દુનિયાનો સૌથી મોટો કેમેરો તૈયાર થઇ ચૂક્યો છે પરંતુ તેનું મોઢું ધરતી તરફ નહીં આકાશ તરફ રહેશે. તેનું વજન 2800 કિ.ગ્રા જેટલું છે અને કદ એક ફોર-વ્હીલર ગાડી જેટલું છે. તેનું રિઝોલ્યુશન 3.2 ગીગા પિક્સેલ છે. આટલો વિશાળ અને આટલા હાઇ રિઝોલ્યુશનનો કેમેરો ફિલહાલ દુનિયામાં મૌજૂદ નથી. આને અમેરિકાના કેલિફોર્નિયામાં બનાવવામાં આવ્યો પરંતુ તેને ઇન્સ્ટોલ ચિલીની વેધશાળા Vera C. Rubin માં સ્થિત ટેલિસ્કોપમાં કરાશે(જુઓ નીચેની ઇમેજ). કેમ? કેમકે અહીંનું વાતાવરણ સ્વચ્છ છે અને તેમાં ભેજનું પ્રમાણ ઘણું ઓછું છે. તેથી રિઝલ્ટ ઘણાં જબરદસ્ત મળે છે. આ ટેલિસ્કોપનું કામ દસ વર્ષ સુધી અવકાશનું નિરીક્ષણ કરવાનું છે. જેમાં સૌપ્રથમ તે આપણા સૂર્યમંડળ, બાદમાં આપણી ગેલેક્ષીના અન્ય સૂર્યમંડળો, ત્યારપછી અન્ય ગેલેક્ષીઓનું નિરીક્ષણ કરશે.
-
હવે આ કેમેરો બન્યો છે અમેરિકાની સિલિકોન વેલીમાં અને તેને ઇન્સ્ટોલ ચિલીમાં કરવાનો હોવાથી તેનું transportation એક પડકાર છે. આ કેમેરાને નવ ટ્રકોમાં load કરવામાં આવશે અને બાદમાં તેને દરિયાઇ માર્ગે લઇ જવાશે. માર્ગમાં તેના લેન્સ કે ઇલેક્ટ્રોનિક યુનિટને અથડામણ કે ધ્રુજારી ના લાગે તે માટે તેની ફરતે સ્ટીલ અને દોરડાનું બનેલ એક પિંજરું(હાડપિંજર) તૈયાર કરાયું છે. તાપમાનને જાળવવા માટેની વ્યવસ્થા પણ તેમાં કરાઇ છે.
-
તેનું રિઝોલ્યુશન કેટલું પાવરફુલ છે તેનો અંદાજો એ વાતે લગાવો કે, આ કેમેરો તેનાથી 15 કિલોમીટર દૂર રહેલ લીંબુને પણ આસાનીથી જોઇ શકે છે. આ કેમેરો સૂર્યમંડળની 3D ફિલ્મ બનાવશે. હવે તેની બનાવટ ઉપર થોડી નજર કરી લઇએ...તેના ઇનપુટ લેન્સનો વ્યાસ 5 ફૂટ છે અને તેને બનતા પાંચ વર્ષ લાગ્યા(જુઓ નીચેની ઇમેજ-1). વિવિધ વેવલેન્થને પ્રોસેસ કરવા માટે તેમાં છ ફિલ્ટર લાગ્યા છે(જુઓ નીચેની ઇમેજ-2). તે Ultraviolet, Visible અને Infrared સ્પેક્ટ્રમમાં જોઇ શકે છે.
-
આ કેમેરાને બે વસ્તુની જરૂર છે (1) power (2) temperature. પાવર તો સ્વાભાવિક વાત છે હર કેમેરાને જોઇએ જ પરંતુ તાપમાન? હાં, આ કેમેરો ગરમ વધુ થતો હોવાથી તેને ઠંડો રાખવો ખુબ જ જરૂરી છે. કેટલો ઠંડો? -100 ડિગ્રી સેન્ટીગ્રેડ. તેથી cooling water નું એક સમગ્ર સિસ્ટમ તેમાં મૌજૂદ છે. ફિલહાલ તેના ફાઇનલ ટ્રાયલ લેવાઇ રહ્યાં છે.




No comments:
Post a Comment