પ્રસિધ્ધ વૈજ્ઞાનિક તેમજ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણના મોટા પ્રવકતા સ્વર્ગીય
“પુષ્પ મિત્ર ભાર્ગવ” એ ‘ધ હિન્દુ’ સમાચારપત્રમાં લખેલ પોતાના એક લેખમાં
કહ્યું હતું કે ભારત છેલ્લા કેટલાય વર્ષોથી વિજ્ઞાન ક્ષેત્રમાં નોબલ
પારિતોષિક જીતી શક્યું નથી, એનું સૌથી મોટું કારણ ભારતના વૈજ્ઞાનિકોમાં
વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણની અનુપસ્થિતિ છે. એમણે વૈજ્ઞાનિકોના અવૈજ્ઞાનિક
દ્રષ્ટિકોણનું એક સરસ ઉદાહરણ આપ્યું.....
-
એક વક્તવ્ય તૈયાર કરવામાં આવ્યું હતું જેમાં લખ્યું હતું “હું વિશ્વાસ ધરાવું છું કે જ્ઞાન એકમાત્ર માનવ પ્રયાસો થકી જ પ્રાપ્ત કરી શકાય છે કોઇપણ પ્રકારના દૈવીય પ્રકાશ દ્વારા નહીં. તેમજ સઘળી સમસ્યાઓનું નિરાકરણ મનુષ્યના નૈતિક તેમજ બૌદ્ધિક મૂલ્યો વડે જ કરી શકાય છે અને તેના માટે કોઇપણ અલૌકિક શક્તિના શરણે જવાની આવશ્યકતા નથી.” જાણીને નવાઇ લાગશે કે જ્યારે એકપછી એક વૈજ્ઞાનિક ઉપરોક્ત વક્તવ્ય ઉપર હસ્તાક્ષર કરવા માટે મનાઇ કરવા લાગ્યા ત્યારે એ સ્પષ્ટ થઇ ગયું કે વૈજ્ઞાનિક સમુદાયમાં જ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણની ભારે ઉણપ છે. આ ઘટના ભલે જુની હોય પરંતુ આજે પણ વૈજ્ઞાનિક સમુદાયની આજ સ્થિતિ છે.

No comments:
Post a Comment