્ડર સ્ટીરિયોટાઇપ ભરવામાં આવે છે. જે રમકડાઓ આપણને આપવામાં આવે છે, જેવો વ્યવ્હાર આપણી સાથે કરવામાં આવે છે, તેનાથી આવા પૂર્વગ્રહોને વેગ મળે છે.

No comments:

Post a Comment