Monday, March 2, 2020

વીર્ય અને શુક્રાણુ

વાત વીર્ય અને શુક્રાણુ વચ્ચેના સંબધની કરવી છે(યાદ રહે બન્ને વસ્તુ ભિન્ન છે). વી
ર્યને Semen કહેવામાં આવે છે તેમજ શુક્રાણુને Sperm કહેવામાં આવે છે. વીર્યમાં ફક્ત 4 થી 5 પ્રતિશત જ શુક્રાણુઓ હોય છે, શેષ 95 પ્રતિશત વીર્ય અન્ય પદાર્થો વડે બનેલ છે જેમકે...પ્રોટીન, અમીનો અમ્લ, ફ્રકટોઝ નામની શર્કરા વગેરે વગેરે(શુક્રાણુઓને આ ફ્રકટોઝ નામની શર્કરાથી જ તરવાની તેમજ આગળ વધવાની ઉર્જા પ્રાપ્ત થાય છે). પુરૂષમાં વીર્ય નિર્માણ આજીવન ચાલનારી ઘટના છે એ કંઇ બ્રહ્મચર્યના કારણે આજીવન સંગ્રહ થનારી વસ્તુ નથી. શુક્રાણુ બને છે પ્રયોગ માટે તેમજ થોડા સમય પુરતા ઇપીડિડીમીસ(epididymis)માં રહે છે, જ્યારે શરીર જુવે કે વ્યક્તિ એનો પ્રયોગ નથી કરી રહ્યો તો તે તેને નષ્ટ કરીને શોષી લે છે.
-
વીર્ય ક્ષારીય પદાર્થ છે તથા સ્ત્રી-યોનિ અમ્લીય છે. વીર્યની ક્ષારીયતાને સ્ત્રી-યોનિના પ્રતિકુળ પર્યાવરણમાં ટકવું જરૂરી છે. ત્યાં તમામ જીવાણું છે, ઘણા રસાયણો છે, આ બધા શુક્રાણુ માટે મારક સિધ્ધ થઇ શકે છે. યોનિની ઉપર ગર્ભગ્રીવા છે, ગર્ભગ્રીવાની ઉપર ગર્ભાશય located છે. આ આખો માર્ગ દુર્ગમ તેમજ શુક્રાણુઓના પ્રાણો માટે સંકટદાયી છે. વીર્યમાં મૌજૂદ હર પદાર્થનું કાર્ય શુક્રાણુઓને પોષણ આપવાનું તેમજ તેમના જીવન રક્ષણ માટે સહાયરૂપ થવાનું હોય છે. શુક્રાણુઓની ગુણવત્તા(ગતિ, આકાર, સંખ્યા) પણ મહત્વની છે, આ બધામાં રહેલી ઉણપ પ્રજનન ક્ષમતાને નિષ્ફળ બનાવવામાં મહત્વની ભુમિકા નિભાવે છે.
 (સ્કંદ દ્વારા)

No comments:

Post a Comment