Saturday, October 26, 2024

ડાર્ક મેટર કોયડો(ભાગ-2)

 



 

જ્યારે આપણે આપણા બ્રહ્માંડને જોઇએ છીએ તો...સઘળી જગ્યાએ તારાઓ, ગેલેક્ષીઓ, બ્લેક હોલ્સ નજરે ચઢે છે. પરંતુ!! અમુક જગ્યાઓ એવી પણ છે જ્યાં કંઇજ નથી અર્થાત ખાલી જગ્યાઓ છે. આવા ક્ષેત્રોને voids કહે છે કે જ્યાંથી પ્રકાશ આપણા સુધી પહોંચી નથી શકતો(જુઓ મુખ્ય ઇમેજ). વૈજ્ઞાનિકોને voids માં ખુબજ દિલચશ્પી છે જેના ઘણાં કારણો છે.

-

જેમકે.... ક્ષેત્રોમાંથી શાયદ! આપણને ડાર્ક મેટરની કોઇ જાણકારી મળી જાય? બીજું, બની શકે કે અહીં neutrino વિશે પણ કોઇ જાણકારી મળી જાય? હવે neutrino વિશે ઉપરછલ્લી માહિતી મેળવી લઇએ. જુઓ નીચેની ઇમેજ, જેને standard model of particle physics કહે છે કે જેમાં સૌથી નીચે ત્રણ પ્રકારના neutrino દર્શાવ્યા છે. કણોને ghost particle(ભૂતીયા કણો) પણ કહે છે. જેનું કારણ છે કે.... કણો લગભગ લાખોની સંખ્યામાં ફિલહાલ તમારા/મારા શરીરમાંથી પણ પસાર થઇ રહ્યાં છે. પરંતુ!! તેઓ પદાર્થ સાથે ક્રિયા-પ્રતિક્રિયા નથી કરતાં કેમકે તેઓ neutral છે. તેમની ઝડપ પ્રકાશની ગતિના લગભગ-લગભગ બરાબર છે. કણોની ઉત્પત્તિ તારાની fusion reaction ને આભારી છે.



-

1980 સુધી આપણે એવું સમજતા હતાં કે, જગ્યાઓ બિલકુલ ખાલી હોય છે. ત્યાં કંઇજ નથી હોતું પરંતુ આજે આપણે જાણીએ છીએ કે ક્ષેત્રોમાં પણ ગેલેક્ષીઓ, તારાઓ મૌજૂદ હોય છે. પણ....તેઓ એટલી ઓછી માત્રામાં હોય છે કે, દૂરથી જોતા લગભગ તે ક્ષેત્ર ખાલી દેખાય છે. એવું નથી કે બ્રહ્માંડમાં voids એક-બે છે બલ્કે અઢળક છે. જુઓ નીચેની ઇમેજ, જેને cosmic web કહે છે. જેમાં પ્રકાશિત ભાગમાં પદાર્થની હાજરી(concentration) વધુ છે એટલેકે અહીં તારાઓ, ગેલેક્ષીઓ મૌજૂદ છે અને કાળા રંગે દેખાતા ખાલી ભાગો voids છે. voids માં વૈજ્ઞાનિકોને સૌથી વધુ દિલચશ્પી એટલે પણ છે કે.... voids, આઇનસ્ટાઇનની general theory of relativity ને વધુ ઊંડાણથી ચકાસવાની તક આપે છે. કઇરીતે? વાંચો આગળ...



-

general theory of relativity મર્યાદિત ક્ષેત્રમાં તો કાર્ય કરે છે(જે પ્રમાણિત છે) પરંતુ આટલા વિશાળ સ્તરે થીઅરીને પ્રમાણિત કરવું તે એક દિલચશ્પ કાર્ય છે. કેમ? કેમકે સ્પેસ-ટાઇમ રૂપી જે ચાદર છે તેમાં પદાર્થ ના હોવાના કારણે પ્રકાશનું વર્તન ભિન્ન છે. વર્તન કોઇ સિદ્ધાંત વિરૂધ્ધ નથી પરંતુ general theory of relativity પ્રકાશના વર્તનની જે પ્રમાણે વ્યાખ્યા કરે છે, તો આવા ખાલી સ્થાનોની ભીતર પણ શું પ્રકાશ તે રીતે વર્તે છે? કેમકે આપણે એવું સમજતા હતાં કે બ્રહ્માંડ સમાન(homogeneous) છે અર્થાત તારાઓ, ગેલેક્ષીઓ લગભગ હર જગ્યાએ મૌજૂદ છે. પરંતુ!! એવું તે શું છે કે હર જગ્યાએ સમાન પ્રતિત થતું બ્રહ્માંડ અમુક જગ્યાએ બિલકુલ ખાલી છે? તેથી જ આ voids ઘણો મોટો પ્રશ્નાર્થ ચિહ્ન ઉભો કરે છે આપણી થીઅરીઓ ઉપર!!!

 


 

 

No comments:

Post a Comment