જે કામને કરવા માટે આપણે હજારો રૂપીયા વાપરી નાંખીએ છીએ, સરકારો કરોડોના
બજેટો બનાવે છે, કુદરત એજ કામ મફતમાં કરે છે અને એ પણ આપણાં કરતાં વધુ
efficiency સાથે. શહેરોમાં મચ્છર તેમજ તેના દ્વારા થતી બીમારીઓનું બજેટ હવે
લાખો કરોડો રૂપીયા સુધી પહોંચી ગયું છે. આ બીમારીઓથી બચવા તેમજ મચ્છરોની
તાદાદ પર રોકથામ માટે પ્રચાર કરવામાં આવે છે, દવાઓનો છંટકાવ કરવામાં આવે
છે. એમાં પ્રયોગ થનાર રસાયણોથી વળી પાછા બીમાર થવાની સંભાવના રહેતી હોય છે.
-
પરંતુ મચ્છરોની વસ્તીનું નિયંત્રણ કુદરત બેહદ આસાન તેમજ મામુલી પ્રકારે કરે છે. એક પ્રજાતિ ઉપર નિયંત્રણ માટે તે બીજી પ્રજાતિને ઉત્પન્ન કરે છે. માછલી, દેડકા, ડ્રેગનફ્લાય(ભમરો) મચ્છરોની વસ્તી પર લગામ નાંખનાર પ્રાકૃતિક નિયંત્રક છે. તેઓ મચ્છરોને ખાઇ જાય છે, તેઓના ઇંડા આરોગી જાય છે, તેમના લાર્વાને કોળીયો કરી જાય છે. તેમજ સૌથી મહત્વનું આ વસ્તી નિયંત્રણ પ્રક્રિયા દરમિયાન કોઇ પ્રકારના રસાયણને પણ મુક્ત નથી કરતા કે જે બાદમાં આપણને નુકસાનકર્તા સાબિત થાય.
-
પરંતુ માણસનું તેઓની જગ્યાઓ ઉપર અતિક્રમણ થવા માંડ્યું છે. મોટા શહેરોમાં તેઓના ક્ષેત્રો સંકોચાઇ રહ્યા છે. માટે તેમની સંખ્યા પણ ઓછી થઇ રહી છે. નિયંત્રણની લગામ ઢીલી થઇ રહી છે. હવે શું?? કંઇ નહીં મનુષ્ય ફાંફાં મારી રહ્યો છે મચ્છરોથી બચવા માટે. કંપનીઓ મચ્છરો મારવા માટે નહીં પણ ભગાડવા માટે કરોડો રૂપીયા વસૂલી રહી છે. આટલું થવા છતાંય અવળે પાટે ચઢેલા મનુષ્યને માછલી, દેડકા, ડ્રેગનફ્લાયની લગીરેય ફીકર નથી.

No comments:
Post a Comment