એવું કહેવાય છે કે આપણે(ફક્ત મનુષ્ય નહીં સઘળા જીવ) સમુદ્રમાં જનમ્યા હતાં. ત્યાં રસાયણોનું એવું ઓરકેસ્ટ્રા વાગ્યુ કે અંતે જીવનની સુમધુર ધૂન વહી નીકળી. પછી આપણે વિકાસ કરતા-કરતા ઘણાં આગળ નીકળી ગયા, સમુદ્ર છોડ્યો પરંતુ પાણી પરની નિર્ભરતા છોડી ન શક્યાં. હજુય સંસારનું 80% જીવન આપણાં એ જુના ઘરમાં ધબકે છે. આપણે તો જમીન ઉપર રહેવાનું શરૂ કરી દીધું પણ તેઓ હજી ત્યાંજ રહે છે. સાગરોની ખારી ગોદમાં જ્યાં ઘણી જગ્યાએ સુરજની કિરણો પણ પહોંચતી નથી. આપણાં રિશ્તેદારો આજે પણ એ ગહેરાઇઓમાં પોતાનું જીવન વ્યતિત કરે છે.
-
એ સજીવો ફરિયાદ કરે છે અને તેમની ફરિયાદ બિલકુલ વ્યાજબી છે. આપણે મનુષ્યો એવા સ્વાર્થી જીવો છીએ જે નવું ઘર મળતાં જ જુના ઘરો તરફ જોવાની તસ્દી સુધ્ધા નથી લેતાં. આપણે વિકાસ કર્યો, મશીનોને જીવનમાં સ્થાન આપ્યું, મશીનોએ આપણી જરૂરિયાતો પુરી કરી સાથે-સાથે જુના ઘરોને તોડવાની શરતનો પણ અમલ કર્યોં. આવશ્યકતા આવિષ્કારની જનની બની સાથે-સાથે પર્યાવરણને હણનારી બની. એણે પર્યાવરણના તાપમાનને એવું વધાર્યુ કે જીવનને જ સંકટમાં મુકવાનું શરૂ કર્યું. પરંતુ દરિયા પાસે દિલ છે તેણે આપણી આ બેવકૂફી ઉપર તરસ ખાઇને ગરમી શોષવાનું શરૂ કર્યું. આપણે પૃથ્વીને તપાવી રહ્યાં હતાં જ્યારે એ તેને ઠંડી રાખી રહ્યો હતો. પરંતુ ક્યાં સુધી???
-
આપણને બચાવવાની આ કવાયતમાં સાગર ખુદ મરવા લાગ્યો. ઘ્રુવોનો બરફ પીગળવા માંડ્યો, જળસ્તર વધવા માંડ્યું, જળધારાઓ બદલાવા લાગી, ગેસોને શોષીને એનો દેહ અમ્લીય(એસિડિક) થવા માંડ્યો. ટૂંકમાં આપણે પાણીને બેચેન કરી દીધું. તેજાબી થતો સમુદ્ર ઉપર ઉઠી રહ્યો છે, એની ભીતર અસંખ્ય મૃત્યુઓ આપણા કારણે થઇ રહી છે.
-
પોતાનું શૌર્ય બતાવવા માનવી યુદ્ધાભ્યાસ કરવા માંડ્યો. સોનાર નામક પ્રણાલીના શોર વડે તેણે સાગરને દુ:ખી કરી નાંખ્યો. આ ઘોંઘાટે સમુદ્રના સંપર્કને વેરવિખેર કરી નાંખ્યો. એમાં રહેવાવાળા જીવોનો વ્યવ્હાર અપ્રાકૃતિક થઇ ગયો. જેની શિકાર વ્હેલો પણ બની કે જેઓ પરસ્પર સંપર્ક સાધી ન શકી, જવું ક્યાંય બીજે હતું અને પહોંચી ગઇ કશે બીજે. માણસે સર્જેલા ઘોંઘાટને તે સમજી ન શકી, આમેય માણસના ઘોંઘાટને સંસારમાં સમજી જ કોણ શક્યું છે? નિત્ય લડવાનો અભ્યાસ કરતો માનવી સોનારના શોર વડે કેટલીય વ્હેલો માટે મૌતનો પૈગામ બની તેમની સમાધિ બનાવી રહ્યો છે અને આ ક્રમ નિરંતર ચાલુ છે........

કલ્પના કરોકે તમે એક સો(100) માળની ઇમારતના સૌથી ઉપરના માળે રહો છો, પરંતુ તમારી ખાદ્ય સામગ્રીનો સ્ટોર રૂમ નીચે બેસમેન્ટમાં છે. તમે નાના મા નાની ખાદ્ય સામગ્રી પણ તમારી પાસે નથી રાખી શકતાં આ નિયમ છે જ્યારે રસોઇના બધા સાધનો તમારી પાસે ઉપરના માળે છે. આ સ્થિતિમાં આપની હાલત કેવી થશે? યાદરાખો આખી ઇમારતમાં ભોજનની બીજી કોઇજ વ્યવસ્થા નથી. કેટલી ભાગદોડ કરવી પડશે તમારે? અગર આપ ભાગદોડ ન કરી શક્યા તો? આપની મૃત્યુ પણ થઇ શકે છે ભૂખને કારણે. કંઇક આવીજ હાલત થઇ રહી છે આપણાં જીવનરક્ષકની.
-
એક સવાલ....પૃથ્વી પર વસતા સઘળા જીવો માટે ઓક્સિજન કોણ બનાવે છે? આપ કહેશો વૃક્ષો.....ના આ અર્ધસત્ય છે. ઓક્સિજન ઉત્પાદનની કુલ માત્રામાં વૃક્ષોનો ફાળો ઘણો નાનો છે. તો પછી આપણા માટે સૌથી વધુ ઓક્સિજનનું નિર્માણ કરનાર કોણ?? વેલ, એનું નામ છે....ફાઇટોપ્લેન્કટન(Phytoplankton). સમુદ્રના નાના સુક્ષ્મ એકકોશિય જીવો(જુઓ ઇમેજ). એમનું કાર્ય જુઓ.....ઓક્સિજન નિર્માણ માટે તેઓ નાઇટ્રેટ રસાયણનો ઉપયોગ કરે છે. નાઇટ્રેટની સંરચના જોતા ખ્યાલ આવશે કે તેમાં ઓક્સિજન છે. પ્લેન્કટન ઓક્સિજનને રાસાયણિક અભિક્રિયા દ્વારા મુક્ત કરી દે છે.
-
તેઓ પાણીની સપાટી ઉપર રહે છે જ્યાં સૂર્યપ્રકાશ વડે તેઓ પ્રકાશસંશ્લેષણ કરે છે અને તેમને જરૂરી એવા પોષક તત્વો નીચે સમુદ્રના તળીયે મૌજૂદ છે. સમુદ્રના તળીયાનું પાણી ઠંડુ હોય છે જ્યારે સપાટીનું ગરમ. જોકે તાપમાનનો આ તફાવત ઘણો ઓછો હોય છે મતલબ ઠંડા પાણી અને ગરમ પાણી વચ્ચેના તાપમાનનો ફરક નજીવો હોય છે. આ કારણે સમુદ્રી જળ ઉપરથી નીચે તેમજ નીચેથી ઉપર સ્થાનાંતરીત થતું રહે છે અને આ જીવોને પોષક તત્વો પણ મળતા રહે છે.
-
હવે મનુષ્યે શું કર્યું તે જુઓ....માનવીએ ફેક્ટરીઓ સ્થાપી, પેટ્રોલ-ડીઝલ ફૂંક્યા. માટે વાતાવરણમાં ગરમી વધી, જેને મહાસાગરોએ શોષી. પરિણામે તેઓ ગરમ થઇ ગયાં. હાલમાં સમુદ્રની સપાટીનું પાણી એટલું બધું ગરમ થઇ ગયું છે કે તે હવે નીચે નથી જઇ શકતું તેમજ નીચેનું ઠંડુ પાણી ઉપર નથી ઉઠી શકતું. રીઝલ્ટ....પ્લેન્કટનોને એકસાથે પોષક તત્વ મેળવવામાં અને પ્રકાશસંશ્લેષણની ક્રિયા કરવામાં સમસ્યા નડી રહી છે. તેઓએ ઉપર રહેવું કે નીચે જવું? કંઇ રીતે જીવવું? ઓક્સિજન કઇ રીતે બનાવવો? હાલમાં તેઓ સમુદ્રમાં ખોરાક માટે નીચે જઇ રહ્યાં છે અને આ મુસાફરી દરમિયાન નષ્ટ પણ થઇ રહ્યાં છે. નોટ:- લગભગ 30%થી વધુની ઓલરેડી મૌત થઇ ચુકી છે અને આ ક્રમ નિરંતર ચાલુ છે........આપણાં પાપે.

પ્રશાંત મહાસાગરના લાલ કાચબા અને પીળી “ટૈંગ” માછલીઓની મિત્રતા અનોખી છે. કાચબાની ઢાલ ઉપર ઉગી નીકળતી અથવા ચોંટી જતી શેવાળ તેમજ તેમાં રહેલા જીવો કાચબાની તરણશક્તિમાં અવરોધ ઉભો કરવાની સાથે-સાથે એમને બીમારી પણ આપી શકે છે. પરંતુ તેઓની દોસ્ત આ માછલીઓ શેવાળને સહેલાઇથી આરોગી જાય છે. બદલામાં માછલીઓને એક જગ્યાએ સારુ એવું ભોજન મળી રહે છે તેમજ વધુ શ્રમ કરવો નથી પડતો. મતલબ તમે અમને સ્વચ્છ રાખો અને અમે તમારું પેટ ભરીશું. આ સહઅસ્તિત્વ બન્ને માટે જરૂરી છે. પરંતુ વચ્ચે વિલનની એન્ટ્રી થાય છે.
-
એ વિલન છે માનવી....ગ્લોબલ વોર્મિંગ કેટલી ભયાવહ હોય છે એ હવે જુઓ...માનવીએ સમુદ્રોનું તાપમાન વધારી દીધું. આ ગરમીની અસર કાચબા ઉપર થઇ રહી છે. એમની જેન્ડર પ્રક્રિયા ખોરંભે ચઢી છે. 30 ડીગ્રીથી ઓછા તાપમાને આ કાચબાઓના ઇંડામાંથી નર કાચબા તેમજ 30 ડીગ્રીથી વધુ તાપમાને માદા કાચબાઓનો જન્મ થાય છે. હવે ઘણા સ્થાનો પર સમુદ્રી તાપમાન એટલું વધી ગયું છે કે જન્મેલ બધા કાચબાઓમાં 99% માદા જ છે. ગરમીને કારણે નર કાચબા જન્મી જ નથી શકતાં. લાલ કાચબાની આખી પ્રજાતિનું અસ્તિત્વ સંકટમાં આવી પડ્યું છે. સાથે-સાથે ટૈંગ માછલીઓના અસ્તિત્વ સામે પણ જોખમ ઉભુ થયું છે.
-
પર્યાવરણની એ વિશેષતા છે કે તેમાં તટસ્થતા નિભાવી નથી શકાતી બધા એકબીજાના પુરક છે પરંતુ સર્વે જીવોમાં પોતાને ઉચ્ચ ગણતો માનવી આંખો બંધ કરી સર્વનાશ કરી રહ્યો છે. જેને બીજા જીવોની લગીરેય ચિન્તા નથી. અહીં સર્વેશ્વરજીની એક કવિતા બિલકુલ બંધ બેસે છે......
यदि तुम्हारे घर के
एक कमरे में आग लगी हो
तो क्या तुम
दूसरे कमरे में सो सकते हो?
यदि तुम्हारे घर के एक कमरे में
लाशें सड़ रहीं हों
तो क्या तुम
दूसरे कमरे में प्रार्थना कर सकते हो?
यदि हाँ
तो मुझे तुम से
कुछ नहीं कहना है।
(સ્કંદ દ્વારા.....)

No comments:
Post a Comment