Saturday, November 4, 2023

Choreographing

 


 

પ્રકૃતિ પરિવર્તનશીલ છે. પ્રકૃતિમાં કોઇપણ વસ્તુ સ્થાઇ નથી. જીવો જન્મે અને મૃત્યુ પામે, તારાઓ-ગ્રહો બને અને નષ્ટ પામે વગેરે. ટૂંકમાં સમય સાથે કુદરત બદલાતી રહે છે. માટેજ સનાતન શબ્દ તદ્દન અવૈજ્ઞાનિક છે. પરંતુ!! માનવીએ બનાવેલ ઘણી વસ્તુ સમય સાથે બદલાતી નથી જેનું વિવરણ આગળ જોઇશું. ફિલહાલ આજે આપણે એક એવા કોન્સેપ્ટની ચર્ચા કરવી છે જે એકદમ નવો છે. કોન્સેપ્ટ ઉપર ભવિષ્યમાં ઘણું કાર્ય થશે તેમજ આપણી હાલની અને આવનારી પેઢીને એક નવીન ફિલ્ડનો પરિચય કરાવવા હેતુ પોષ્ટ લખાઇ રહી છે. so let's start....

-

તમને લઇ જઇએ choreographing ની એક બ્રાન્ચ તરફ જેના ઉપર કાર્ય કર્યુ છે એક મહિલાએ જેમનું નામ છે...Lonneke Gordijn. તેમણે એક પુસ્તક લખ્યું છે જેનું નામ છે DRIFT(જુઓ નીચેની ઇમેજ). પુસ્તકમાં તેમણે પોતાના જેટલાં પણ decorative પ્રયોગો કર્યા તેનું વિવરણ છે. તેમના પ્રયોગોની ક્લિપ નીચે મૌજૂદ લિંક ઉપર જઇને જોઇ શકો છો. તમે ખરેખર દંગ રહી જશો કેમકે તેઓ એક experimental કલાકાર છે. તેઓ પોતાના પ્રયોગોમાંથી શીખે છે અને તેને બહેતર બનાવવાની કોશિશ સતત કર્યે રાખે છે.



 

https://studiodrift.com/

 

2006 માં તેમણે વિચાર્યું કે છોડવાઓ-ફૂલો ખીલે છે, કરમાય જાય છે, હલનચલન કરે છે, ખરીને નીચે પડે છે, તો કેટલાંક ખરીને હવામાં દૂર સુધી પહોંચી જાય છે પરંતુ આપણા ઘરોમાં લાગેલ લાઇટ એકજ જગ્યાએ સ્થિર રહે છે. લાઇટ ઉપર-નીચે કેમ નથી જઇ શકતી? સંકોચાતી-ફેલાતી કેમ નથી? જેમકે પ્રકાશિત આગિયાઓ અને કેટલીક જેલીફિશ કેવી મુક્ત હોય છે? તો આપણે પ્રકારની લાઇટ કેમ બનાવી શકીએ? તેથી તેમણે નિર્ધાર કર્યો કે તેઓ એવી લાઇટ બનાવશે જે ખીલશે, ફેલાશે, સંકોચાશે અને તેમણે બનાવી પણ ખરી(જુઓ ક્લિપમાં). તેમનો પ્રોજેક્ટ ઘણો વખણાયો જેનું નામ હતું પ્રોજેક્ટ shylight.

-

પરંતુ!! આટલું કર્યા છતાં તેમને એક વસ્તુ અંદરો-અંદર કોરી ખાતી હતી અને તે હતી લાગણીઓ(emotions). તેઓ વિચારતા હતાં કે મારા કાર્યમાં લાગણીઓ નથી, જો હું કોઇરીતે લાગણીઓ આમાં ઉમેરી શકું તો મજા આવી જાય કેમકે કોઇ ખુબસુરતી અગર લાગણીઓને સાથે લઇને નથી ચાલતી, તો તેનો કોઇ મતલબ નથી. ખેર! તેમણે મહેનત ચાલુ રાખી, ફળસ્વરૂપ 2018, બર્લિનમાં એક મોટા શો માટે તેમને આમંત્રણ મળ્યું અને તેમણે કમાલ કરી દીધો(જુઓ ક્લિપમાં). રાત્રિના અંધકારમાં સૂક્ષ્મ ડ્રોન વડે તેમણે જે કલાબાજી પ્રસ્તુત કરી તે કાબિલેતારીફ હતી. તમે નહીં માનો પરંતુ શો માં તેઓ ખુદ અને લોકો સુધ્ધા રડી પડ્યાં.

-

હવે આવીએ તેમના લેટેસ્ટ પ્રયોગ તરફ જેણે દુનિયાને તેમજ ખાસકરીને ટેકનિશિયનોને માથું ખંજવાળતા કરી દીધાં છે. તેમની પોતાની આર્ટ ગેલેરીમાં તેમણે એક મોટું બોક્ષ બનાવ્યું છે જેની સાઇઝ છે 5X2.5 મીટર. અર્થાત લગભગ 16 ફૂટ જેટલી લંબાઇ અને 8 ફૂટ જેટલી પહોળાઇ તેમજ ઉંચાઇ. જે હવામાં અધ્ધરતાલ છે અને પાછું હલનચલન પણ કરે છે(જુઓ નીચેની ઇમેજ તેમજ હલનચલનન જોવા માટે ઉપરની લિંકને ફરી જુઓ). તમને થશે કે કોઇ 3D ગ્રાફિક્સ કે એનિમેશન જેવું કંઇક હશે તો જાણી લ્યો કે એવું કંઇજ નથી. ચોંકાવનારી વાત છે કે બોક્ષ સિમેન્ટનું બનેલ છે(wow!!). આવું કઇરીતે શક્ય છે?



-

તો વિજ્ઞાનના સિદ્ધાંત વિરૂધ્ધની વાત થઇ. વેલ, જે હોય તે પરંતુ રહસ્ય તેમણે છતું કર્યુ નથી(કેમકે મોનોપોલીનો સવાલ છે). હાં, તેમણે જરૂરથી કહ્યું છે કે, કોઇ ચમત્કાર નથી બલ્કે ટેકનોલોજીના સહાય વડે અમે કર્યુ છે. કઇરીતે? રહસ્ય ફિલહાલ અકબંધ છે. અટકળો ઘણી લગાવાઇ રહી છે કે શાયદ આમાં મેગ્નેટનો ઉપયોગ થયો હોવો જોઇએ. એની વે, જે હોય તે સમય જતાં ખબર પડી જશે પરંતુ પોષ્ટનો ઉદ્દેશ્ય જણાવવાનો છે કે આવનારી પેઢીઓ માટે કેટલાં અવનવા ક્ષેત્રો કારકિર્દીરૂપે ઉભા છે.

 


No comments:

Post a Comment