Saturday, June 15, 2024

Artificial Intelligence(ભાગ-18)

 



 

ઇટાલીના એક શહેર herculaneum તરફ જઇએ. જ્યાં આપણને ઘણાં પ્રાચીન(લગભગ બે હજાર વર્ષ પુરાણા) નકશાઓ અને લખાણોના બંડલો(scrolls) મળ્યા છે. બન્યું એવું કે, તે સમયે ત્યાંનો મહાકાય સક્રિય જવાળામુખી 'વિસુવિયસ' ફાટ્યો. જેણે ઘણી તબાહી નોતરી. લાવાના કારણે ત્યાંની ઘણી લેખિત માહિતીઓ સળગી તથા carbonised થઇ નષ્ટ પામી. જો કે, લગભગ 1800 જેટલાં papyrus(વનસ્પતિમાંથી બનતો કાગળ જેવો પદાર્થ) ના બળી ગયેલા બંડલો પણ મળ્યા કે જેમાં લખાણ મૌજૂદ હતું(જુઓ મુખ્ય ઇમેજ). લખાણોમાં કેવા-કેવા રહસ્યો છુપાયા છે, તે જાણવામાં આપણને દિલચશ્પી છે.

-

પરંતુ!! લાખ રૂપિયાનો સવાલ છે કે, તેને જાણવું કઇરીતે? કેમકે બંડલો એટલી હદે બળી ચૂક્યા છે કે આપણે તેમને ખોલી નથી શકતાં. ખોલવા જઇએ તો ટુકડા સ્વરૂપે કેવળ રાખ હાથમાં આવશે. ટૂંકમાં તેમને બીડેલી હાલતમાં વાંચવું પડશે જે કમ સે કમ આપણા માટે તો લગભગ અસંભવ જેવી વાત છે. અહીં એન્ટ્રી થાય છે....AI ની. જી હાં, AI બંડલોમાંથી પણ ડેટા વાંચી શકે છે. કેવળ ધારણા નથી પરંતુ AI કાર્ય કરી પણ બતાવ્યુ છે. કઇરીતે સમગ્ર કાર્ય થયું? તે જુઓ...

-

સૌપ્રથમ બંડલોની X-ray વડે હાઇ રીઝોલ્યુશન તસવીરો ખેંચવામાં આવી. જે માટે Micro-Computed Tomography(micro-CT) ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો. ત્યારબાદ machine learning ના અલ્ગોરિધમનો ઉપયોગ કરવામાં આવ્યો. અલ્ગોરિધમે બંડલોની ભીતરના લખાણમાં મૌજૂદ શાહી(ink) ના વિવિધ પેટર્નનો અભ્યાસ કરવાનું શરૂ કર્યું. આટલું કર્યા બાદ digital unrolling and text reconstruction વડે અક્ષરોનો ભેદ ઉકેલાયો(સંપૂર્ણપણે નહીં) અને તેનું ડિજિટલ મોડલ બનાવવામાં આવ્યું(જુઓ નીચેની ઇમેજ). એટલું મુશ્કેલ કાર્ય હતું કે તેનું વર્ણન વાંચવા માટે નીચે આપેલ રિસર્ચ પેપરની લિંક ઉપર નજર દોડાવી પડશે.

 

https://www.researchgate.net/publication/378537748_Ink_Detection_from_Carbonized_Herculaneum_Papyri_using_Deep_Learning

 




બંડલોમાંથી શું-શું માહિતીઓ મળી? તેનો ઉલ્લેખ રિસર્ચ પેપરમાં નથી કરાયો કેમકે કાર્ય હજી ચાલુ છે પરંતુ રિસર્ચ પ્રાચીન ઘણી સભ્યતાઓને સમજવા માટેનું પ્રથમ પગલું કહી શકાય. AI વડે હડપ્પા જેવી ઘણી પ્રાચીન સભ્યતાઓના લખાણો ઉકેલાશે પાક્કું!!

 


 

 

 

 

 

No comments:

Post a Comment