Wednesday, October 2, 2024

વૃક્ષો વાવો, વૃક્ષો વાવો અને વૃક્ષો વાવો

 



 

John Tyndall પહેલાં એવા વૈજ્ઞાનિક હતાં જેમણે જણાવ્યું કે આપણી ધરતી ઊર્જાનો ગરમીના રૂપે સંગ્રહ કરે છે. જેમાં મહત્વપૂર્ણ કિરદાર અદા કરે છે....co2. પ્રકૃતિમાં આવા ગેસ ઘણી ઓછી માત્રામાં મૌજૂદ હતાં પરંતુ જેવા ઔદ્યોગિકીકરણના જનેતા એવા માનવીની પિક્ચરમાં એન્ટ્રી થઇ અને તેણે બળતણ વાપરવાનું શરૂ કર્યું ત્યારથી સમગ્ર પાસાં ઉલ્ટા પડવા માંડ્યાં(જુઓ નીચેની ઇમેજ). હવે સૌથી ચતુર ગણાતા માનવીની આંખ ધીમેધીમે ખુલી.



-

આટલી પૂર્વભૂમિકા બાદ હવે આવીએ મુખ્ય મુદ્દા ઉપર. તમને એક પ્રશ્ન જરૂર થશે કે, બળતણમાં કાર્બન ક્યાંથી આવ્યો? તે માટે એક રિસર્ચ પેપર તરફ જઇએ, જે આપણને પૃથ્વીના ઇતિહાસથી અવગત કરાવે છે(જેની લિંક નીચે મૌજૂદ છે). જે જણાવે છે કે, કાર્બન સજીવોના વિઘટન(decompose) દ્વારા આવે છે અને સજીવોમાં કાર્બનની માત્રા કેટલી છે? વાંચો આગળ...

 

https://www.visualcapitalist.com/all-the-biomass-of-earth-in-one-graphic/

 

પૃથ્વી ઉપર લગભગ 87 લાખ પ્રજાતિઓ મૌજૂદ છે. તેઓમાં જો કાર્બનની માત્રા જોવામાં આવે તો જાનવરોમાં(યાદરહે આમાં મનુષ્ય પણ આવી જાય છે) માત્રા કેવળ 2.589 ગીગાટન જેટલી છે, ફૂગમાં 12 ગીગાટન જેટલી છે, 70 ગીગાટન જેટલી માત્રા બેક્ટીરિઆની છે જ્યારે 450 ગીગાટન જેટલી કાર્બનની માત્રા વૃક્ષોમાં કેદ છે. સમગ્ર મુદ્દાની સ્પષ્ટતા માટે જુઓ મુખ્ય ઇમેજ...અર્થાત જ્યારે વૃક્ષો મૃત્યુ પામે છે, સડે છે, કપાય છે તથા તેમને બાળવામાં આવે ત્યારે તેઓમાં થી કાર્બન મુક્ત થાય છે. આજ મુક્ત કાર્બન જ્યારે વાતાવરણમાં રહેલ ઓક્સિજન સાથે ભળે છે ત્યારે co2 બનાવે છે.

-

1950 માં Dave Keeling co2 ની માત્રા તેમજ પેટર્નની સૌપ્રથમ વિસ્તૃત જાણકારી આપી(જુઓ નીચેની ઇમેજ-1). પેટર્ન જોઇને તેમને પણ શરૂઆતમાં આંચકો લાગ્યો કેમકે અમુક સમય પછી co2 ની માત્રા વધી જતી હતી જ્યારે અમુક સમયે ઘટી જતી હતી. પછી તેમને અંદાજો આવી ગયો કે, એક cyclic પેટર્ન છે. હવે આપણે જાણીએ છીએ કે, પેટર્ન ઋતુને દર્શાવે છે(જુઓ નીચેની ઇમેજ-2). પાનખરમાં વૃક્ષોના પાંદડાં ખરે છે તેથી તેમને વધુ co2 ની જરૂર નથી કેમકે વૃક્ષો પાંદડાં મારફતે વાતાવરણનો co2 લે છે અને ઓક્સિજન મુક્ત કરે છે જ્યારે વસંતમાં નવા પાંદડાઓ આવતા હોવાથી વૃક્ષો વધુ co2 વાતાવરણમાં થી શોષે છે.




-

ટૂંકમાં પેટર્નને નિહાળતા ચોક્કસપણે કહી શકાય કે વૃક્ષો સમસ્યા ઉપર લગામ લગાવી શકે છે. કહેવાનો મતલબ વૈજ્ઞાનિકો તો ભવિષ્યમાં આનું ટેકનિકલ નિરાકરણ લાવશે પરંતુ ત્યાંસુધી આપણા જેવા સામાન્ય માણસો શું કરી શકે? ફક્ત એક કામ.....વૃક્ષો વાવો, વૃક્ષો વાવો અને વૃક્ષો વાવો, અન્યથા પરિણામ ભોગવો...

 


 


No comments:

Post a Comment