ભલે આ મિશનનો શરૂઆતી અંદાજો પાંચ વર્ષનો રહ્યો હોય, છતાં વૈજ્ઞાનિકોને અંદરખાને વિશ્વાસ હતો કે, આ કાર્ય લંબાશે જરૂર અને આગળ વધતું રહેશે. તેથી ભવિષ્યમાં આ પ્રોબ જો કોઇ સુદૂર એવા ગ્રહના સંપર્કમાં આવે અથવા ટકરાય કે જ્યાં આપણા લેવલનું અથવા આપણાથી ઉચ્ચ લેવલનું જીવન વિકસિત થયું હોય તો તેમને આપણી જાણકારી મળી રહે તે હેતુ થી તેમાં એવી વસ્તુઓ સામેલ કરવામાં આવી હતી જે પરગ્રહવાસીઓ સાથે સંદેશા-વ્યવહાર માટે ઉપયોગી નીવડે જેમકે...golden disk(જુઓ મુખ્ય ઇમેજ).
-
તેમાં 115 વિવિધ છબીઓ સામેલ છે(જેમાં તાજમહલની છબી પણ સામેલ છે), વિભિન્ન અવાજો જે સામાન્યપણે આપણને પ્રકૃતિમાં મળી રહે છે તેમને સામેલ કર્યા છે, સાથેસાથે આપણે એવું પણ વિચાર્યું કે બની શકે કે એલિયન પ્રજાતિને સંગીતનો પણ શોખ હો? ફળસ્વરૂપ કેટલાક સાંસ્કૃતિક ગીતો અને અવાજોને પણ તેમાં સામેલ કરવામાં આવ્યા જેમાં ભારત તરફથી જે મહિલાના જાદુઇ અવાજને સામેલ કરવામાં આવ્યો તેમનું નામ છે....કેસરબાઇ કેરકર(આ વિશે વધુ માહિતી જોઇતી હોય તો નીચે આપેલ પોષ્ટની લિંક વાંચી જવા વિનંતી.
https://www.facebook.com/permalink.php?story_fbid=2021385077983926&id=100003373615705
પરગ્રહવાસીઓને સમજાવવા માટે 55 અલગ-અલગ ભાષાઓમાં અભિવાદનો મોકલવામાં આવ્યા. આટલું કરવા છતાં જો પરગ્રહવાસીઓ આપણાં સંદેશાઓ ન સમજી શકે તો, સાથે એક બ્રાઉઝર(સૂચિપત્ર/યાદી) મોકલવામાં આવ્યું જેમાં એ દર્શાવવામાં આવ્યું છે કે આ સીડી/રેકોર્ડને કઇરીતે ચલાવવી? સાથે એક ગ્રામોફોન પ્લેયર પણ મોકલવામાં આવ્યું છે. ટૂંકમાં આપણે સંદેશા વ્યવ્હારની આપણા તરફથી શક્ય તેટલી કોશિશો કરી છે જેથી તેઓ આપણા સંદેશાઓને સમજે અને આપણી શોધખોળ આરંભે.
-
વોયેજરની engineering (ભલે આજના સમય અનુસાર આપણને જૂની પ્રતિત થતી હોય પરંતુ) એક અજાયબી છે. બહુ ઊંડાણમાં નથી ઉતરવું એકલ-દોકલ ઉદાહરણ જોઇ લઇએ. બંન્ને પ્રોબ પોતાને એડજસ્ટ કરી શકે છે. સ્વાભાવિક છે કે તેના માટે થ્રસ્ટર એટલેકે એન્જિન જોઇએ, માટે તેમાં 16 hydrazine થ્રસ્ટર લગાવવામાં આવ્યા છે અને 8 બેકઅપ થ્રસ્ટર લગાવવામાં આવ્યા છે. મતલબ 16 મુખ્ય અને 8 અવેજી(બેકઅપ) મળી કુલ 24 થ્રસ્ટર લગાવવામાં આવ્યા છે.
-
હવે, વોયેજર-2 સાથે કંઇક એવું થયું કે, તેના મુખ્ય થ્રસ્ટર કાર્ય કરતા બંધ થઇ ગયા. ક્યારે? લોન્ચ થયા ના 37 વર્ષ પછી. યાદરહે જ્યાંસુધી મુખ્ય એન્જિન કાર્યરત હોય ત્યાંસુધી બેકઅપ એન્જિન નિંદ્રાધીન(શિથિલ) સ્થિતિમાં હોય છે. જરા વિચારો અને દાદ આપો એ ટેકનોલોજીને જે 37 વર્ષ સુધી સુષુપ્તાવસ્થામાં રહ્યાં બાદ અચાનક સળવળાટ કરી કાર્યરત થઇ જાય અને તે પણ સફળતાપૂર્વક(amazing)!!
-
voyager 1 પ્રોબનું એન્ટેના 12 ફૂટ જેટલું લાંબુ છે. વોયેજર ઉપર 11, on board સાધનો લાગ્યા છે(જુઓ નીચેની ઇમેજ-1). તેમાના મોટાભાગના સાધનો redundant છે અર્થાત તેઓ જ્યારે જરૂર હોય ત્યારે જ સક્રિય થાય છે અન્યથા નિરર્થક રહે છે જેથી ઉર્જાની બચત થાય. તેમાં ડેટાને store અને transmit કરવા માટે 8 track digital tape recorder સ્થાપિત કરવામાં આવ્યું છે(જુઓ નીચેની ઇમેજ-2) જે 536 મેગા બીટ ડેટા સ્ટોર અને ટ્રાન્સમિટ પણ કરે છે. ભલે દેખાવની દ્રષ્ટિએ આ બાબા આદમના જમાનાનું લાગતું હોય પરંતુ તેણે ખુબ લાંબા સમય સુધી લેટેસ્ટ ટેકનોલોજીને શરમાવે તેવું કાર્ય કર્યુ છે. પણ....પણ....2007 માં ઉર્જાની બચત હેતુ આને કાયમ માટે બંધ કરી દેવામાં આવ્યું.
-
વોયેજર મિશનને ગુરૂ, શનિ તેમજ આગળ મોકલવા માટે સૌથી મોટો પડકાર હતો...asteroid belt અર્થાત લઘુગ્રહોનો એવો પટ્ટો જે મંગળ અને ગુરૂ વચ્ચે મૌજૂદ છે(જુઓ નીચેની ઇમેજ). તે સમયે એવું મનાતું હતું કે asteroid belt માં પથ્થરો/લઘુગ્રહો એકબીજાની ખુબજ નજીક છે, તો આવી સ્થિતિમાં આ પટ્ટાને ઓળંગવું કઇરીતે? પરંતુ!! જ્યારે વોયેજર-1 & 2 અહીંથી પસાર થયા અને ત્યાંની તસવીરો મોકલી, ત્યારે આપણને અંદાજો આવ્યો કે અહીંયા બે પથ્થરો વચ્ચે તો સેંકડો અને હજારો કિલોમીટરનું અંતર છે.
-
ચાલો આટલા પડાવો તો પાર કર્યા પરંતુ જ્યારે તે આપણા સૂર્યમંડળને પાર કરીને interstellar(અન્ય તારામંડળમાં) પ્રવેશ્યુ તો, તેને વધુ તકલીફોનો સામનો કરવો પડ્યો કેમકે interstellar space(તારાઓ મધ્યેની જગ્યા) ઘણી ઠંડી હોય છે અને ત્યાં રેડિયેશન પણ ખુબ હોય છે. તેથી ઠંડીથી બચવા આપણે 2021 માં cosmic rays detector heater ને બંધ કરી દીધું જેથી વોયેજરની ઉર્જા બચાવી શકાય. આનું પરિણામ શું આવ્યું? પ્રોબની આંતરિક ગરમી(કે જે તેને Radioisotope Thermoelectric Generator દ્વારા પ્રાપ્ત થતી હતી) તેમાં 70 ડિગ્રીનો ઘટાડો થયો. વૈજ્ઞાનિકોનો અંદાજો હતો કે હવે પુરું થઇ ગયું પરંતુ આજની તારીખે પણ વોયેજર કાર્ય કરી રહ્યું છે.
-
22 જૂન 2023 ના દિવસે વોયેજર-1 એ અજીબો-ગરીબ સિગ્નલ મોકલવાના શરૂ કર્યા કે જેનો કોઇ મતલબ ન હતો. દુનિયાભરમાં વિડીયો બનવાના શરૂ થઇ ગયા કે, એલિયન્સોએ વોયેજર-1 ને બાનમાં લઇ લીધું વગેરે. આ વિષયને સમજવા માટે નાસાએ એક કમિટિનું ગઠન કર્યુ. તપાસ પછી ખબર પડી કે વોયેજર-1 ના સોફ્ટવેરમાં કોઇ તકલીફ છે જેના કારણે ટેલિમેટ્રી ડેટા અજીબો-ગરીબ અવસ્થામાં આપણી પાસે પહોંચી રહ્યાં છે.
-
અગર ડેટા ગરબડવાળા છે તો તેનો સીધો મતલબ છે કે વોયેજર-1 ના location(સ્થાન) ની સચોટ માહિતી આપણને નહીં મળે. તેથી વૈજ્ઞાનિકોએ બેકઅપનો ઉપયોગ કર્યો અને સઘળી સિસ્ટમને reboot કરી. ફળસ્વરૂપ તકલીફનું નિવારણ તો થઇ ગયું પરંતુ આપણને અંદાજો આવી ગયો કે હવે તેનું કમ્પ્યુટર ધીમેધીમે પોતાના મૃત્યુ તરફ જઇ રહ્યું છે. વોયેજર-1 અત્યારસુધી સૌથી દૂર જનારું મિશન છે પરંતુ હવે ઘણાં આવા મિશનો મોકલવામાં આવશે. જેમાંથી એક એવા johns hopkins institute એ એલાન કર્યુ છે કે તે 2036 માં એક મિશન મોકલશે જે વોયેજર કરતા પણ દૂર જશે. so let's hope....
.jpg)
.jpg)
.jpg)
.jpg)
No comments:
Post a Comment