હાલમાં જાપાનની એક સંશોધક ટીમે છોડવાઓ ઉપર એક groundbreaking રિસર્ચ કરી છે. આ ટીમે છોડવાઓનો એક વિડીયો ફૂટેજ રેકોર્ડ કર્યો છે, જેમાં કેટલાક છોડવાઓ અમુક છોડવાઓ સાથે વાર્તાલાપ કરી તેમને સંદેશાઓ પહોંચાડી રહ્યાં હતાં. આ રિસર્ચ ટીમના આગેવાન હતાં Masatsugu Toyota. તેઓ molecular biologist છે. જમીનની નીચે રહેલ છોડવાઓ ઉપરના communication network ની ચર્ચા અગાઉ આપણે કરી ચૂક્યાં છીએ, જેની લિંક નીચે મૌજૂદ છે.
https://www.facebook.com/permalink.php?story_fbid=4143432135779199&id=100003373615705
સઘળી વાતને સમજતા પહેલાં આપણે VOCs(Volatile Organic Compounds) ને સમજવું પડશે. VOCs જટિલ વિષય છે તેથી ફિલહાલ તેને છોડવાઓ/વૃક્ષોના અનુસંધાને જ સમજીએ. આ એવું તત્વ છે, જે વિષમ પરિસ્થિતિઓમાં છોડવાઓમાંથી અધિકતર વાયુ સ્વરૂપે મુક્ત થાય છે જેમકે કોઇ જંતુ/જીવાતોનો જે તે છોડવાઓ ઉપર હુમલો થયો હોય અથવા કોઇક કારણોસર તેમને શારીરિક યાતનાઓ વેઠવી પડી હોય અને અન્ય છોડવાઓ/વૃક્ષો કે જેઓ આફતનો ભોગ નથી બન્યા, તેઓ આ સંદેશાઓને ગ્રહણ કરી ન કેવળ પોતાને સતર્ક કરે છે બલ્કે પ્રતિક્રિયા પણ આપે છે.
-
હવે તમને પ્રશ્ન થશે કે આખરે વૈજ્ઞાનિકોએ વૃક્ષો દરમિયાન થતી વાતચીતની ફૂટેજ કેવીરીતે મેળવી? ચાલો તે પણ જોઇ લઇએ...વૈજ્ઞાનિકોએ બે બોટલ લીધી. એકમાં કેટલાક પાંદડા સાથે થોડી ઇયળો પણ રાખી જ્યારે બીજી બોટલમાં arabidopsis thaliana નામક છોડવાઓને રાખવામાં આવ્યા. સંપૂર્ણ કાર્યપધ્ધતિને સમજાવતી ઇમેજ જુઓ (નીચેની ઇમેજમાં). આ arabidopsis thaliana છોડવાઓમાં, આનુવંશિકરીતે એવા બદલાવ કરવામાં આવ્યા કે તેઓ calcium ions ને પકડી ચમકવાનું શરૂ કરી દે.
-
હવે જેવી ઇયળોએ તે બોટલમાં રહેલ પાંદડાઓ ઉપર હુમલો કરવાનું શરૂ કર્યુ તો, તુરંતજ પાંદડાઓએ VOCs મુક્ત કરવાનું શરૂ કરી દીધું. વૈજ્ઞાનિકોએ આ VOCs ને air pump ની સહાયથી, હવા દ્વારા બીજી બોટલમાં મોકલ્યું જ્યાં સ્વસ્થ છોડવા મૌજૂદ હતાં. ફળસ્વરૂપ તે છોડવાઓએ ચમકવાનું શરૂ કરી દીધું જેને વૈજ્ઞાનિકોએ fluorescence microscope થકી જોયા. સમગ્ર ફૂટેજને જોવા માટે નીચે આપેલ રિસર્ચની લિંક તપાસો. આ છોડવાઓએ ન કેવળ ચમકવાનું શરૂ કરી દીધું હતું બલ્કે પોતાની defensive system ને પણ જાગ્રત કરી હતી.
https://phys.org/news/2023-10-real-time-visualization-plant-plant-communications-airborne.html#:~:text=A%20research%20team%2C%20led%20by,defense%20responses%20against%20future%20threats.
તમને જાણીને નવાઇ લાગશે કે છોડવાઓ/વૃક્ષો ન કેવળ VOCs રવાના કરી નજીકના છોડવાઓ/વૃક્ષોને સંભવિત સંકટ માટે ચેતવે છે, બલ્કે તેમની પાસે મદદ પણ માંગે છે(છે ને કમાલની વાત!). સાથેસાથે છોડવાઓ electrical signal વડે પણ સંદેશા-વ્યવહાર કરે છે. આ સંદેશા-વ્યવહાર પ્રાથમિક ચરણમાં છોડવાઓના આંતરિક ભાગો પુરતા જ હોય છે, જેમકે...કોઇ ભાગમાં ખતરો મહેસુસ થયો તો, તે ભાગ એક electrical impulse ઉત્પન્ન કરે છે જે સમગ્ર છોડવામાં ફરી વળે છે. પરિણામે અન્ય ભાગોમાં પણ ફેરફારો થવાના શરૂ થઇ જાય છે. ઉદાહરણ તરીકે...પાંદડાઓનું બીડાવું, કાંટાઓનું સક્રિય થવું વગેરે.
-
આ રિસર્ચ આપણને એ જણાવે છે કે, કઇરીતે મૃત પ્રતિત થતાં વૃક્ષોમાં પણ ચેતના હોય છે તેમજ કઇરીતે આપણે સમગ્ર ecosystem ને સમજી શકીએ..
.jpg)
.png)
No comments:
Post a Comment