ગત પોષ્ટમાં આપણે space junk ના દુષ્પ્રભાવનું એક ઉદાહરણ જોયું. પણ...આ તો ફક્ત એક ઝલક છે, અસલી સમસ્યા તો હવે શરૂ થવાની છે કે જ્યારે ખુદ ISS(International Space Station) ને 2031માં(ધારણા કરતા ઘણું વધુ આયુષ્ય ભોગવી ચૂકેલને) જ નેસ્તોનાબૂદ કરવાનું છે, કેમકે તે પોતાની આયુ પૂર્ણ કરી ચૂક્યું છે. ઘણી ચર્ચા વિચારણાને અંતે વ્યવહારુ ઉકેલ એ જ સામે આવ્યો કે ISS ના એન્જીન બંધ કરી ધીમેધીમે તેને પૃથ્વીના વાતાવરણમાં લાવવું અને ફાઇનલી સમુદ્રમાં તેનું વિસર્જન કરવું.
-
પરંતુ!! તેને ધરતી ઉપર પરત પણ બે રીતે જ લાવી શકાય. (1) controllable way:- અર્થાત તેને કમાન્ડ આપી નિયંત્રિત રીતે ધરતી સુધી નક્કી કરેલ સ્થાને તેનું વિસર્જન કરવું. (2) uncontrollable way:- અર્થાત તેના એન્જીન બંધ કરી પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશવા દેવું. અંતે સળગીને તેણે જ્યાં પડવું હોય ત્યાં પડે.
-
સૌપ્રથમ બીજા નંબરના નિવારણ વિશે ચર્ચા કરી લઇએ. જો તેને uncontrollable way માં પૃથ્વી ઉપર લાવવામાં આવ્યું તો, ઉપર ચર્ચા કરી તેમ તે અત્યંત જોખમી સાબિત થશે. કેમ? કેમકે ISS ની સાઇઝ એક ફૂટબોલના ગ્રાઉન્ડ બરાબર છે તેમજ તેનો માર્ગ(trajectory) 90% માનવવસ્તી ઉપર છે. તેથી જો તેને uncontrollable way માં પૃથ્વી ઉપર લાવવામાં આવ્યું તો તે માનવવસ્તી ઉપર પડી ઘણી જાનહાનિ કરી શકે છે.
-
તેથી આપણે તેને controllable way માં જમીન ઉપર લાવવા માંગીએ છીએ અને તેનું પતન સ્થાન પણ આપણે નક્કી કરી રાખ્યું છે. તે છે....pacific ocean(પ્રશાંત મહાસાગર). પરંતુ!! આ ઉકેલમાં પણ ઉપર જણાવ્યા મુજબ એક તકલીફ એ છે કે, પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશતા જો તે તૂટી જશે, તો તેના મોટા-મોટા ટુકડા ગમે ત્યાં પડી ખાનાખરાબી સર્જી શકે છે. તેથી આપણે ઇચ્છીએ છીએ કે, તે પૃથ્વીના વાતાવરણના ઘર્ષણને લીધે ભલે સળગે પરંતુ અનેક ટુકડાઓમાં વિભાજીત ન થાય(single piece માં જ રહે). પરંતુ!! દુકાળમાં અધિક માસ જેવી સ્થિતિ એ છે કે, તેનો આકાર ખુબજ irregular(અનિયમિત) છે(જુઓ મુખ્ય ઇમેજ). તેથી આપણને વધુ કઠણાઇ પડી રહી છે તેને single piece માં ધરતી સુધી લાવવા માટે.
-
બીજી એક વાત અહીં નોંધવા જેવી છે કે, પૃથ્વીનું વાતાવરણ પણ બદલાતું રહે છે કેમકે solar cycle હર 11 વર્ષે બદલાય છે અર્થાત સૂર્યના ચુંબકીય ક્ષેત્રની polarity હર 11 વર્ષે બદલાય છે. ટૂંકમાં પૃથ્વીના વાતાવરણની ઘનતા(density) પણ solar cycle સાથે બદલાય છે. તો...જે તે સમયે પૃથ્વીના વાતાવરણની ઘનતા કેવીક હશે? તે ભવિષ્યનો સવાલ છે. આટલા પડકારો હોવા છતાં વૈજ્ઞાનિકો દિવસ-રાત એજ ફિરાકમાં છે કે, કઇરીતે આ મહાકાય માળખાને ધરતી સુધી સુરક્ષિત લાવવું?
.png)
No comments:
Post a Comment