Saturday, July 6, 2024

Artificial Intelligence(ભાગ-19)

 



 

AI વગર હવે છૂટકો નથી. જે ડોક્ટરો AI ને સાથે લઇને ચાલશે તેઓ આગળ વધી શકશે. કેવળ અમેરિકામાં ખોટાં નિદાનના કારણે હર વર્ષ લગભગ આઠ લાખ લોકો મૃત્યુ પામે છે અથવા ગંભીર બીમારીઓના શિકાર બની જાય છે. આવું કહેવું છે National Academy of Medicine & Johns Hopkins Research Institute નું. તે વસ્તુઓ જેને ડોક્ટરો પોતાના scans(તપાસ) માં નથી જોઇ શકતાં તેને AI ચપટી વગાડતા પકડી લેશે. AI....diagnosis and medication(નિદાન અને દવા) ને બદલવા જઇ રહ્યું છે. કઇરીતે તે જુઓ...

-

એક બાળક જેનું નામ andrew(નામ બદલ્યું) છે. વર્ષની ઉંમરમાં તેને ઘણી તકલીફો થવા માંડી. જેમકે...શરીરમાં અસહ્ય દુખાવો, શરીરની વૃદ્ધિ રોકાઇ ગઇ, પોતાના પગ વડે સરખું ચાલી નહતો શકતો, માથામાં દુખાવો વગેરે. ત્રણ વર્ષ સુધી તે હેરાન થતો રહ્યો. સમયગાળા દરમિયાન 17 ડોક્ટરોને બતાવવામાં આવ્યું પરંતુ કોઇપણ ડોક્ટર તેનો ઇલાજ કરવામાં સફળ રહ્યો. ઇલાજ તો દૂરની વાત રહી કોઇપણ ડોક્ટર તેને શું બીમારી છે? તે જાણી શક્યો.

-

છેવટે તેની માતાએ એક દિવસ કંટાળીને andrew ના સઘળા ડેટા અને સ્કેન, chatgpt માં નાંખી દીધાં અને પૂછ્યું કે મારા બાળકને શું તકલીફ છે? chatgpt જણાવ્યું કે તમારા બાળકને એક તકલીફ છે જેને Occult Spina Bifida કહે છે. જેમાં બાળકનું કરોડરજ્જુ સંપૂર્ણ વિકસિત થયું હોતું નથી અને તેના હાડકામાં નાના ગેપ(જગ્યા) રહી જાય છે(જુઓ નીચેની ઇમેજ). તુરંત તેની માતાએ ડોક્ટરોનો સંપર્ક કર્યો અને તપાસ કરતા ખબર પડી કે બાળકને ખરેખર આજ તકલીફ હતી. જરા વિચારો! 17 ડોક્ટરોથી બાબત છૂપી રહી ગઇ. બાદમાં સર્જરી કરવામાં આવી અને બાળક નોર્મલ થઇ ગયું.



-

આવું એક મહિલા સાથે થયું. મહિલા ડોક્ટર પાસે ગઇ અને કહ્યું કે તેને long covid છે. અર્થાત કોવિડના લક્ષણો ઘણા લાંબા સમયથી તે અનુભવી રહી છે. તે ઘણાં ફિઝિશિયન, ન્યુરોલોજીસ્ટ પાસે ગઇ પરંતુ પરિણામ શૂન્ય અને એક દિવસ તેની બહેને તેના તમામ સ્કેન, રિપોર્ટ AI ને સોંપ્યા. AI તુરંત કહ્યું કે તેને long covid નથી બલ્કે મગજની એક બીમારી છે જેને Limbic Encephalitis કહે છે તેમજ limbic brain માં સોજો છે. તુરંત તેનો ઇલાજ કરવામાં આવ્યો અને તે એકદમ સ્વસ્થ થઇ ગઇ.

-

ઉપરોક્ત બંન્ને કેસનો ઉલ્લેખ ડો. Eric Topol કે જેઓ અમેરિકન કાર્ડિયોલોજિસ્ટ છે તેમણે તેમના રિસર્ચ પેપરોમાં કર્યો છે. તાજેતરમાં તેમણે એક રિસર્ચ પેપર પ્રકાશિત કર્યુ છે. જેમા દુનિયાભરના 16 લાખ લોકોના આંખોના સ્કેન અને તેમને થયેલ વિવિધ બીમારી/લક્ષણોનો સઘળો ડેટા AI ને આપવામાં આવ્યો. તમે માની નહીં શકો પરંતુ ફક્ત આંખોના સ્કેન ઉપરથી AI અમુક વ્યક્તિઓમાં એવી બીમારીઓ હોવાનું કહ્યું, જે બીમારીઓને આંખોના સ્કેન ઉપરથી ક્યારેય પારખી શકાય(છે ને કમાલની વાત!). રિસર્ચ પેપરની લિંક નીચે મૌજૂદ છે.

 

https://www.nature.com/articles/s41586-023-06555-x

 

આવા બીજા 17 એવા પેચીદા કેસો હતાં જેમને જાણવું ઘણું કઠીન હતું. તેમને એક કોન્ફરન્સમાં રજૂ કરવામાં આવ્યા, જેનું નામ છે....The New England Journal of Medicine. અહીં કહેવાનો મતલબ હરગીઝ એવો નથી કે તમે તમારી હરએક બીમારીનો ઇલાજ chatgpt ને પૂછતા રહો. યાદરહે, સઘળી મેટર સ્વાસ્થ્યને લગતી હોવાથી ડોક્ટરોની છે. તેથી જાતે ડોક્ટર બનવાની કોશિશ કરવી નહીં.

 


No comments:

Post a Comment