અગત્યના સવાલો......માણસના જીવનમાં ઘડિયાળનું શું મહત્વ છે? મતલબ શું આજના
યુગમાં ઘડિયાળ વિનાનું જીવન શક્ય છે? માણસે ઘડિયાળ શેના આધારે બનાવી? સૌથી
પ્રાચીન ઘડિયાળ કઇ? બાયોલોજીકલ ક્લોક એટલે શું તેમજ એ શરીરમાં ક્યાં હોય છે
અને શેના વડે બનેલી છે?
-
વાંચો જવાબો........પૃથ્વી પોતાની ધરી(અક્ષ) ઉપર ફરે છે અને સૂર્યના ચારેતરફ પણ. આ બન્ને ગતિઓ જ દિવસ-રાત તેમજ મહિના-વર્ષ ઉત્પન્ન કરે છે. આ બન્ને ગતિઓ દ્વારાજ આપણને સાપેક્ષ સમયના અસ્તિત્વની ખબર પડે છે. આજ ગતિને ધ્યાનમાં લઇને મનુષ્યે ઘડિયાળ બનાવી છે. આપણે ઘડિયાળ દ્વારાજ સમયને ઓળખીએ છીએ અને એ અનુસાર જ બધુ કાર્ય કરીએ છીએ. પરંતુ પતંગિયાને ફૂલ પાસે જવાનો સમય કોણ બતાવે છે? પક્ષીઓ કઇ રીતે જાણે છે કે ક્યારે કલરવ કરવો સવારમાં? આંબો કેવી રીતે જાણી લે છે કે ક્યારે ફૂલ લાવવા અને ક્યારે કેરી પકવવી? સંસારમાં યંત્ર એટલેકે ઘડિયાળ તો ફક્ત આપણી પાસે છે બાકી સજીવો કયા આધારે સમયની જાણકારી મેળવે છે?
-
સંસારના હરએક જીવોની અંદર કોશિકાઓ હોય છે. કોશિકાઓની ભીતર કેન્દ્રક એટલેકે ગર્ભ ભાગ હોય છે જેમાં ડીએનએ હોય છે. આ ડીએનએ વડે ગુણસૂત્ર બને છે. ગુણસૂત્રોના ભાગોને જીન કહેવામાં આવે છે. અલગ-અલગ જીન અલગ-અલગ પ્રોટીનોનું નિર્માણ કરે છે જે અલગ-અલગ કાર્ય કરે છે. કઇ રીતે જુઓ......કોશિકાઓ કેટલાક પ્રોટીન રાત્રે બનાવે છે અને એજ પ્રોટીનોને દિવસે નષ્ટ કરી નાંખે છે. મતલબ રાત્રે આ પ્રોટીનોની માત્રા કોશિકાઓમાં વધુ અને દિવસે ઓછી હોય છે. આ પ્રોટીનોની વધતી-ઓછી માત્રા કોશિકાઓની તમામ જૈવિક ગતિવિધિઓ પર અસર કરે છે. કોશિકાઓની ભીતર વધતી-ઘટતી પ્રોટીનોની માત્રાજ તેમની જૈવિક ઘડિયાળ એટલેકે બાયોલોજીકલ ક્લોક છે અને આજ સંસારની સૌથી પ્રાચીન ઘડિયાળ છે.

No comments:
Post a Comment