દુનિયામાં ઘણી અજીબોગરીબ વસ્તુઓ સામે આવી રહી છે. ચાલો સફર કરીએ એક એવા સ્થાનની જ્યાંની નદીઓ અને ઝરણાંઓ ધીમેધીમે નારંગી રંગના થઇ રહ્યાં છે. જી હાં, વાત થઇ રહી છે અમેરિકાના એક રાજ્ય અલાસ્કાની, કે જ્યાં એક વિશાળ નેશનલ પાર્ક છે જેનું નામ છે kobuk valley national park. આ વિસ્તાર arctic region(આર્કટિક પ્રદેશ) માં મૌજૂદ છે(જુઓ નીચેની ઇમેજ). આ વિસ્તાર ખુબજ ઠંડો છે પરંતુ અહીં કેટલાક અજીબો-ગરીબ ફેરફારો દેખાઇ રહ્યાં છે. અન્ય ફેરફારો ઉપર નજર ફરી કરીશું, ફિલહાલ એક ગંભીર સમસ્યા ઉપર નજર કરીએ કે....અહીંના જળસ્ત્રોત ધીમેધીમે નારંગી રંગના થઇ રહ્યાં છે.
-
આની તપાસ કરવા માટે એક ટીમ ત્યાં રવાના થઇ ચૂકી છે જેનું નેતૃત્વ university of alaska ના ecologist, Patrick Sullivan કરી રહ્યાં છે. તેમનું કહેવું છે કે, જ્યારે તેમણે સૌપ્રથમ આ ક્ષેત્રની નદીઓ જોઇ તો પ્રથમિક દ્રષ્ટિએ તેમને એવું લાગ્યું કે શાયદ! આ નદી-ઝરણાંઓમાં ગાજરનો કલર ઓળઘોળ થઇ રહ્યો છે કેમકે તેમની આસપાસ ગાજરની ખેતી ઘણી થાય છે(અને ત્યાંના ગાજરનો રંગ નારંગી હોય છે) પરંતુ જ્યારે પાણીનું પૃથ્થકરણ કરાયું ત્યારે તેમના આ અંદાજાનો છેદ ઉડી ગયો.
-
કેમકે ત્યાંના પાણીમાં dissolved oxygen ખુબજ ઓછું છે સાથેસાથે તે અમ્લીય/તેજાબીય(acidic) છે. તેની અમ્લીયતા લગભગ 6.4 PH હતી. જ્યારે આ પાણીની વિદ્યુત વાહકતા(electrical conductivity) ચેક કરવામાં આવી તો ખબર પડી કે તેમાં ધાતુ મૌજૂદ છે. કેટલું? જેટલું આપણાં શહેરોના નાળાઓના waste water માં ઔદ્યોગિક એકમો દ્વારા ઠાલવવામાં આવે છે. આ ખુબજ અચરજપૂર્ણ હતું કેમકે ત્યાં આસપાસ એવા કોઇ ખાસ ઔદ્યોગિક એકમો નહતાં. તો પછી આ ધાતુઓ પાણીમાં ક્યાંથી આવી રહી છે?
-
યાદરહે આ ક્ષેત્રમાં એક ખુબસુરત નદી પણ વહે છે જેનું નામ છે...salmon river. આ નદી અમેરિકાની સૌથી સૌંદર્યપ્રદ નદી છે પરંતુ ધીમેધીમે આ નદી પણ નારંગી થઇ રહી છે. પાણીના રંગ બદલવા પાછળ છુપાયેલ કારણને જાણવા માટે હજીપણ રિસર્ચ ચાલું છે. છતાં, આપણે એટલું જાણીએ છીએ કે, oxidising iron ધીમેધીમે પાણીનો રંગ પણ બદલી રહ્યું છે અને તેને acidic માં રૂપાંતર પણ કરી રહ્યું છે અને આ કાર્ય કેવળ અલાસ્કામાં નથી થઇ રહ્યું પરંતુ કેનેડા અને રશિયાના કેટલાક ક્ષેત્રોમાં પણ થઇ રહ્યું છે.
-
ગ્લોબલ વોર્મિંગના કારણે આર્કટિક પ્રદેશનું તાપમાન 2006 પછી 2.6 ડિગ્રી સેન્ટીગ્રેડ જેટલું વધી ગયું છે. જો આપણે સમગ્ર પૃથ્વીના સરેરાશ તાપમાનની વાત કરીએ તો, છેલ્લાં 50 થી 70 વર્ષની અંદર તેમાં 1 થી થોડો વધુ ડિગ્રી સેન્ટીગ્રેડ જેટલો વધારો થયો છે. આની ઉપરથી અંદાજો લગાવો કે 2.6 ડિગ્રીનો વધારો કેટલો ભયજનક કહી શકાય. ટૂંકમાં, દુનિયાના અન્ય ક્ષેત્રોની તુલનાએ આ ક્ષેત્ર બમણી ગતિએ ગરમ થઇ રહ્યું છે. વૈજ્ઞાનિકો તો ત્યાં સુધી કહી રહ્યાં છે કે વર્ષ 2100 સુધી આ ક્ષેત્રનું તાપમાન લગભગ 10.2 ડિગ્રી સેન્ટીગ્રેડ જેટલું વધી ચૂક્યું હશે અને તેના પરિણામો વિનાશકારી હશે. આ ક્ષેત્રની જમીનની નીચે બરફ જામેલો છે જેને permafrost કહે છે, તે ઝડપભેર પીગળી રહ્યો છે. પરિણામે તેમાં કેદ જીવાશ્મો છૂટા પડી એમોનિયા/co2 નું નિર્માણ કરશે જે ગ્લોબલ વોર્મિંગને ઓર વધારશે.
-
હવે આવીએ મુખ્ય મદ્દા ઉપર...બે કારણો હોય શકે છે પાણીઓના રંગ બદલવા માટે, પ્રથમ...permafrost માંથી છૂટા પડેલા ખનીજો(ધાતુઓ) ઓક્સિજન સાથે ક્રિયા કરી પાણીને કાટ લગાડી રહ્યાં છે અને બીજું કારણ ખુબજ હેરાનપૂર્ણ છે અને તે છે...એક બેક્ટીરિયા જે iron oxidizing bacteria તરીકે ઓળખાય છે તેમજ તેનું નામ છે...chemotrophic બેક્ટીરિયા. આ બેક્ટીરિયા પોતાની ઉર્જા ધાતુને કાટ લગાડીને મેળવે છે. આ બેક્ટીરિયા જમીનની અંદર મૌજૂદ હોય છે. તેથીજ જે કોઇ ધાતુ જમીનના સંપર્કમાં હોય તેને જલ્દી કાટ લાગી જાય છે.
-
તો ડો. Patrick Sullivan ફિલહાલ આ બંન્ને શક્ય કારણો ઉપર અધ્યયન કરી રહ્યાં છે. સચોટ તારણો ઉપર આપણે પછી આવીશું, ત્યાં સુધી wait and watch....


No comments:
Post a Comment