Monday, March 2, 2020

Barycentre

એક વાક્ય જે આપણે નાનપણથી સાંભળીએ છીએ અને પાઠ્યપુસ્તકો દ્વારા શીખ્યા પણ છીએ કે, “પૃથ્વી સહિત સૂર્યમંડળના બધા ગ્રહો સૂર્યની પ્રદક્ષિણા કરે છે.” આપને જાણીને આશ્ચર્ય થશે કે આ સાચું નથી. જી હાં, કોઇ ગ્રહ સૂર્યની પ્રદક્ષિણા કરતો નથી(આવું કઇ રીતે સંભવ છે?). વાત થોડી સૂક્ષ્મ છે પરંતુ સમજવા જેવી છે. હવે વાંચો ખુલાસો......
-
જ્યારે કોઇ નાનો પિંડ અંતરિક્ષમાં કોઇ મોટા પિંડના ચક્કર લગાવે છે ત્યારે વાસ્તવમાં તે બન્ને પિંડ એકબીજાના સંયુક્ત ગુરૂત્વ કેન્દ્રના ચારેતરફ ચક્કર લગાવી રહ્યા હોય છે. આને આ રીતે સમજીએ.
>>પૃથ્વી પણ સૂર્યની પ્રદક્ષિણા નથી કરતી પરંતુ પૃથ્વીનું દળ(mass) સૂર્યના દળની તુલનાએ 0.000003 ગણુ જ છે. જેના કારણે સૂર્ય અને પૃથ્વીનું સંયુક્ત ગુરૂત્વ કેન્દ્ર(barycentre) સૂર્યના કેન્દ્રની ઘણી નજીક હોય છે. માટે આપણને એવું પ્રતિત થાય છે કે પૃથ્વી સૂર્યના ચક્કર લગાવે છે.
>>હવે મોટા ગ્રહ ગુરૂની વાત કરીએ. ગુરૂનું દળ સૂર્યના દળની તુલનાએ 0.001 ગણુ છે. જેના કારણે સૂર્ય અને ગુરૂનું સંયુક્ત ગુરૂત્વ કેન્દ્ર સૂર્યની ત્રિજયાની 1.07 ગણુ બાહર છે. મતલબ સૂર્યની સપાટીથી સૂર્યની ત્રિજયાના 7% દૂર છે. જેના કારણે ગુરૂ સૂર્યના કેન્દ્રના ચારેતરફ નહીં બલ્કે સૂર્યની સપાટીથી લગભગ 49000 કિલોમીટર દૂર સ્થિત બિંદૂના ચારેતરફ પ્રદક્ષિણા કરે છે તેમજ ખુદ સૂર્ય પણ આ બિંદૂના ચારેતરફ પ્રદક્ષિણા કરે છે. 

No comments:

Post a Comment