શું આપ જ્યોતિષશાસ્ત્રમાં માનો છો? શું કોઇ વ્યક્તિ હસ્તરેખા દ્વારા આપણું
ભવિષ્ય બતાવી શકે છે? જવાબ છે.....‘ના’.....અગર તમે કોઇપણ એવા જ્યોતિષ અથવા
વ્યક્તિને જાણતા હો જે હસ્તરેખા દ્વારા ભવિષ્યકથન કરી શકતો હોય,તો સમજ જો
તમે અંધશ્રધ્ધાના શિકાર છો. જી હા, વાત કડવી છે પરંતુ સાચી છે. અગર આપને
ખોટી લાગતી હોય તો એક કામ કરો(Try it).......તે જ્યોતિષ પાસે એક વાંદરો કે
ચિમ્પાન્ઝીનને લઇ જાઓ અને તેના હાથ બતાવી જ્યોતિષને કહો કે આનું ભવિષ્ય કહી બતાવે. ગમે તેવા ચમરબંધ જ્યોતિષની પણ બોલતી બંધ થઇ જશે!!!
તો હવે પ્રશ્ન થાય છે કે જ્યારે હસ્તરેખાના સહારે માણસનું ભવિષ્ય કહી શકાય છે તો પછી વાંદરાઓનું કેમ નહીં? After all હસ્તરેખા તો વાંદરાઓ અને ચિમ્પાન્ઝીનોને પણ હોય છે અને એ પણ પાછી અદલ મનુષ્યો જેવીજ. જોવા જઇએ તો કોઇપણ ટેકનીક દ્વારા મનુષ્યોનું ભવિષ્ય ભાંખવું સંભવ નથી. કારણકે ભવિષ્યનું તો હજી નિર્માણ જ નથી થયું. તો શું છે આ રેખાઓનું સત્ય???
વેલ, વાસ્તવમાં આપણા હાથની રેખાઓ વિકાસની પ્રક્રિયાનું એક મહત્વપૂર્ણ ડાયમેન્સન છે. કઇ રીતે? આગળ વાંચો.....આ રેખાઓના કારણેજ આપણે આપણાં હાથ વાળી અને સંકોચી શકીએ છીએ તેમજ મુઠ્ઠી બાંધી ગ્રીપ બનાવી શકીએ છીએ. આજ કારણ છે કે ભલે આપણું પેટ હોય, પગ હોય કે હથેળી હોય,,,જ્યાં-જ્યાં અંગોને વાળવાની આવશ્યક્તા હોય ત્યાં-ત્યાં સ્કીન ઉપર આ રેખાઓ હશેજ. કેમકે જો આ રેખાઓ ના હોત તો, આપણી ચામડી એકબીજા ઉપર(અરસ-પરસ) "Clump" થઇ જાત. આ રેખાઓ ના કારણે જ આપણે ચીજ-વસ્તુઓને પકડવા તેમજ આવશ્યક્તા અનુસાર ઉપયોગ કરવા માટે સમર્થ છીએ. આ રેખાઓ ના કારણે જ માનવો ઓજાર બનાવતા શીખ્યા અને ટેકનીક તેમજ બુધ્ધિના સહાયથી જ પૃથ્વીના ઇતિહાસમાં સર્વોચ્ચ સ્થાને બિરાજી શક્યાં. અર્થાત...મનુષ્યએ પોતાના સુંદર ભવિષ્યનું નિર્માણ અવશ્ય પોતાની હસ્તરેખાઓના સહારે જ કર્યું...એ દ્રષ્ટીએ હસ્તરેખા એ આપણું ભવિષ્ય હોય શકે. બાકી ભાગ્યરેખા, જીવનરેખા, ધનરેખા કે ગુરૂનો પહાડ એ બધુ જ ‘ખયાલી પુલાવ’ જેવું જ છે.
(વિજય દ્વારા)

No comments:
Post a Comment