પાણી વિશે કેટલીક માન્યતાઓ જુઓ........સ્નાન કર્યા બાદ પાણી પીવાથી બ્લડ પ્રેશર નિયંત્રિત રહે છે,,ભોજનના બે કલાક પહેલાં પાણી પીવાથી પાચનક્રિયા દોષરહિત થાય છે,, ભોજન બાદ ઠંડુ પાણી પીવું સ્વાસ્થ્ય માટે નુકશાનકારક છે,, ઉભા-ઉભા પાણી પીવાથી આંતરડાની દિવાલને ક્ષતિ પહોંચે છે,, ઉભા-ઉભા પાણી પીનારના ઘૂંટણનું દર્દ દુનિયાનો કોઇ ડોક્ટર મટાડી નથી શકતો(આ વાક્ય ભારતના એક પ્રસિધ્ધ સોશ્યલ વર્કરે કહ્યું હતું)
-
વેલ, ઉપરોક્ત બધીજ માન્યતાઓ પાયાવિહોણી તેમજ ખોટી છે અને તેમને વિજ્ઞાનના સમર્થનરૂપે સ્વીકારવું ઘણુંજ મુશ્કેલ છે કારણકે વિજ્ઞાન સમર્થન ત્યારેજ આપશે જ્યારે આપ ઉપરોક્ત વિધાનોને દુનિયા સમક્ષ પ્રયોગો કરીને સ્પષ્ટ કરશો. હજારો લોકોને સ્નાન કરાવ્યા બાદ પાણી પીવડાવો તથા બીજા હજારો લોકોને સ્નાન કરાવ્યા બાદ પાણી ન પીવડાવો પછી બ્લડ પ્રેશર માપો.-----ઉભા-ઉભા પાણી પીવાથી આંતરડાની દિવાલને ક્ષતિ પહોંચે છે.....આ વાતનું જ્ઞાન કેવી રીતે થયું? શું આને કોઇ ઉદરરોગ વિશેષજ્ઞે હજારો લોકો ઉપર એન્ડોસ્કોપી કરીને સિધ્ધ કર્યું છે?
-
ભોજન બાદ પીધેલ ઠંડુ પાણી ઓઇલી ભોજનને ફેટમાં બદલી નાંખે છે.....આવુ સ્ટેટમેન્ટ ઘણાં સજ્જનો આપે છે. આવુ કહેવાવાળા ઓઇલી અને ફેટ વચ્ચેનો ભેદ જાણતા નથી. એમને લાગે છે કે આંતરડાની નળીઓ નગરપાલિકાના પાણીવાળા પાઇપ છે જેમાં પાણી તીવ્ર ઠંડીવાળા શિયાળા દરમિયાન જામી જાય છે. હકિકત એ છે કે.....શરીરનું તંત્ર શરીરમાં પ્રવેશેલા ઠંડા પાણીને સૌપ્રથમ શરીરના આંતરિક તાપમાને લઇ જાય છે ત્યારબાદ તે પાણી વિવિધ ભાગોમાં પહોંચે છે.
-
વિજ્ઞાનના આ યુગમાં છદ્મવિજ્ઞાન ઘણું ચલણમાં છે. હરેક બાબા પોતાને વૈજ્ઞાનિક બતાવે છે અને બધા ધર્મગુરૂ પોતાના પંથને ભૌતિકી-રસાયણ અનુરૂપ. પત્રકારિતામાં પણ વિજ્ઞાન લેખન જરૂરી છે સાથે-સાથે તેની ગુણવત્તાની રક્ષા પણ જરૂરી છે. વિજ્ઞાનના નામે મનઘડત પીરસવાથી લોકો ભ્રમિત થઇ જાય છે અને ઉટપટાંગ ધારણાઓ લઇને આગળ વધે છે. પાણી ચાહે જે રીતે પીઓ ફક્ત ગળામાં અટકવું ન જોઇએ(માટે સુતા-સુતા ન પીવું જોઇએ). જ્ઞાન જ્યાંથી પણ લો એનો સ્ત્રોત જરૂર ચકાસો.....

(સ્કંદ દ્વારા)
No comments:
Post a Comment