Wednesday, June 26, 2024

પિતૃસત્તાક સોસાયટી

 

એક કંપની કર્મચારીઓની છટણી માટે પોલીસી લાવે છે. પોલીસી કહે છે કે ત્યાં કામ કરતા પતિ-પત્નીમાંથી એક જણે મહિનાની અંદર પરસ્પર સંમતિથી રાજીનામું આપવું પડશે, નહીં તો એક મહિના પછી તમામ પતિઓને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવશે. કંપનીનો દાવો છે કે પોલીસી મહિલાઓના હિતમાં બનાવવામાં આવી છે. એક મહિના પછી કંપનીમાં એકેય પત્ની નથી રહેતી.

-

રીતે, ભારતમાં ઘણી કંપનીઓમાં એવી પોલીસી છે કે પુરૂષો તેમના માતા-પિતાનો મેડિકલ ખર્ચ કંપની પાસેથી લઈ શકે છે, જ્યારે સ્ત્રીઓ તેમના માતા-પિતા અને સાસુ-સસરામાંથી કોઈ એક દંપતીનો મેડિકલ ખર્ચ કંપની પાસેથી લઈ શકે છે. કંપની અને પુરૂષ કર્મચારીઓનું માનવું છે કે પોલીસી મહિલાઓના હિતમાં બનાવવામાં આવી છે. કિસ્સામાં, તમામ મહિલાઓ તેમના સાસુ-સસરાના મેડિકલ ખર્ચાઓ કંપની પાસેથી લે છે(હકિકતે તેમણે તેમના માતા-પિતાના ખર્ચાઓ લેવા જોઇએ). આજ રીતે, પિતૃસત્તાક સોસાયટી સ્ત્રીઓની પૂજાની વાત કરીને પુરુષોનું હિત સેવે છે. ઉદાહરણો ખૂબ પ્રગતિશીલ સમાજમાંથી લેવામાં આવ્યા છે.

 


No comments:

Post a Comment