આ છે દક્ષિણ આફ્રિકી મહિલા દોડવીર “કેસ્ટર સેમેન્યા(Caster Semenya)”.....જેણે 2009 ની વિશ્વ ચેમ્પિયનશીપમાં 800 મીટરની દોડમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. પરંતુ લિંગ પરિક્ષણમાં અસફળ થવાને કારણે તેણીનો મેડલ છીનવી લેવામાં આવ્યો હતો. વાત આટલેથી અટકતી નથી, લિંગ પરિક્ષણમાં અસફળ થવા બાવજૂદ તેણીના દેશે સેમેન્યાનો સાથ ન છોડ્યો બલ્કે લડત લડતા રહી આ મામલે જીતીને જ દમ લીધો.
-
આ બાબતે ભારતની સ્થિતિ જુઓ....કોઇને નામ યાદ છે “શાંતિ સુન્દરરાજન”?? જેણે 2006 ના દોહા સ્થિત એશિયાઇ રમતોત્સવ(Doha Asian Games) માં 800 મીટરની દોડમાં સિલ્વર મેડલ જીત્યો હતો. પરંતુ શાંતિ સુન્દરરાજનનું નામ ફક્ત એટલા માટે જાણીતું નથી કેમકે એશિયાઇ રમતોત્સવની પસંદગી સમિતિને તેણી પુરૂષ હોવાનો સંદેહ થયો માટે તેણીનું લિંગ પરિક્ષણ કરવામાં આવ્યું. જેમાં અસફળ થવાને કારણે તેણીનો મેડલ છીનવી લેવામાં આવ્યો. પરંતુ આપણે ત્યાંના રમત અધિકારીઓને તેણીની લેશમાત્ર ચિંતા ન થઇ અને પરિણામ સ્વરૂપ શાંતિ ગુમનામીના અંધકારમાં ખોવાઇ ગઇ.(નીચે પ્રથમ કમેન્ટમાં શાંતિનો ફોટો આપ્યો છે)
-
હવે શરૂ થાય છે સવાલોનો દૌર......આ લિંગ પરિક્ષણ શું બલા છે? તેમજ મહિલાઓએ જ શું કામ લિંગ પરિક્ષણની પીડા માંથી પસાર થવું પડે છે? પ્રથમ સવાલને વૈજ્ઞાનિક દ્રષ્ટિએ તપાસીએ.....લિંગ પરિક્ષણ શું છે? એ જાણવા પહેલાં એ જાણવું જરૂરી છે કે આની જરૂર શું કામ પડે છે? આનું મુખ્ય કારણ છે પુરૂષ અને મહિલાના સેક્સ ક્રોમોસોમ માં વિવિધતા.....એક સર્વસામાન્ય વાત છે કે મહિલાઓના શરીરમાં XX પ્રકારના ક્રોમોસોમ હોય છે, જ્યારે પુરૂષોમાં XY પ્રકારના હોય છે.(યાદરાખો શિશુનું લિંગ પુરૂષનો ક્રોમોસોમ નક્કી કરે છે.) ગર્ભધારણ દરમિયાન જો પુરૂષનો Y ક્રોમોસોમ મહિલાના X ક્રોમોસોમ સાથે મળે તો જન્મ લેનાર સંતાન છોકરો હોય છે. અને જો પુરૂષનો X ક્રોમોસોમ બાજી મારી જાય તો છોકરીનો જન્મ થાય છે. આ એક સામાન્ય પ્રક્રિયા છે, પરંતુ ક્યારેક-ક્યારેક થોડું અજીબો ગરીબ બને છે. થાય છે એવું કે સ્ત્રીના બન્ને X ક્રોમોસોમ પુરૂષના ક્રોમોસોમ સાથે ક્રિયા કરવામાં સફળ થઇ જાય છે. આ કેસમાં નિર્માણ પામનાર ભ્રૂણમાં મહિલા સાથે-સાથે પુરૂષના પણ લક્ષણો ઉભરી આવે છે. જેમકે સ્ત્રીના બાહ્ય અંગો પુરૂષો જેવા દેખાય અથવા કોઇ પુરૂષના બાહ્ય અંગો સ્ત્રી જેવા થઇ જાય.
-
હવે બીજો સવાલ મહિલાઓએ જ શું કામ લિંગ પરિક્ષણની પીડા માંથી પસાર થવું પડે છે? વધુ ઉમેરીને પૂછી શકાય કે પુરૂષ જેવી સ્ત્રી અથવા સ્ત્રી જેવા પુરૂષથી શું ફરક પડે? આનું કારણ છે...પુરૂષ અને સ્ત્રીના શારીરિક બનાવટમાં ફરક હોવાને કારણે સ્ત્રીને કમજોર ગણવામાં આવે છે(બોલો???). સમસ્ત ખેલ સ્પર્ધાઓના રેકોર્ડ આ વાતની ગવાહી પૂરે છે. આજ કારણે જે મહિલાઓમાં પુરૂષોના લક્ષણો પણ વિકસિત થઇ જાય, એમને પુરૂષ હોવાની આશંકાને પગલે એમનું લિંગ પરિક્ષણ કરવામાં આવે છે. લિંગ પરિક્ષણમાં ખેલાડીના બ્લડ ટેસ્ટ, સેક્સ હાર્મોન્સ, જીન્સ અને ક્રોમોસોમના પરિક્ષણ કરવામાં આવે છે.
-
જોકે આ પરિક્ષણો ફક્ત મહિલાઓથી જોડાયેલા હોય એમને અપમાનજનક પણ માનવામાં આવી રહ્યાં છે. આવા પરિક્ષણોની વૈજ્ઞાનિક પ્રમાણિકતા હંમેશા સંદેહના દાયરામાં રહી છે. આજ બાબતનો ફાયદો ઉઠાવી દક્ષિણ આફ્રિકાએ કેસ્ટર સેમેન્યા માટે હકની લડાઇ લડી અને અંતે સફળતા મેળવી. કાશ...ભારતના ખેલ અધિકારીઓએ પણ શાંતિ સુન્દરરાજનનો કેસ ગંભીરતાથી લીધો હોત, તો પ્રાકૃતિક ગરબડની સજા શાંતિને ના મળી હોત.....(મેરા ભારત મહાન)

No comments:
Post a Comment