મિત્રો, મનુષ્યોએ અત્યારસુધી અંતરીક્ષમાં સૌથી વધુ દૂર મોકલેલ કોઇ મિશન હોય તો તે છે....voyager. આ સૌપ્રથમ મિશન છે જે હાલમાં interstellar એટલેકે આપણાં સૂર્યમંડળની બહાર નીકળી ચૂક્યૂં છે. આ મિશને મનુષ્યોને એક નવું સોપાન સર કરાવ્યું છે. આ મિશને કેવી સિદ્ધિઓ હાંસિલ કરી છે, તેને કેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો, તે હજી કેટલા વર્ષો સુધી કાર્યરત રહેશે? જેવી ઝીણી-ઝીણી વિગતોને સમગ્ર શ્રૃંખલા દરમિયાન આવરી લઇશું.
-
વોયેજર મિશનને સપ્ટેમ્બર 1977 માં લોન્ચ કરવામાં આવ્યું. તેને બે ભાગમાં વહેંચી શકાય voyager 1 અને voyager 2. બંન્ને મિશનને એક જ વર્ષ એટલેકે 1977 માં લોન્ચ કરવામાં આવ્યાં. બંન્નેની ડિઝાઇન પણ સરખી છે તેમજ બંન્નેમાં ઉપકરણો પણ સરખા જ છે. અચરજપૂર્ણ વાત એ છે કે વોયેજર-2 ને વોયેજર-1 ના લગભગ બે અઠવાડિયા પહેલાં જ રવાના કરી દેવામાં આવ્યું હતું. બંન્ને મિશનનો શરૂઆતી ધ્યેય ગુરૂ અને શનિનું અધ્યયન કરવાનો હતો અને નવાઇની વાત તો એ છે કે, વોયેજર-2 ને વોયેજર-1 ના બેકઅપ તરીકે લોન્ચ કરવાનું હતું પરંતુ થયું ઉલ્ટું. કેમ? તેના થોડાં ટેકનિકલ કારણો છે, ઊંડાણમાં નથી ઉતરવું છતાં બંન્નેની દિશા ભિન્ન હતી, ગતિનો તફાવત વગેરે. વોયેજર-1 એ ગુરૂ સુધી વહેલું પહોંચવાનું હતું અને પહોંચ્યું પણ ખરૂં. કેમ? કેમકે તેનો માર્ગ ગુરૂ સુધી પહોંચવાનો વોયેજર-2 કરતાં ચાર મહિના પહેલાંનો નિર્ધારિત કરાયો હતો અર્થાત શોર્ટકટ હતો.
-
તે કેટલું દૂર નીકળી ગયું છે તેનો અંદાજો એ વાતે લગાવો કે, જો તે ડેટાને ત્યાંથી રવાના કરે છે તો પૃથ્વી સુધી પહોંચતા તે ડેટાને લગભગ 21 કલાક લાગે. આને આ રીતે સમજો...ડેટાને પ્લુટો સુધી પહોંચતા સરેરાશ ચાર કલાક લાગે અને તેનું પૃથ્વીથી અંતર કેટલું? લગભગ પાંચ અબજ કિલોમીટર. હવે થોડી સામાન્ય ગણતરી કરીને અંદાજો લગાવો કે voyager 1 કેટલું દૂર નીકળી ચૂક્ચૂં છે(જુઓ નીચેની ઇમેજ).
-
રવાના કરતી વખતે એવો અંદાજો આંકવામાં આવ્યો હતો કે આ બંન્ને મિશન લગભગ પાંચ વર્ષ સુધી જ કાર્યરત રહેશે પરંતુ આજે 45 વર્ષ પછી પણ આ બંન્ને મિશનો કાર્યરત છે. અહીં કેટલાક પ્રશ્નો ઉદભવે છે જેમકે....આટલાં વર્ષો સુધી કાર્યરત રહેવા માટે તેને પાવર/વીજળીની જરૂર તો પડતી જ હશે, તો આટલો પાવર તે મેળવે છે ક્યાંથી(કેમકે શરૂઆતી અંદાજો તો પાંચ વર્ષનો હતો)? તો હવે તેના પાવર સોર્સ વિશે જાણીએ...
-
તેના પાવરનો સોર્સ Radioisotope Thermoelectric Generator છે. તેમાં plutonium isotope નો ઉપયોગ થયો છે, તે જ્યારે decay થાય અર્થાત ક્ષય પામે ત્યારે ગરમી ઉત્પન્ન કરે છે અને તેને પછી વીજળીમાં રૂપાંતર કરવામાં આવે છે. તો આ સમગ્ર યુનિટ કેટલો પાવર ઉત્પન્ન કરે છે? લગભગ 157 watt. આ પાવર કેટલો ઓછો છે તેનો અંદાજો એ વાતે લગાવી શકો કે, એક લેપટોપને ચાર્જ કરવા માટે આટલા પાવરની જરૂર પડે. આ પાવર શરૂઆતી ચરણ અને અંતિમ ચરણ દરમિયાન(પરિસ્થિતિ અનુસાર) બદલાતો રહ્યો છે. radioisotope ધીમેધીમે decay થતું રહે છે માટે તેમની આવરદાને સામાન્યપણે half life માં માપવામાં આવે છે. તો જે isotope નો આમાં ઉપયોગ થયો છે તેની half life અનુસાર આ બંન્ને મિશન 2025 સુધી જ કાર્યરત રહેશે.
-
નાસાએ આ મિશનને જ્યારે લોન્ચ કર્યું ત્યારે સમગ્ર બાહરી ગ્રહો એક એવી ગોઠવણમાં હતાં જે ઘટના 176 વર્ષ પછી ઘટે છે. આનો ફાયદો શું? આનો સૌથી મોટો ફાયદો એ હતો કે વોયેજર-1 એક ગ્રહના ગુરૂત્વાકર્ષણ બળનો ફાયદો ઉઠાવી બીજા ગ્રહની કક્ષામાં, બીજા ગ્રહના ગુરૂત્વાકર્ષણ બળનો ફાયદો ઉઠાવી ત્રીજા ગ્રહની કક્ષામાં, ત્રીજાથી ચોથા વગેરેના રોડમેપને અનુસરી ઇંધણ બચાવવાનો હતો(જુઓ નીચેની ઇમેજ). આને આ રીતે સમજો...ધારોકે, તમારે એક ઝરણાંને પાર કરવું છે તો તેની મધ્યે થોડાં-થોડાં અંતરે પથ્થરો નાંખશો અને તે પથ્થરો ઉપર પગ મુકીને તમે સામે છેડે પહોંચી જશો(આશા છે સઘળી મેટર સમજાઇ ગઇ હશે).
-
આવનારી પોષ્ટમાં આ બંન્ને મિશનની ખાસિયતો, તેમની ટેકનોલોજી, સિદ્ધિઓ વગેરે જોઇશું.
(ક્રમશ:)
.jpg)
.jpg)
.jpg)
No comments:
Post a Comment