Saturday, June 29, 2024

ઝેરીલા રમકડાં

 


 

શું તમે જાણવા માંગો છો કે નાના બાળકોના રમકડાંમાં શું-શું હોય છે? ચર્ચા એટલે મહત્વની થઇ પડે છે કેમકે નાના બાળકો રમકડાંને રમતી વખતે મોં માં પણ નાંખે છે. અહીં કેટલીક સાયન્ટિફિક સ્ટડીને આપણે જોઇશું કે જે તમને વિચારવા મજબૂર કરશે કે આપણે નાના બાળકોને કેવા રમકડાઓ પધરાવી રહ્યાં છીએ. પોષ્ટનો ઉદ્દેશ્ય તમને ડરાવવાનો નથી પરંતુ જાગૃતિ ફેલાવવાનો છે કે આપણે કેવાં રમકડાઓ ખરીદવા જોઇએ!! તો ચાલો જાણીએ કે બજારમાં મળતા રમકડાં કેટલા ઝેરીલા હોય છે.

-

સૌપ્રથમ એક સ્ટડી તરફ જઇએ(જેની લિંક નીચે મૌજૂદ છે)...જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, રમકડાઓમાં નુકસાનકારક રસાયણોનો ઉપયોગ સામાન્યપણે તેમને નરમ(soft) અથવા સખત(hard) બનાવવા અથવા આગ પ્રતિરોધક(fire resistant) બનાવવા માટે કરવામાં આવે છે. ટૂંકમાં રમકડામાં આગ તો નહીં લાગે પરંતુ જો બાળકે તેને મોં માં નાંખી દીધું, તો તેની આડઅસરો તેણે જીન્દગીભર વેઠવી પડશે(જેની ચર્ચા આગળ કરીશું).

 

https://www.sciencedirect.com/science/article/pii/S0045653520307724

 

હવે જોઇએ કે ફિલહાલ એવા કયા રસાયણોનો રમકડાઓમાં ઉપયોગ થઇ રહ્યો છે, જેઓ હાનિકારક છે. સૌથી પહેલું નામ છે...સીસું(lead). સીસું એક ભારે ધાતુ છે. ધાતુ મગજને નુકસાન પહોંચાડે છે. રમકડાની બનાવટથી માંડી તેના કલરમાં પણ ધાતુનો ઉપયોગ થતો હોય છે. નીચે એક સ્ટડીની લિંક આપી છે, જેમાં લખ્યું છે કે સીસું ધૂળ/રજકણનું સ્વરૂપ ધારણ કરે છે અને જ્યારે રજકણોનો મિલાપ સૂર્યકિરણો અથવા પાણી સાથે થાય તે સમયે તે ખતરનાક સાબિત થઇ શકે છે.

 

https://www.cdc.gov/nceh/features/leadintoys/index.html#:~:text=Lead%20dust%20can%20form%20on,are%20used%20to%20make%20toys.

 

બીજું રસાયણ છે....phthalates(હકિકતે રસાયણોનું ગ્રુપ છે). જેમાંથી અમુક રસાયણોનો ઉપયોગ PVC માં થાય છે. તે ખુબજ હાનિકારક રસાયણ છે. મલેશિયન તેમજ ચાઇનાની બ્રાન્ડેડ રમકડાઓ બનાવતી કંપનીઓના રમકડાઓમાં પણ રસાયણોની હાજરી મળી આવી. કેટલી? allowed range થી લગભગ 130 ગણી વધુ. રસાયણોના શરીરમાં જવાથી...પ્રજનન ક્ષમતા ઘટી શકે, અસ્થમા વગેરે જેવી તકલીફો બાળકોમાં આવી શકે છે. સ્ટડી પેપરની લિંક નીચે મૌજૂદ છે.

https://www.qima.com/phthalate-toys-laboratory-testing#:~:text=Approximately%2025%25%20of%20these%20toys,SPhthalate%20contamination%20is%20extremely%20widespread.

 

ત્રીજું રસાયણ છે...Bisphenol A. જે ફક્ત રમકડામાં નહીં પરંતુ ઘર વપરાશની ઘણી વસ્તુઓમાં વપરાય છે(તમે ગુગલ કરી શકો છો). આની સ્વીકૃત મર્યાદા 0.1 મિલિગ્રામ/લિટર છે પરંતુ યુરોપિયન કમિશને 2014માં રમકડામાં આના ઉપયોગ ઉપર પ્રતિબંધ લગાવી દીધો(સ્ટડીની લિંક નીચે મૌજૂદ છે).

 

https://ec.europa.eu/commission/presscorner/detail/en/IP_14_738

 

ચોથી ધાતુ cadmium છે જે કિડની, નર્વસ સિસ્ટમ માટે ખતરનાક છે. પાંચમું રસાયણ formaldehyde છે જે કપડાથી બનેલ રમકડાઓમાં મળી આવે છે. જેનાથી કેન્સર, શ્વાસની તકલીફ, દ્રષ્ટિની તકલીફ વગેરે થઇ શકે છે. સઘળી વસ્તુઓ રિસર્ચ આધારિત છે(જેમની લિંક અહીં આપવામાં આવી છે), કોઇ મનઘડત વાત નથી.

-

જઇએ Denmark Technical University ની એક સ્ટડી તરફ જેને ખાસ કરીને તૈયાર કરવામાં આવી UNICEF માટે. યુનિવર્સિટીએ અઢળક રમકડાઓ તપાસ્યા જેમાંથી લગભગ 25% રમકડાઓ એવા નીકળ્યા, જેમાં એવા કેમિકલો મૌજૂદ હતાં જે સ્વાસ્થ્ય માટે હાનિકારક હતાં. સ્ટડીએ પણ જણાવ્યું કે રમકડાઓને ઘરમાં રાખવા(store) માટે પણ અમુક નીતિ-નિયમો જરૂરી છે, જેમકે.... રમકડાઓને હવાની અવર-જવર રહેતી હોય તેવા સ્થાને રાખવા જોઇએ. બંધ ઓરડામાં ક્યારેય રમકડાઓ રાખવાની ભૂલ કરવી કેમકે રમકડાઓની બનાવટમાં જો હાનિકારક રસાયણોનો ઉપયોગ થયો હશે તો સઘળા ઓરડાનું વાતાવરણ toxic થતું જશે.

-

વાતને ટૂંકાવતા હવે આખરે સવાલ ઉઠે છે કે, આનું નિવારણ શું છે? ચાલો તે તરફ જઇએ....જે રમકડા ઉપર કોઇપણ પ્રકારના બંધારણીય સ્ટીકર ના હો તેને લેશો. સામાન્યપણે કોઇ સ્ટીકરો હોતાં નથી પરંતુ મોંઘા ભાવની બ્રાન્ડેડ વસ્તુઓમાં આવા સ્ટીકરો હોય છે. ઉદાહરણ તરીકે....plastic resin identification codes(જુઓ નીચેની ઇમેજ), ASTM સ્ટીકર, CPSC સ્ટીકર, Intertek સ્ટીકર, Green Seal, GEI વગેરે. ભારતે દ્રષ્ટિએ થોડી જાગૃકતા દર્શાવી છે અને રમકડાઓ માટે BIS પ્રમાણપત્ર જાહેર કર્યા છે. છતાં આપણાં શહેરો અને ગામડાઓમાં પ્રમાણપત્ર વિનાના પુષ્કળ રમકડાઓ વેચાઇ રહ્યાં છે કે જે સામાન્ય વર્ગના બાળકોના સ્વાસ્થ્ય માટે ભવિષ્યમાં જોખમી સાબિત થઇ શકે છે.



-

ટૂંકમાં રમકડાઓ મોંઘા હશે પરંતુ સુરક્ષિત હશે. જે કદાચિત ગરીબ વર્ગ/સામાન્ય વર્ગને પણ પોસાય, તો તેના માટેનો રસ્તો છે કે તમે દસ સસ્તા રમકડા લઇને કેવળ એક આવું થોડું મોંઘુ સર્ટિફાઇડ રમકડું લો કેમકે આખરે તો બાળકોના ભવિષ્યનો સવાલ છે.

 


 

 

No comments:

Post a Comment