શનિ ગ્રહના એક ચંદ્ર enceladus ઉપર નાસા એક રોબોટિક સાપ મોકલવા જઇ રહ્યું છે. આ સાપનો ઉદ્દેશ્ય આ ચંદ્રની સપાટીનું બારીકાઇથી અધ્યયન કરી ત્યાં જીવનની શક્યતાઓ શોધવાનું છે. આ ચંદ્ર વિશે વૈજ્ઞાનિકો પહેલેથી જ ઉત્સુક હતાં, જેના ઘણાં કારણો છે જેમકે આ ચંદ્ર ઘણો તેજસ્વી છે. વૈજ્ઞાનિકોની ઉત્સુકતા ત્યારે વધી ગઇ જ્યારે cassini mission એ શનિ તરફ મોઢું ફેરવ્યું. તેણે આ ચંદ્રનો વ્યવસ્થિત અભ્યાસ કરી જણાવ્યું કે આ ચંદ્ર ઉપર બરફની એક ઉપરી ચાદર છે તેમજ તેની નીચે સમુદ્ર છે અને તે પણ ખારા પાણીનો સમુદ્ર!! એટલેકે અહીં આપણને ખનિજ તત્વો મળી શકે છે.
-
હવે તેની તેજસ્વીતાનું કારણ જોઇએ.... હકિકતે બને છે એવું કે...પાણી, સપાટીની ઉપરી બરફની ચાદરમાં મૌજૂદ છિદ્રો મારફતે બહાર નીકળે છે અને water jets(પાણીના ફુવારાઓ) બનાવે છે(જુઓ નીચેની ઇમેજ). આંતરિક હિલચાલને કારણે આ પાણીના ફુવારાઓનું નિર્માણ થાય છે. આ water jets ની તીવ્રતા એટલી હોય છે કે તેઓ તેની સપાટીથી લઇને સ્પેસ સુધી જતાં રહે છે. આજ કારણ છે કે આપણને enceladus ની ચોતરફ એક રોશનીનો ગુચ્છો નજરે ચઢે છે.
-
અહીં કાર્બન, હાઇડ્રોજન, નાઇટ્રોજન, ઓક્સિજન અને સલ્ફર પણ મૌજૂદ છે. જેનો મતલબ એવો થાય કે લગભગ તે તમામ તત્વો ત્યાં મૌજૂદ છે જે જીવન માટે જરૂરી છે. એટલા માટે નાસા 2019 થી આ રોબોટિક સાપ ઉપર કાર્ય કરી રહ્યું છે. આ સાપનું વજન લગભગ 100 કિ.ગ્રા તેમજ લંબાઇ 13 ફૂટ છે. આને exobiology extant life surveyor (eels) કહે છે. આ રોબોટની કેટલીક ખાસિયતો જાણવા જેવી છે જેમકે તે સ્વયં સંચાલિત છે અર્થાત જો મનુષ્યો તરફથી કોઇ સિગ્નલ ન મળે તો તે પોતે પણ પોતાના નિર્ણયો લઇ શકે છે, આવી વ્યવસ્થા એટલા માટે ગોઠવવામાં આવી કેમકે શનિનો આ ચંદ્ર આપણાથી 890 મિલિયન માઇલ દૂર છે. મતલબ પૃથ્વીથી મોકલાયેલ સિગ્નલોને ત્યાં પહોંચતા લગભગ 83 મિનિટ લાગે છે; તે ખાડા-ટેકરા-પહાડો, ધૂળ-માટી, પાણી-બરફ ગમે ત્યાં જઇ શકે છે. તેની કાર્યપધ્ધતિ સમજાવતી ખુબસુરત વિડીયોની લિંક નીચે મૌજૂદ છે.
https://www.jpl.nasa.gov/robotics-at-jpl/eels
તેની ઉપર ઘણું પરિક્ષણ કરવામાં આવ્યું/હજી પણ કરાઇ રહ્યું છે. હર પરિક્ષણ બાદ તેની ડિઝાઇનમાં સુધારાઓ થઇ રહ્યાં છે. આનું પરિક્ષણ MARS yard નામક એક લેબમાં કરવામાં આવે છે. આ લેબમાં ચંદ્ર અને મંગળ ઉપર મોકલાયેલ ઘણાં રોવરનું પરિક્ષણ કરાયું હતું. આ લેબને એક ફિલ્મી સ્ટુડિયો કલ્પી લો...અહીં મંગળ, ચંદ્ર જેવા ગ્રહો/ઉપગ્રહો જેવી પરિસ્થિતિનું નિર્માણ કરાયું છે. આ રોબોટની ખાસિયત એ છે કે, તેની engineering કમાલની છે. કેમ? કેમકે અત્યારસુધી આપણે કોઇપણ ગ્રહો/ઉપગ્રહો ઉપર પૈડાં વગરના રોવર નથી મોકલ્યાં. તેની વિશે વધુ માહિતી આગળ જાણતા રહીશું.


No comments:
Post a Comment