ધ બર્નિંગ ટ્રેન ફિલ્મનું પોષ્ટમોર્ટમ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ........ધર્મેન્દ્ર, જીતેન્દ્ર, વિનોદ ખન્ના અભિનિત ફિલ્મ ધ બર્નિંગ ટ્રેનના અંત ભાગમાં જેવી રીતે ટ્રેનને ઇન્ક્લાઇન્ડ પ્લેનના સહારે રોકવામાં આવે છે, શું તે સંભવ છે? ઘણું જ મુશ્કેલ છે પરંતુ આ મુજબના ફિલ્મમાં નિર્દેશકે ઘણાં લોચા માર્યા હતાં. જેનું કારણ છે દર્શકની બુદ્ધિમતાનો ખ્યાલ ભાગ્યેજ કોઇ નિર્દેશક રાખે છે કેમકે તથ્યાત્મક રિસર્ચ કરવું એ હિન્દી ફિલ્મના નિર્માતા-નિર્દેશક સમય અને પૈસાની બરબાદી સમજે છે. બેકાબૂ ટ્રેનને રોકવાના દ્રશ્યોને ફિલ્માવવા વાળા કેટલી સિમિત બુધ્ધિના હતા તે જુઓ.......
-
(1) શું એન્જીનમાં ડિઝલ મુંબઇ સુધી ચાલે તેટલું હતું(?) :- ફિલ્મ પ્રમાણે ટ્રેનનો રૂટ દિલ્હીથી મુંબઇનો હતો અને એન્જીન ડીઝલ હતું. ફિલ્મમાં દર્શાવ્યું છે કે ડેની દિલ્હીથી ચઢી એન્જીનમાં બોમ્બ મુકી મથુરા સ્ટેશને ઉતરી જાય છે. બાદમાં બોમ્બ વિસ્ફોટમાં બન્ને ડ્રાઇવરની મૃત્યુ નીપજે છે અને બ્રેક ફેલ થઇ જાય છે. હવે જોઇએ હકિકત.....દિલ્હીથી મુંબઇનું અંતર 1385 કિ.મી. છે. રાજધાની જેવી ટ્રેનોમાં ડિઝલ લગભગ 6 લિટર પ્રતિ કિલોમીટર જેટલું વપરાય તેમજ ફ્યુઅલ ટેન્કની કેપેસિટિ 5000 લિટરની હોય છે. એ હિસાબે 5000/6=800 કિ.મી. જ ટ્રેન ચાલવી જોઇએ. મતલબ આપણાં ગુજરાતના દાહોદ સ્ટેશન આસપાસ(દિલ્હીથી દાહોદનું અંતર 850 કિ.મી છે) તે રોકાઇ જવી જોઇએ,પરંતુ ન રોકાઇ(ટ્રેનમાં બેસેલા મુસાફરોનું દુર્ભાગ્ય?). જ્યારે દિલ્હી-મુંબઇ રાજધાની એક્સપ્રેક્ષ ડિઝલ એન્જીન વડે ચાલતી હતી ત્યારે રતલામમાં તેણે ફરજ્યાત બીજી વખત ઇંધણ પુરાવવું પડતું હતું.
(2) વેક્યુમ બ્રેકનું ફેલ થવું :- ટ્રેનનું બ્રેક ફેલ સેફ હોય છે. મતલબ અગર બ્રેક ફેલ થશે તો બ્રેક લાગી જશે. તેની બ્રેક ટ્રક, કાર જેવા અન્ય વાહનોના બ્રેકથી વિપરિત હોય છે. ટ્રેનમાં બ્રેક, વેક્યુમ(હાલમાં compressed air) ના ખતમ થવાથી લાગે છે અને વેક્યુમ બનવાથી છૂટી જાય છે(જુઓ ઇમેજ). હવે વેક્યુમ આપમેળે તો બનતું નથી. તેને બનાવવા માટે વેક્યુમ પંપ અથવા ઇગ્ઝોસ્ટર જોઇએ. અગર વેક્યુમ પંપમાં ખરાબી આવી ગઇ તો વેક્યુમ બનવાનું બંધ થઇ જશે અને બ્રેક આપમેળે લાગી જશે. યાદરહે ટ્રેનમાં સેફ્ટી સાથે જોડાયેલ હર ચીજ ફેલ સેફ હોય છે. જેમકે સિગ્નલ ખરાબ હશે તો તે લાલ રહેશે.
(3) clappet valve:- જ્યારે આપ ટ્રેનના કોઇપણ ડબ્બામાંથી ચેન ખેંચો છો ત્યારે ડ્રાઇવર/ગાર્ડને બહારથી કેવીરીતે ખબર પડી જાય છે કે અમુક ડબ્બામાંથી જ ચેન પુલિંગ થયું છે? આનો ઉત્તર છે clappet valve(જુઓ ઇમેજ
). clappet valve ફરી જાય છે અને વેક્યુમ નષ્ટ થઇ જાય છે જેથી બ્રેક લાગી જાય છે. હવે સવાલ થાય છે કે હીરો ધર્મેન્દ્રને દૂર એન્જીન સુધી જવાને બદલે એ ડબ્બાના clappet valve ને ઓપરેટ કરવા માટે એન્જીનિઅર વિનોદ ખન્નાએ કેમ ન કહ્યું? કારણકે તે ફિલ્મી એન્જીનિઅર હતો, રીયલ નહીં.
(4) વેક્યુમ હોઝ પાઇપને લાત મારીને અથવા ચાકૂ વડે કાપીને પણ ટ્રેનને આસાનીથી રોકી શકાઇ હોત. જેને HDP(Hose Pipe Disconnected) કહેવામાં આવે છે.
(5) હવે જોઇએ ચઢાણવાળો ટ્રેક(inclined plane) :- તે ટ્રેન 120 કિ.મી/કલાકની ઝડપે દોડી રહી હતી. મતલબ 33.33 મીટર/સેકન્ડ. આટલી ઝડપે જતી ટ્રેનને રોકવા માટે જોઇતી ઉંચાઇ સાદી ગણતરી મુજબ 55.5 મીટર થાય. લગભગ 15 માળની ઇમારત જેટલી. આટલી ઉંચાઇ સુધી જવા ઓછામાં ઓછો 3.5 કિ.મી. લાંબો ટ્રેક બિછાવવો પડે. પરંતુ અહીં સૌથી મોટી અડચણ છે સ્પીડ. જી હા, ચઢાણવાળા ટ્રેક પર ટ્રેનને વાળવા માટેની અધિકતમ સ્પીડ છે 15 કિ.મી/કલાક(હાલમાં આ સ્પીડ 50 કિ.મી/કલાક સુધી પહોંચી છે પરંતુ જ્યારે ફિલ્મ બની તે સમયે તેની મર્યાદા 15 કિ.મી/કલાક હતી). અગર 120 કિ.મી/કલાકની ઝડપે દોડતી ટ્રેનને જેવા આપણે બીજા ટ્રેક ઉપર વાળવાની કોશિશ કરીશું, તે પલટી ખાઇ જશે.
-
સાર:- આના મૂળમાં એકજ કારણ છે કે નિર્દેશક, દર્શકોની સમજ અને અક્કલને કોઇ પ્રાધાન્ય નથી આપતાં.
(એ. સિન્હા દ્વારા)



No comments:
Post a Comment