Wednesday, December 27, 2023

Artificial Intelligence(ભાગ-15)

 



ભવિષ્યમાં AI આપણી ઘણી તકલીફોનું નિવારણ કરવા જઇ રહ્યું છે જેમાંની એક છે....અંધજનોને દ્રષ્ટિ આપવી.

-

એક એપ્લિકેશન છે જેનું નામ છે Be My Eyes. અત્યારસુધી એપ લોકોની સહાયતા વડે કાર્ય કરતી હતી. ઉદાહરણ તરીકે કોઇ અંધ વ્યક્તિ એપ દ્વારા ઓનલાઇન રહેલ વ્યક્તિને પુછી શકતી હતી કે ક્યા કલરની ટી-શર્ટ છે? ફલાણી વસ્તુ ક્યાં પડી છે? વગેરે વગેરે. તો સામેની વ્યક્તિ(volunteer) તે અંધ વ્યક્તિની આંખો બની જાય છે. જો કે એપમાં મર્યાદાઓ ઘણી હતી. પરંતુ!! હવે multimodal AI ના કારણે સઘળી ઇન્દ્રિયો સોફ્ટવેરમાં આવી ચૂકી છે.

-

હવે અંધજનોને volunteer ની જરૂર નથી. ફક્ત બોલીને મોબાઇલ પાસેથી તેઓ સઘળી માહિતી મેળવી લેશે. જેમકે મારા કબાટમાં ગ્રે કલરનો શર્ટ ક્યાં છે? AI તુરંત કહેશે તમારી ડાબી બાજુથી ચોથો શર્ટ. રસોઇ બનાવતી વખતે પણ હર સામગ્રીની A to Z માહિતી આપશે. હર વસ્તુની expiry date પણ કહી દેશે. કોઇપણ સ્થળે જવું હોય AI તે વ્યક્તિને જરા પણ અડચણ વિના આરામથી પહોંચાડી દેશે. ટૂંકમાં અંધ વ્યક્તિ હર કાર્ય કરી શકશે જે એક જોનાર વ્યક્તિ કરી શકે છે.

-

ફિલહાલ એપના બીટા વર્ઝનના ટેસ્ટ થઇ રહ્યાં છે. તમને જાણીને નવાઇ લાગશે કે ભવિષ્યમાં smell ચેટબોટ્સ પણ આવી રહ્યાં છે કે જેઓ સૂંઘીને તમને જાણકારી આપશે. વિડીયો પણ જાતે બનાવશે. અહીં એક વાત યાદ રાખો કે general intelligence હજી multimodal AI માં નથી આવ્યું. તે બુદ્ધિમત્તા(intelligence) જે મનુષ્યોને ઓવરટેક કરી જાય તેને general intelligence કહે છે. પરંતુ!! AI ટેકનોલોજી તે તરફ આગેકુચ કરી રહી છે.

 


No comments:

Post a Comment