તાજેતરમાં open AI એ chatgpt માં એક જોગવાઇ નાંખી છે જેને multimodal AI chatbot કહે છે. ફળસ્વરૂપ હવે chatgpt ઇમેજ, અવાજને પણ પ્રોસેસ કરી શકશે(સાંભળી પણ શકશે અને બોલી પણ શકશે). ટૂંકમાં તેને હવે દ્રષ્ટિ અને સાંભળવાની ઇન્દ્રિયો પ્રાપ્ત થઇ છે. આ ચેટબોટ large language model ઉપર આધારિત છે તેથી તેની સ્પર્ધા ગુગલ જેવી જાયન્ટ કંપનીઓના ચેટબોટ સાથે છે.
-
આ ચેટબોટ કેટલા સચોટ છે તેમજ ભવિષ્યમાં તેઓ કેવા કાર્યો કરશે? આ બાબતને તપાસવા મશહુર મેગેઝીન Scientific American ની ટીમે સઘળા ચેટબોટને ટેસ્ટ કર્યા, જેમાં વિશેષકર બે ચેટબોટ અન્યો કરતા ઇન્ટેલિજન્ટ હોવાના કારણે તેમની વચ્ચે સીધી સ્પર્ધા હતી તેથી તેમના વધુ ટેસ્ટ કરવામાં આવ્યા. આ બે ચટબોટ chatgpt અને google bard હતાં. તેમને કેવા ટાસ્ક આપવામાં આવ્યા તે જુઓ...
-
તેમની સાથે વાર્તાલાપ કરવામાં આવ્યો અર્થાત કેટલાક પ્રશ્નો પુછવામાં આવ્યા જેમના જવાબો તેમણે લેખિતમાં નહીં પરંતુ બોલીને આપવાના હતાં. ઉદાહરણ તરીકે.....એક ઇમેજ બતાવીને પુછવામાં આવ્યું કે આની વિશે વિગતવાર જણાવો. વધુમાં ઇમેજમાં અમુક લખાણ લખવામાં આવ્યું. બધી ટેસ્ટમાં લગભગ chatgpt આગળ હતું. પછી એક વધુ પરિક્ષણ કરવામાં આવ્યું જેમાં વિવિધ પુસ્તકોના સંગ્રહની એક ઇમેજ દેખાડી તેમને પુછવામાં આવ્યું કે જે વ્યક્તિ આ પુસ્તકો રાખે છે/વાંચે છે તેના વ્યક્તિત્વ વિશે જણાવો(જુઓ નીચેની ઇમેજ). આ ટેસ્ટમાં પણ chatgpt એ જે તે વ્યક્તિના વ્યક્તિત્વ, સ્વભાવ, શોખ વિશે વધુ સચોટ માહિતી આપી.
-
ત્યારબાદ statue of liberty ની એક તસવીર તેમને દેખાડવામાં આવી અને પુછવામાં આવ્યું કે આ તસવીર ક્યાંથી ખેંચવામાં આવી છે? અર્થાત કેમેરાનું લોકેશન શું હતું? chatgpt એ તુરંત જ કહી દીધું કે આ તસવીર મેનહટનના ફલાણાં બિલ્ડીંગની, ફલાણાં માળ ઉપરની, ફલાણી ઓફીસમાંથી ખેંચવામાં આવી છે. ગુગલ બાર્ડે પણ અંદાજો લગાવ્યો પરંતુ chatgpt એ એકદમ સચોટ માહિતી આપી.
-
સૌથી અચરજપૂર્ણ માહોલ આખરી બે પ્રયોગ દરમિયાન બન્યો. જેમાંથી એકમાં બંન્નેને એક છોડવાની તસવીર બતાવીને પુછવામાં આવ્યું કે, આ છોડ કેમ વધતો નથી? કયા જંતુઓ તેને હેરાન કરી રહ્યાં છે?(જુઓ નીચેની ઇમેજ) બંન્નેએ આનો સાચો જવાબ આપ્યો પરંતુ chatgpt એ જે pot માં છોડને રાખવામાં આવ્યો હતો તેની અસલ સાઇઝ પણ જણાવી. આ કાર્ય કાબિલેતારીફ હતું કેમકે ઇમેજને તો આપણે આસાનીથી નાની-મોટી કરી શકીએ છીએ. તો એ સ્થિતિમાં અસલ સાઇઝ જણાવવી એ નવાઇની વાત કહેવાય.
-
આખરી પ્રયોગમાં બંન્નેને હોટલના ચાર બીલ દેખાડવામાં આવ્યા અને પુછવામાં આવ્યું કે, આ લોકો કેટલો ટેક્ષ ભરે છે અને તેઓનો અંદાજીત પગાર શું હશે? ખાવાના બીલ ઉપરથી ટેક્ષ અને પગારનો અંદાજો? જાણીને નવાઇ લાગશે કે બંન્ને ચેટબોટે સાચા જવાબો આપ્યા પરંતુ ગુગલ બાર્ડ એક જવાબ આપવામાં ગોથું ખાઇ ગયું. જેનું કારણ તેણે એક જગ્યાએ 9 ને 0 વાંચ્યું.
.jpg)
.png)
.png)
No comments:
Post a Comment