Wednesday, June 12, 2024

Glowing Plants

 



 

અંગ્રેજી ફિલ્મ avatar ઘણાએ જોઇ હશે. તેમાં એક ખાસ વાત હતી કે, ફિલ્મમાં દર્શાવેલ જંગલો પ્રકાશિત/ચમકતા હતાં. ખેર! તે સાયન્સ ફિક્શન ફિલ્મ હતી પરંતુ સ્વયં પ્રકાશિત છોડવાઓ/વૃક્ષો હવે કેવળ ફિક્શનની વાત નથી. અમેરિકાના department of agriculture વિભાગે એક કંપની Light Bio ને પરવાનગી આપી દીધી છે કે તે પોતાના glowing plants(પ્રકાશિત છોડવાઓ) ને વેચી શકે છે. છોડવાઓ genetically modified છે જેને crispr technique કહે છે. સઘળું કાર્ય કઇરીતે થયું? તેના ફાયદાઓ શું છે? તેમજ સંભવિત ગેરફાયદાઓ શું હોય શકે છે? ચાલો જોઇએ....

-

અમુક જીવોને પોતાનો પ્રકાશ હોય છે જેમકે જેલીફિશ, આગિયો વગેરે. પરંતુ!! કેવળ જીવજંતુઓ પ્રકાશિત નથી હોતા, મશરૂમની કેટલીક જાતો પણ ચમકે છે. હવે કંપનીએ શું કર્યુ તે જોઇએ. light bio એક સ્ટાર્ટ અપ કંપની છે જેની શરૂઆત 2019 માં થઇ. તેમણે petunia(જેનું ગુજરાતી નામ ખબર નથી) નામક છોડમાં મશરૂમના પ્રકાશિત હોવા માટે જવાબદાર જીન્સને દાખલ કર્યા. પરિણામે તે છોડ પ્રકાશિત થઇ ઉઠ્યો. છોડની પસંદગી એટલા માટે કરવામાં આવી કેમકે સામાન્ય છોડ છે. ગમે ત્યાં ઉગી શકે છે. તમારી આસપાસ પણ છોડ તમને નજરે ચઢશે. ચમકનારા મશરૂમને bioluminescent કહે છે. મશરૂમ/ફૂગ પોતાની અંદર caffeic acid ઉત્પન્ન કરે છે. એવું એસિડ છે જે ચમકે છે.

-

શરૂઆતમાં જ્યારે છોડમાં જીન્સ દાખલ કરવામાં આવ્યા ત્યારે છોડની રોશની ખુબ ઓછી હતી પરંતુ સમય સાથે તેમાં ફેરફાર કરીને હાલમાં છોડવાઓને ઘણાં તેજસ્વી બનાવવામાં આવ્યા છે. કંપનીનું કહેવું છે કે હર વર્ષે અમે દસ ગણી રોશનીમાં વધારો કર્યો છે. છોડવા મનુષ્યો, જાનવરો, વાતાવરણ તથા જીવજંતુઓ માટે સહેજ પણ નુકસાનકર્તા નથી. જો કે અહીં એક વ્યક્તિ Karen Sarkisyan ને ક્રેડિટ આપવી જોઇએ કેમકે ઓરિજિનલ આઇડિઆ તેમનો હતો. તેઓ Imperial College of London ના પ્રોફેસર છે. કંપનીએ તેમના આઇડિઆ ઉપર કાર્ય કરી ટેકનોલોજીકલ સ્વરૂપ આપ્યું. કંપનીની વેબસાઇટ ઉપર જઇ તમે પણ છોડ માટે ઓર્ડર નોંધાવી શકો છો(ફિલહાલ ઓફર અમેરિકોનો માટે ઉપલબ્ધ છે). અત્યારસુધી દસ હજારથી પણ વધુ લોકો ઓર્ડર નોંધાવી ચૂક્યાં છે. આવી બીજી પણ કંપનીઓ ક્ષેત્રમાં ઝંપલાવી રહી છે. જેમાની એક છે Glow Leaf. કેનેડિયન સ્ટાર્ટ અપ કંપની છે. કંપની છોડવા નહીં પરંતુ બીજ વેચે છે જેમાંથી ઉગનાર છોડ પ્રકાશિત હશે. નીચે બંન્ને કંપનીની વેબસાઇટ લિંક મૌજૂદ છે.

 

https://glowleaf.bio/

https://light.bio/media

 

એવું માનવામાં આવે છે કે આવા છોડવાઓનું ભવિષ્યમાં માર્કેટ ખુબ વધુ રહેશે. કેમ? કેમકે વૃક્ષો વીજળીના બલ્બને રિપ્લેસ કરવાની ક્ષમતા રાખે છે, સ્ટ્રીટ લાઇટોને પણ તિતાંજલી મળી જશે. છોડવાઓને તો ખાતરની જરૂર છે જંતુનાશક દવાઓની. ફિલહાલ તો છોડવાઓ કેવળ આપણને રોશની પ્રદાન કરશે પરંતુ ભવિષ્યની યોજનાઓ તો એવી છે કે છોડવાઓ વાઇફાઇ રાઉટરને પણ રિપ્લેસ કરી નાંખશે. genetically modified આવા મોટા વૃક્ષો ભવિષ્યમાં તમામ મોબાઇલ ટાવરોને પણ રિપ્લેસ કરવા જઇ રહ્યાં છે. ટૂંકમાં ફાયદાઓ તો ઘણાં છે પરંતુ સાથે કેટલાક નુકસાનો પણ હશે , જેની ફિલહાલ તો ખબર નથી પરંતુ એક નુકસાન દેખાઇ રહ્યું છે કે આવા છોડવાઓની મદદથી જાસુસી કરવું ઘણું સહેલું થઇ જશે. જોઇએ આગળ શું થાય??

 


 

No comments:

Post a Comment