Wednesday, July 3, 2024

Hawking Radiation

 



 

પોતાના 60મા જન્મદિવસના થોડા દિવસો પહેલા, હોકિંગની મોટરવાળી વ્હીલચેર દિવાલ સાથે અથડાઈ હતી. જેમાં તેઓ બચી તો ગયા પરંતુ તેમના થાપાનું હાડકું ટૂટી ગયું. થોડા દિવસો પછી તેમનો 60મો જન્મદિવસ ઉજવવામાં આવ્યો ત્યારે તેમણે તેમના કમ્પ્યુટર જનરેટેડ કૃત્રિમ અવાજમાં કહ્યું..."હું ઈચ્છું છું કે સરળ સમીકરણ (હોકિંગ રેડિયેશન) મારી કબર પર લખવામાં આવે."

-

તે દિવસે 8 જાન્યુઆરી, 2002 ના રોજ, સ્ટીફન હોકિંગ સમીકરણ વિશે વાત કરી રહ્યા હતા જેનો ઉલ્લેખ તેમણે લગભગ 28 વર્ષ પહેલાં તેમના બ્લેક હોલમાંથી નીકળતા રેડિયેશનથી સંબંધિત એક સંશોધન પેપરમાં કર્યો હતો, જેને પાછળથી "હોકિંગ રેડિયેશન" નામ આપવામાં આવ્યું હતું. તે સમીકરણ છે:- T = c3/8πGMk. જેમાં T = હોકિંગ રેડિયેશનનું તાપમાન, h = પ્લાન્ક અચળાંક, c = પ્રકાશની ઝડપ, 8π = બ્લેક હોલની ગોળાકાર પ્રકૃતિ, M = બ્લેક હોલનું દળ અને k = બોલ્ટ્ઝમેન અચળાંક.

-

14 માર્ચ, 2018 ના રોજ હોકિંગના મૃત્યુ પછી, તેમની કબર પરના શિલાલેખ પર સમીકરણ લખવામાં આવ્યું હતું. વર્ષે એટલે કે 2024 માં, તે સમીકરણ 50 વર્ષ પૂર્ણ કરે છે.

 

(Roger Highfield)

No comments:

Post a Comment