ઠંડા પીણાઓ પીવા માટે વપરાતી ઇકો ફ્રેન્ડલી સ્ટ્રો જેવીકે પેપર સ્ટ્રો અને વાંસ માંથી બનાવેલ સ્ટ્રો શરીર માટે જોખમકારક છે. જી હાં, હાલમાં ડો. Thimo Groffen ની આગેવાનીમાં University of
Antwerp, Belgium ખાતે થયેલ રિસર્ચમાં વિવિધ 39 બ્રાન્ડની સ્ટ્રો ઉપર સંશોધન હાથ ધરાયું કે તેમાં PFAS ની માત્રા કેટલી છે? રિસર્ચની લિંક નીચે મૌજૂદ છે.
https://www.tandfonline.com/doi/full/10.1080/19440049.2023.2240908
આ PFAS શું છે? આ એક પ્રકારના રસાયણો હોય છે જેનો જલ્દીથી નાશ નથી થતો. માટે તેને forever chemicals પણ કહેવામાં આવે છે. આ રસાયણોનો ઉપયોગ પેકેજિંગ માટે, આગ ઓલવવામાં જરૂરી એવા ફીણ ઉત્પન્ન કરવા માટે વગેરે ઘણી જગ્યાએ થાય છે. વધુ માહિતી માટે નીચેની પોષ્ટની લિંક તપાસો. આ રસાયણોની અધિક માત્રા આપણાં માટે ખુબ જોખમી છે. તે રસી(vaccine) ની અસરને ધીમી કરે છે, થાઇરોડની બીમારીના કારણે વજન ઓછું કરવામાં તેમજ કેન્સર જેવી બીમારીમાં પણ મહત્વનો રોલ અદા કરે છે.
https://www.facebook.com/permalink.php?story_fbid=5478027192319680&id=100003373615705
પ્લાસ્ટિક અને કાચની સ્ટ્રોમાંથી તો PFAS ની હાજરી મળી કે જે અપેક્ષિત હતું પરંતુ ચોંકાવનારી વિગત તો ત્યારે સામે આવી જ્યારે કાગળ અને વાંસ(bamboo) માંથી બનેલ સ્ટ્રોમાં પણ PFAS ની હાજરી મળી આવી. આ રસાયણો આ બંન્ને સ્ટ્રોમાં આવ્યા ક્યાંથી? ચોક્કસ કારણ તો હજી શોધાયું નથી પરંતુ બે શક્યતાઓ છે. (1) ઉત્પાદકોએ બંન્ને સ્ટ્રોને પાણી/ચીકાશથી બચાવવા આ રસાયણોનો ઉપયોગ કર્યો હોય અથવા (2) જે માટીમાં આ વૃક્ષો વાવ્યા હોય તે માટી જ દુષિત હોય.
-
જે હોય તે, પરંતુ સ્ટ્રોમાં PFAS ની હાજરી દર્શાવે છે તેનો ઉપયોગ ટાળવો જોઇએ. જો સ્ટ્રો વાપરવી જ હોય તો stainless steel ની સ્ટ્રો વાપરવી જોઇએ. સમગ્ર રિસર્ચમાં વિવિધ stainless steel સ્ટ્રોની પણ જાંચ પડતાલ કરવામાં આવી પરંતુ તેમાં PFAS ના કોઇ અંશ મળ્યા ન હતાં.

No comments:
Post a Comment