આપણે જ્યારે કોઇ એવી ફિલ્મ જોઇએ જેમાં પૃથ્વીનો ખુબજ પુરાણો સમય બતાવવામાં આવ્યો હોય, તો તેમાં જીવો વિરાટ કદના દેખાય છે. શું આવી ફિલ્મોનો વાસ્તવિકતા સાથે પણ કોઇ સંબંધ છે ખરો? આજે આપણને પુરાણા જાનવરોના જે જીવાશ્મો/અવશેષો(fossils) મળે છે તેના ઉપરથી અંદાજો આવે છે કે હાં, તેમાંથી લગભગ ઘણાંના કદ વિશાળ હતાં. અગર ગેંડાની જ વાત કરીએ તો ભૂતકાળમાં તેમનું કદ ઘણું મોટું હતું(જુઓ નીચેની ઇમેજ). સમય જતાં તેમના કદ સંકોચાતા ગયા. તો આખરે એવું તે શું છે કે સમય જતાં તેમના કદ સંકોચાતા ગયા?
-
ચાલો એક રિસર્ચ તરફ જઇએ....આ રિસર્ચ થઇ છે university of michigan માં(રિસર્ચ પેપરની લિંક નીચે મૌજૂદ છે). જેમાં 70,000 પક્ષીઓના નમૂનાઓ લેવામાં આવ્યા 62 વિવિધ જાતિ(breed)ઓ માંથી. આ તે પક્ષીઓ હતાં જેઓ સ્થળાંતર(migrate) કરતા હતાં. તેમના કદનું ખુબ જીણવટભર્યું પૃથ્થકરણ કરાયું તો ખબર પડી કે એકજ પ્રજાતિના વિવિધ ક્ષેત્રોના પક્ષીઓના કદ અલગ-અલગ છે. 38 વર્ષના ડેટા એકઠા કરી રિસર્ચે જણાવ્યું કે 52 જાતિ ક્રમશ: કદમાં નાની થઇ રહી છે. આની પાછળ છુપાયેલ રહસ્ય ઉપરથી પડદો ઉંચકવામાં આપણે સફળ થઇ ગયા છીએ, તેવું કહેવું ફિલહાલ ઠીક નથી કેમકે રિસર્ચ હજી ચાલુ છે. પરંતુ!! રિસર્ચ સાથે જોડાયેલ ઇકોલોજીસ્ટ, ઉત્ક્રાંતિવાદી Benjamin Winger નું કહેવું છે કે જેમજેમ પૃથ્વીનું તાપમાન વધે છે તેમતેમ કેટલાંક સજીવોના કદ ધીમેધીમે નાના થઇ રહ્યાં છે. પૃથ્વીના તાપમાન અને જીવોના કદને શું લેવાદેવા?
https://seas.umich.edu/news/untangling-multiple-impacts-climate-warming-birds
આ બાબતે winger સાહેબનું કહેવું છે કે ઘણાં સજીવોને ખાસ કરીને પક્ષીઓને પોતાના શરીરનું તાપમાન જાતે નિયંત્રિત કરવું પડે છે(યાદરહે અહીં આપણે વિશેષકર ગરમ લોહીવાળા એટલેકે warm blooded સજીવોની વાત કરી રહ્યાં છીએ). જો બાહરી એટલેકે પૃથ્વીનું તાપમાન વધે છે, તો તેઓને તાપમાન સાથે તાલમેલ જાળવવા પોતાના કદને એડજસ્ટ કરવું જ પડશે અન્યથા તેમનું અસ્તિત્વ જોખમાશે. આને જ evolution/adaptation કહે છે.
-
એક અન્ય રિસર્ચ જે અમેરિકા અને કેનેડામાં સંપન્ન થઇ જેમાં દર્શાવવામાં આવ્યું કે આ બંન્ને દેશોમાં 1970 પછી લગભગ ત્રણ અબજ પક્ષીઓ મૃત્યુ પામ્યા છે. જો દળ(mass)ની વાત કરીએ તો તેમાંથી 2.5% જેટલા પક્ષીઓ દુબળા એટલેકે કદમાં નાના થઇ ગયા હતાં. પરંતુ!! હેરતપૂર્ણ વાત એ હતી કે તેઓના સઘળા અંગો સંકોચાતા ન હતાં પણ...એક એવું અંગ હતું જેનું કદ વધી રહ્યું હતું અને તે હતું....તેમની પાંખ. કેમ? કેમકે આ સઘળા દૂર-દૂર સુધી સ્થળાંતર કરતા પક્ષીઓ હતાં. તેમને પોતાનું અસ્તિત્વ પણ ટકાવવું હતું, દૂર સુધી ઉડવુ પણ હતું તેમજ બાહરી વાતાવરણને અનુલક્ષી પોતાના શરીરના તાપમાનને પણ જાળવવુ હતું. છે કોઇ બીજો રસ્તો? યાદરહે સઘળી રિસર્ચ દરેક ગરમ લોહીવાળા સજીવો ઉપર નહોતી કરવામાં આવી બલ્કે અમુક પ્રજાતિ સાથે જ કરવામાં આવી. જોઇએ આગળ શું થાય??


No comments:
Post a Comment