વૈજ્ઞાનિકો પ્રથમવાર ઉંદરને torpor state(શીત નિંદ્રા/સુષુપ્તાવસ્થા)માં લઇ જવામાં સફળ રહ્યાં. શીત નિંદ્રા વિષે વિગતવાર વાંચવા માટે નીચે મૌજૂદ પોષ્ટની લિંક વાંચો.
https://www.facebook.com/permalink.php?story_fbid=3570423166413435&id=100003373615705
સમગ્ર કાર્ય કઇરીતે કરવામાં આવ્યું તેમજ આ પ્રક્રિયા મનુષ્યો માટે કેટલી ફાયદાકારક/નુકસાનકારક છે? તેની ઉપર નજર નાંખીએ...વિગતવાર જાણવા માટે નીચે રિસર્ચ પેપરની લિંક મૌજૂદ છે.
https://www.nature.com/articles/s42255-023-00804-z
આ કાર્ય માટે ન કોઇ વાઢકાપ કરવામાં આવ્યું ન સર્જરી માટે આ પ્રક્રિયાને non invasive approach કહે છે. સમગ્ર પ્રક્રિયામાં ઉંદરના મગજના એક હિસ્સાને ગરમ કરવા માટે કેવળ અલ્ટ્રાસાઉન્ડનો ઉપયોગ કરવામાં આવ્યો. આ પધ્ધતિ વડે ન કેવળ ઉંદરને શીત નિંદ્રામાં મોકલવામાં આવ્યો બલ્કે તેમાંથી સફળતાપૂર્વક બહાર પણ કાઢવામાં આવ્યો. આ પ્રયોગ કઇરીતે કરવામાં આવ્યો તે હવે જોઇએ.
-
અત્યારસુધી એવું થતું હતું કે આવું કાર્ય કરવા માટે આપણે જાનવરોના શરીરમાં જીન્સ દાખલ કરતા હતાં જેથી તેઓ શીત નિંદ્રામાં સરી પડે, પરંતુ હવે આપણે ઉંદરને એક હેલ્મેટ પહેરાવી દીધું કે જેમાં એક હીટર મૌજૂદ હતું(જુઓ નીચેની ઇમેજ-1). આ હીટર અલ્ટ્રાસાઉન્ડ વેવ ઉત્પન્ન કરે છે. આ અલ્ટ્રાસાઉન્ડ વેવ તે frequency spectrum માં કાર્ય નથી કરતું જેનો મનુષ્યો ઉપયોગ કરે છે. મગજના જે ભાગને આ અલ્ટ્રાસાઉન્ડ ગરમ કરે છે તેને Hypothalamus કહે છે(જુઓ નીચેની ઇમેજ-2). મગજનો આ ભાગ ભૂખ, તરસ, શરીરનું તાપમાન, બ્લડ પ્રેશર, ઊંઘ વગેરે ક્રિયાઓને નિયંત્રિત કરવામાં અગ્રીમ ભુમિકા ભજવે છે. હવે અહીં મહત્વપૂર્ણ વાત આવે છે માટે ધ્યાનપૂર્વક વાંચો.
-
અહીં એક tissue(પેશી) નો ઉલ્લેખ કરીએ જેને BAT(Brown Adipose Tissue) કહે છે. આ એવી પેશી છે જે સ્તનધારીઓ(mammals)માં હોય છે કે જે મનુષ્યોમાં ખભા ઉપર અને ઉંદરની પીઠ ઉપર હોય છે(જુઓ નીચેની ઇમેજ). આ પેશી હીટરનો રોલ અદા કરે છે અર્થાત જ્યારે શરીરનું તાપમાન નીચે જવા માંડે ત્યારે આ હીટરો ચાલુ થઇ જાય છે અને શરીરનું તાપમાન ધીમેધીમે વધવા માંડે છે. અલ્ટ્રાસાઉન્ડ શું કરે છે? અલ્ટ્રાસાઉન્ડ મગજને સંદેશો પહોંચાડે છે કે આ હીટરોને લાંબાગાળા સુધી બંધ કરી દો.
-
અલ્ટ્રાસાઉન્ડ વેવની મદદથી ઉંદરની આ પેશીને નિષ્ક્રિય કરી દેવામાં આવી પરિણામે ઉંદરના શરીરનું તાપમાન ધીમેધીમે ઘટવા માંડ્યું. તેથી તેની ચયાપચયની ક્રિયા પણ ધીમી પડવા માંડી, ઓક્સિજનની જરૂરિયાત પણ ઘટવા માંડી, હ્રદયના ધબકારા પણ ઘટવા માંડ્યા. ટૂંકમાં તેની ઉર્જા ખપત ખુબ ઓછી થઇ ગઇ. ઉંદરના શરીરનું નોર્મલ આંતરિક તાપમાન 36 ડિગ્રી સે. હોય છે. તેનું તાપમાન ઓછું થતું-થતું જ્યારે 20 ડિગ્રી સે. એ પહોંચ્યું ત્યારે તે ઉંદર શીત નિંદ્રામાં ગરકાવ થઇ ગયો. ઉંદરને ચોવીસ કલાક સુધી શીત નિંદ્રામાં રાખવામાં આવ્યો. આ દરમિયાન જ્યારે પણ તેના શરીરનું તાપમાન વધવાની કોશિશ કરતું હતું ત્યારે-ત્યારે આપણે આ હીટરોને પાછા બંધ કરી દેતા હતાં.
-
આનો બીજો અર્થ એવો પણ થાય કે જ્યારે ઉંદરો તણાવ(stress)માં હોય તો તેનાથી બચવા પણ તેઓ શીત નિંદ્રામાં ચાલ્યા જાય છે, માટે એવા ઉંદરો ઉપર બિલકુલ ઉપર પ્રમાણેના જ પ્રયોગો કરાયા જેઓમાં stress response ન હતાં અને અધ્યયનમાં જાણવા મળ્યું કે તે ઉંદરો, શીત નિંદ્રામાં એટલો સમય ન રહી શક્યાં. જેનો મતલબ એવો થાય કે, આપણે જે કોન્સેપ્ટ ઉપર કાર્ય કરી રહ્યાં છે તે બિલકુલ યોગ્ય છે.
-
પ્રોટીન આપણાં શરીરમાં નેનો સ્વિચ જેવું કાર્ય કરે છે જેને ચાલુ/બંધ કરી શકાય. હવે મજેદાર વાત એ છે કે જો આપણે કોઇ પ્રોટીનને અલ્ટ્રાસાઉન્ડની મદદથી ચાલુ/બંધ કરી શકીએ તો, તેનો સીધો અર્થ એવો થાય કે આપણે લોકોનું વર્તન બદલી શકીએ છીએ. આ વસ્તુ ફાયદાકારક પણ છે અને નુકસાનકારક પણ એટલું જ છે. કઇરીતે? ચાલો જાણીએ...
-
આ સ્વિચોને ચાલુ/બંધ કરીને આપણે હતાશામાં રહેલ વ્યક્તિને ગમે ત્યારે હસાવી શકીએ છીએ, તેમને જીવનનો આનંદ અપાવી શકીએ છીએ. પરિણામે આત્મહત્યા જેવા કિસ્સાઓ ઘણાં કાબૂમાં આવી શકે છે. બીજો ફાયદો...ધારોકે કોઇ વ્યક્તિને હ્રદયરોગનો હુમલો આવ્યો તો તેને શીતનિંદ્રામાં સુવડાવી આપણે તેની જીંદગી બચાવી શકીએ છીએ. અવકાશયાત્રીઓને સુદૂર ગ્રહો ઉપર મોકલવા માટે પણ આ ટેકનોલોજી ખુબજ મહત્વપૂર્ણ સાબિત થાય એમ છે. અંગદાન બાબતે તો આ ટેકનોલોજી ખુબજ મહત્વપૂર્ણ સાબિત થાય એમ છે. પણ...પણ...પણ...આના ગેરફાયદાઓ પણ એટલાજ ખતરનાક છે. જેમકે આ સ્વિચોને ચાલુ/બંધ કરીને આપણે કોઇપણ વ્યક્તિને ગુસ્સામાં લાવી શકીએ છીએ, તેમના સ્વભાવને બદલી શકીએ છીએ, તેના વડે ઇચ્છનીય કોઇપણ કાર્ય કરાવી શકીએ છીએ. માટે જ આ પ્રયોગને ખતરનાક ગણવામાં આવી રહ્યો છે. કેમકે કોઇપણ જાતના વાઢકાપ વિના તમે કોઇપણ વ્ચક્તિને કન્ટ્રોલ કરી શકો છો. ખેર! જોઇએ ભવિષ્યમાં શું થાય?
.png)
.png)
.png)
.jpg)
No comments:
Post a Comment