શું આપ જાણો છો, આજની અનિવાર્ય ગણાતી...વાઇ-ફાઇ, બ્લુટૂથ, CDMA જેવી ટેકનીકના કોન્સેપ્ટની શોધ એક અભિનેત્રી દ્વારા થઇ હતી? જી હા, એ ખુબસુરત અભિનેત્રી હતી Hedy Lamarr (હેડી લામાર).
-
1933 મા રજૂ થયેલ “સ્ટેસી” નામની વિવાદાસ્પદ ફિલ્મે તેણીને રાતોરાત લોકોના દિલમાં બેસાડી દીધી. હેડીની આ દિવાનગી લોકમાનસ માં 1950 સુધી છવાયેલી રહી. હેડીએ પોતાના જીવનકાળ દરમિયાન પાંચ લગ્ન કર્યા તેમજ 19 જાન્યુઆરી 2000માં ફ્લોરિડામાં અંતિમ શ્વાસ લીધા.
-
હેડીએ અભિનય ઉપરાંત એક શોધકર્તાના રૂપમાં પણ પોતાની પહેચાન સ્થાપિત કરી. તેણીએ 1933માં પોતાના પ્રથમ લગ્ન બાદ અભિનયથી થોડા સમય માટે વિરામ લીધો અને ટેકનોલોજી ક્ષેત્રમાં પગ મૂક્યો. દ્વિતીય વિશ્વયુધ્ધ દરમિયાન તેણીએ રેડિયોને જામ કરવાને મોટી સમસ્યા માની અને ‘જ્યોર્જ એન્થેલ’ સાથે મળીને સ્પેક્ટ્રમ ફેલાવવાની ટેકનીક શોધી. એમણે ડેવલપ કરેલ કોન્સેપ્ટનું નામ હતું.....“radio guidance system for Allied torpedoes”. જોકે એમની ટેકનીકનો ઉપયોગ વિશ્વયુધ્ધ દરમિયાન નહોતો થયો, પરંતુ બાદમાં એમના કોન્સેપ્ટ દ્વારા વાઇ-ફાઇ, બ્લુટૂથ, CDMA જેવી ટેકનીકનો આવિષ્કાર થયો. તેણીના કામને બિરદાવવા માટે 2014માં તેણીને “National Inventor Hall of Fame (NIHF)” માં સ્થાન આપવામાં આવ્યું.

No comments:
Post a Comment