Monday, March 2, 2020

અંગદાન


મૃત્યુ બાદ આપણાં શરીર ઉપર કોનો હક હોય છે?

અહીં લલિતા પવારજી નો કિસ્સો યાદ આવી જાય છે. જેમણે મૃત્યુ બાદ મેડિકલ કોલેજને પોતાનું શરીર સોંપી દેવાની વાત વસીયતમાં લખી હતી. જ્યારે તેમનું મૃત્યુ થયું, ત્યારે કોલેજવાળા તેમના શરીર માટે તેમના ઘરે પહોંચ્યા. દરેકને કુતુહલ હતું કે શું એક સેલિબ્રિટીના શરીરનું ડોક્ટરો ચીર-ફાડ કરી અધ્યયન કરશે? પરંતુ આખરે એમના પરિવારના સભ્યોએ એક બીજી વસીયત બનાવી લીધી અને કોલેજવાળા તેમના શરીરથી વંચિત રહી ગયાં.
-
યુરોપના 24 દેશોમાં માનવ અંગદાન બાબ
તે એક સ્પષ્ટ નિયમ આ પ્રમાણે છે......આપ જન્મજાત ડોનર છો અને આપના મૃત્યુ બાદ(અથવા બ્રેન-ડેડ બાદ) આપના શરીરના અંગો સરકાર વગર પુછ્યે કાઢી શકે છે સિવાય કે આપે લેખીતમાં મનાઇ કરી હોય. ટૂંકમાં આપના શરીર પર સરકારનો હક છે. પરિણામ સ્વરૂપ સ્પેન જેવો દેશ વિશ્વમાં સૌથી અધિક અંગ પ્રત્યારોપણ પ્રતિ વ્યક્તિ કરનારો દેશ છે. ત્યાંની સરકારે ન કોઇને પુછવાનું હોય છે કે ન ખરીદવાનું. મૃત્યુ થતાં જ જરૂરી અંગો કાઢી લઇ શકે છે. આજ નિયમ સિંગાપોરમાં પણ છે....અનિવાર્ય અંગ-દાન હર નાગરિક માટે.
-
હવે તે દેશોની તુલના કરો ભારત સાથે. જ્યાં અંગોની સખત ખેંચ રહે છે. એક-એક કિડની બે/ત્રણ લાખ રૂપીયામાં પણ મળવી મુશ્કેલ છે. અગર યુરોપ જેવો કાયદો હોય કે, મૃત્યુ થતાંજ શરીરથી આપનો હક છૂટી ગયો, તો અંગ લે-વેચનો ગોરખધંધો બંધ થઇ જાય. કરોડોની વસ્તીવાળો દેશ છે અને અંગોની જરૂરિયાત એના કરતાં ઓછી છે. આખી દુનિયામાં માનવ અંગોને ફેડેક્સ દ્વારા મોકલી શકીએ છીએ એ પણ ફક્ત કુરિયર ચાર્જ લઇને. આજ પુણ્ય છે, આજ મોક્ષ છે.

No comments:

Post a Comment