Saturday, November 25, 2023

Dementia

 



જેમજેમ આપણાં રોજીંદા જીવનમાં ફેરફારો આવી રહ્યાં છે તેમતેમ નવી નવી બીમારીઓ આપણી સમક્ષ આવી રહી છે, જેમાની એક છે....Dementia. આજથી સો વર્ષ પહેલાં બીમારીનું પ્રમાણ ઘણું ઓછું હતું પરંતુ ધીમેધીમે હવે તે આપણા ઘરોમાં ઘર કરી રહી છે. તો ચાલો જોઇએ કે બીમારી શું છે તેમજ તેને કઇરીતે અટકાવી શકાય?

-

સૌપ્રથમ જાણી લ્યો કે કોઇ બીમારી નથી પરંતુ એક સામાન્ય સ્થિતિ છે જે મગજના degradation/decay(ક્ષય થવાની/ ક્ષીણ થવાની સ્થિતિ) ને વર્ણવે છે. મગજ જેમજેમ વૃધ્ધ થતું જાય તેમતેમ આપણી મેમરી ઓછી થતી જાય છે, વિચારશક્તિ નબળી થાય છે અને નિર્ણય લેવાની ક્ષમતા કમજોર થવા માંડે છે. જુઓ નીચેની ઇમેજ, જેમાં Dementia વડે ઉત્પન્ન થતી વિવિધ બીમારીઓને જોઇ શકાય છે. તેમાં સૌથી ખતરનાક અને સૌથી વધુ લોકોને થતી બીમારી છે....અલ્ઝાઈમર.



-

જો તમે અલ્ઝાઈમર વિશે નથી જાણતા તોનીચેની ઇમેજ-1 ઉપર નજર ફેરવો. જેમાં બે મગજની ગતિવિધિઓ દર્શાવામાં આવી છે. ડાબી ઇમેજ એક સ્વસ્થ મગજ અને જમણી ઇમેજ અલ્ઝાઈમર ગ્રસ્ત મગજની છે. જેમાં પીળા અને લાલ કલરનો ભાગ છે તે મગજની ગતિવિધિઓને દર્શાવે છે. જુઓ અલ્ઝાઈમર ગ્રસ્ત મગજ કેટલું મર્યાદિત કાર્ય કરે છે. સ્કેન PET(Positron Emission Tomography) ટેકનોલોજી વડે લેવાયેલ છે. થોડું સરળ રીતે સમજવું હોય તો નીચેની ઇમેજ-2 જુઓ. બીમારી કેવળ મગજના ન્યૂરોનને હાનિ પહોંચાડે છે બલ્કે બે ન્યૂરોન્સ વચ્ચેના જોડાણને પણ નુકસાન પહોંચાડે છે જેના વડે આપણી learning થાય છે. ટૂંકમાં બીમારી મગજને કોરી ખાય છે.





-

હવે એક નવી રિસર્ચ સામે આવી છે. રિસર્ચ UK Biobank તરફથી આવી છે. એક ખુબજ વિશાળ બાયોમેડિકલ ડેટાબેઝનો ખજાનો છે. ખજાના આધારે આપણે વિવિધ રિસર્ચ કરીએ છીએ. ખજાનામાં દસલાખથી પણ વધુ લોકોનો મેડિકલ ડેટાબેઝ મૌજૂદ છે જેમાં લાઇફસ્ટાઇલ, જીનેટિક્સ, બાહ્ય વાતાવરણની અસર, મગજના ટેસ્ટ વગેરે...એમ સમજો કે તેઓની આખી મેડિકલ હિસ્ટ્રી સામેલ છે(જુઓ નીચેની ઇમેજ). ડોક્ટરોએ તેની વેબસાઇટની વિઝિટ કરવી જોઇએ તેમના માટે અહીં અંત્યત દુર્લભ તેમજ અગત્યની માહિતીઓ મૌજૂદ છે.



-

Dementia ને લગતી રિસર્ચ 40 થી 69 વચ્ચેની આયુ ધરાવતા 2,82,421 લોકોના ડેટાબેઝ ઉપર કરવામાં આવી. જેનું તારણ એવું નીકળ્યું કે, જે લોકો કોઇક ને કોઇક પ્રવૃત્તિમાં પોતાને મશગુલ રાખતા હતાં તેઓને અલ્ઝાઇમર થવાના ચાન્સ 19% ઘટી ગયા. રિસર્ચે જણાવ્યું કે જો ઉંમરે મગજને સતત પ્રવૃત્ત રાખતી કોઇપણ પ્રવૃત્તિઓ જેમકે...વાંચન, બાગકામ, પઝલ, વિડીયો ગેમ, રસોઇ બનાવવું વગેરે કરતા રહીએ તો બીમારીથી બચી શકાય અથવા દૂર રાખી શકાય એમ છે. માટે કોઇપણ વડીલ અથવા વૃદ્ધને રિટારમેન્ટ બાદ ઘરમાં ફક્ત આરામ કરવા માટે બેસાડો બલ્કે તેમને કોઇકને કોઇક નવીન પ્રવૃત્તિમાં રચ્યાપચ્યા રાખો.

 


No comments:

Post a Comment