મહિલા સશક્તિકરણ એ આધુનિક યુગનો હોટ ટોપિક છે. જેના માટે સરકારી વિભાગનો કોઇ ને કોઇ હિસ્સો કાર્યરત હોય છે. કરોડો રૂપીયા ખર્ચાઇ રહ્યાં છે, અગણિત NGO ચાલી રહ્યાં છે, કેટલાંયની રોજીરોટીઓ ચાલી રહી છે તેમજ કેટલાંયની રાજનીતિક કારકિર્દી પણ ચમકી ગઇ. ઠીક છે, પરંતુ મહિલા સશક્તિકરણને સમજવું સૌથી આવશ્યક છે.
-
હાલમાં મહિલા સશક્તિકરણનો અર્થ ફક્ત એટલોજ દર્શાવવામાં આવે છે કે કોઇ સ્ત્રીને આત્મનિર્ભર થવાનો અવસર મળે તેમજ એ બધાજ કાર્યો કરે જે અત્યારસુધી ફક્ત પુરૂષોનો જન્મસિધ્ધ અધિકાર મનાતો હતો. ટૂંકમાં કોઇ પાબંદી ન હો અને પુરૂષો જેટલીજ છૂટ હો....બસ ફક્ત આટલી જ વાત મહિલાઓને જણાવવામાં આવે છે. આજે સ્ત્રીઓ હર ક્ષેત્રોમાં સામે આવી રહી છે, નોકરીઓ લઇ રહી છે. આ ઘણો સારો બદલાવ છે પરંતુ ફક્ત આટલેથી જ સશક્તિકરણ શબ્દની ભરપાઇ નથી થઇ જતી. હજી પણ આસપાસ, ઘર-બાહર, સમાજમાં હર વિષય પર કે મુદ્દાઓ પર મહિલાઓની પોતાની સ્પષ્ટ વિચારધારાનો અભાવ છે. તેઓ કોઇક ને કોઇકના વિચારોનું અનુકરણ કરતી જોવા મળે છે. એમનો હર વિચાર ક્યાંક ને ક્યાંક કોઇક પુરૂષ દ્વારા સ્થાપિત થયેલો જ નિહાળવા મળે છે. હજીપણ બહુમત મહિલાઓ કોઇ તસવીરને જોઇને શરમાઇ રહી છે તેમજ પુરૂષોની ‘ઔરતખોર’ જમાતના મેસેજના રીપ્લાય કરી રહી છે. આ કોઇ વિચારોની પ્રગતિ નથી કે નથી કોઇ મહિલા સશક્તિકરણ તરફ જવાનો ઠોસ કદમ.
-
એમણે આ બધુ ત્યજી પુરૂષોની બરોબર આવવું પડશે. પુરૂષો સાથે હર મુદ્દે બહેસ કરવી પડશે, એમને હરાવવું પડશે. સ્ત્રીઓનો પુરૂષાર્થ ફકત ઘર પુરતો જ સિમિત છે... પુરૂષોની આ ખુશીને નેસ્તોનાબૂદ કરવી પડશે. સ્ત્રીઓએ જોરદાર વિચારો રજૂ કરી, બહેસ કરી પોતાનો બરાબરીનો હોદ્દો છીનવવો પડશે. તેઓની પુરૂષસત્તાક ગ્રંથિને ચકનાચૂર કરવી પડશે. ત્યારે અને ત્યારેજ પુરૂષ.... સ્ત્રીને બેવકુફ ગણી મલકાઇને અને રીઝવવાની આદત છોડી તેમની સાથે સ્વસ્થ પ્રતિયોગિતા કરવા માટે મજબૂર થશે. ત્યારે જ થશે ખરી બરોબરી અને સાચું મહિલા સશક્તિકરણ. નહીંતો પુરૂષતો ક્યારનોય સાજીસ રચીને બેઠો જ છે કે સ્ત્રી ચાહે એ પુત્રી, પત્ની, બહેન, માતા કે સબંધી જે પણ રૂપે હો.....તેના ઉપયોગ અથવા ઉપભોગ માટે તૈયાર રહે.

No comments:
Post a Comment