Saturday, October 5, 2024

ગ્લોબલ વોર્મિંગ(ભાગ-4)

 



 

જ્યારથી માનવીએ તાપમાન નોંધવાની શરૂઆત કરી ત્યારથી, 2024 દુનિયાનું સૌથી ગરમ વર્ષ બનવા જઇ રહ્યું છે. પહેલાં રેકોર્ડ કયા વર્ષના નામે હતો ખબર છે? જાણીને નવાઇ લાગશે પરંતુ તે વર્ષ હતું...2023. વિશ્વાસ નથી આવતો? (જુઓ નીચેની ઇમેજ). છેલ્લા દાયકામાં જ એવા સાત વર્ષ પસાર થયા છે જે અત્યંત ગરમ હતાં(ફરી જુઓ નીચેની ઇમેજ).




-

ગ્લોબલ વોર્મિંગની અસરો જુઓ...આપણા શહેરો હવે ભઠ્ઠી બની રહ્યાં છે(જેની ચર્ચા અગાઉ આપણે કરી ચૂક્યાં છીએ), વાવાઝોડાં આવી રહ્યાં છે, એવા ભયાનક પૂર આવી રહ્યાં છે જે લગભગ હજાર વર્ષે ધરતી ઉપર આવતા હતાં, પક્ષીઓના કદ નાના થઇ રહ્યાં છે, સાઇબિરીયાથી ભારત/પાકિસ્તાન આવતા પ્રવાસી પક્ષીઓએ પોતાનો માર્ગ હવે એશિયાને બદલે ધ્રુવો તરફ કરી નાંખ્યો છે.

-

યાદરહે! weather change(ઋતુ પરિવર્તન) નથી બલ્કે climate change(આબોહવા પરિવર્તન) છે. બંન્નેમાં ફરક શું? તો ફરક છે કે, weather change ટૂંકા ગાળાને દર્શાવે છે જ્યારે climate change લાંબા ગાળાને દર્શાવે છે. અર્થાત જ્યારે આપણે ઋતુ પરિવર્તનને એક લાંબા સમયગાળાના આવરણ ઉપર પાથરી દઇએ ત્યારે આપણને climate change દેખાય છે. ટૂંકમાં climate change ધીમી પ્રક્રિયા છે અને તેને બદલવું પણ એક લાંબી પ્રોસેસ છે.

-

બે સવાલ અહીં ઉદભવે છે (1) શું climate change કેવળ માનવી દ્વારા થાય છે? જવાબ છે....નહીં, પ્રકૃતિ દ્વારા પણ થાય છે. (2) જો પ્રકૃતિ વડે પણ થતું હોય તો પ્રકૃતિ આપમેળે તેને ઠીક કરી લેશે એમાં ચિંતા કરવાની શું જરૂર છે? બંન્ને સવાલોના જવાબ David Holland આપે છે, કે જેઓ New York University ના પ્રોફેસર છે. હવે ધ્યાનપૂર્વક વાંચો....

-

new york ના મધ્યમાં એક પાર્ક છે જેનું નામ new york central park છે(ઘણાં મિત્રોએ આની મુલાકાત લીધી હશે). તેમાં એક મોટો પથ્થર છે(જુઓ નીચેની ઇમેજ-1). પથ્થર ખુબજ અચરજપૂર્ણ છે કેમકે તેનું બંધારણ આસપાસ મૌજૂદ સઘળા પથ્થર(ઇવન સઘળા new york ના પથ્થર) કરતા તદ્દન ભિન્ન છે. તો પછી પથ્થર ત્યાં આવ્યો ક્યાંથી? જ્યારે તેની ઉપર સંશોધન કરવામાં આવ્યુ તો ખબર પડી કે તે પથ્થર કોઇક ગ્લેશિયર દ્વારા આવ્યો છે. હવે આપણને ખબર પડી  ચૂકી છે કે લગભગ આજથી વીસ હજાર વર્ષ પહેલાં new york સંપૂર્ણપણે બરફથી ઢંકાયેલું હતું(જુઓ નીચેની ઇમેજ-2). ટૂંકમાં આજ ગ્લેશિયર પથ્થરને અહીં સુધી લેતા આવ્યા.






-

સામે છેડે અલાસ્કા(કે જે ખુબજ ઠંડો પ્રદેશ છે)માં કેટલાક એવા વૃક્ષોના જીવાશ્મો મળી રહ્યાં છે, જેમનું અસ્તિત્વ કેવળ ગરમ પ્રદેશોમાં સંભવ છે. જેમાનું એક છે....palm tree. હકિકતે palm tree ની લગભગ 2600 અલગ-અલગ પ્રજાતિઓ હોય છે(નારીયેળનું વૃક્ષ આજ પ્રજાતિમાં આવે છે). તો ઉષ્ણકટિબંધીય તેમજ ગરમ પ્રદેશોમાં થનારા વૃક્ષોના જીવાશ્મો ત્યાં શું કરી રહ્યાં છે? જવાબ છે....આજથી લાખો વર્ષ પહેલાં ક્ષેત્ર ગરમ હતો.

-

ઉપરોક્ત બંન્ને ઉદાહરણો પ્રાકૃતિક climate change ના છે અને તે એક કુદરતી પ્રક્રિયા છે (હજી ત્રીજું ઉદાહરણ પણ છે....પિરામિડનું, જેની ચર્ચા ફરી ક્યારેક!). તો પછી તકલીફ ક્યાં છે? તકલીફ ત્યાં છે કે, અમુક સેંકડો વર્ષ પહેલાં કુદરતી પ્રક્રિયા હતી પરંતુ ઔદ્યોગિકીકરણ બાદ હવે કુદરતી પ્રક્રિયા નથી રહીં. ટૂંકમાં માનવીએ પૃથ્વીની આબોહવામાં એક એવું પરિવર્તન લાવી દીધું છે જેનું નિવારણ શાયદ!! કાળા માથાના માનવીએ લાવવું પડશે.

 


 

No comments:

Post a Comment