Friday, October 13, 2023

Artificial Intelligence(ભાગ-12)

 


 

માનવીએ હાલમાં એક મોટી સફળતા હાંસિલ કરી છે અને તે છે....તેણે એક માખીના મગજનો નકશો બનાવી નાંખ્યો છે. તમને ભલે સામાન્ય બાબત લાગતી હોય પરંતુ હકિકતે ખુબ મોટી સફળતા છે. કેમ? વાંચો આગળ....

-

એક નાની/નવજાત માખીના મગજનું કદ ખસખસના એક દાણાના કદ બરાબર હોય છે. આટલા નાના મગજનો અભ્યાસ કરવો, તેના ભીતર રહેલ ન્યૂરોન્સના જોડાણને જાણવું અને પછી તેનો નકશો બનાવવા માટે ટેકનોલોજી તથા સમયની ખુબ જરૂર પડે છે. એવું નથી કે પ્રથમ જંતુ છે જેના મગજનો નકશો આપણે તૈયાર કર્યો છે, બલ્કે આની પહેલાં બે પ્રજાતિના મગજના મોડેલ આપણે બનાવી ચૂક્યા છે અને તે છે...sea squirt larva અને worm(અળસિયું).

-

sea squirt larva અને worm ના મગજના ન્યૂરોન્સની સંખ્યા ઘણી ઓછી છે તેમજ તેમના કદ પણ મોટા હોવાથી તેમના મગજનો નકશો બનાવવો સરળ છે. પરંતુ!! એક માખીના મગજમાં લગભગ 25000 ન્યૂરોન્સ અને બે કરોડ synapses(બે ન્યૂરોન્સ વચ્ચેના જોડાણની જગ્યા) હોય છે. તેના મગજના હજારો ટુકડાઓ કરવામાં આવ્યા. જરા વિચારો!! ખસખસના દાણાના કદનું મગજ અને તેને પાછું હજારો ટુકડાઓમાં વિભાજીત કરાયું. એક-એક ન્યૂરોનની ઇલેક્ટ્રોન માઇસ્ક્રોકોપ વડે તસવીરો ખેંચવામાં આવી અને બાર વર્ષની જહેમત બાદ તેનો નકશો તૈયાર કરાયો(હજી નકશો સંપૂર્ણપણે તૈયાર નથી થયો, કાર્ય ચાલુ છે પરંતુ લગભગ-લગભગ તૈયાર થઇ ગયો). રિસર્ચ પેપરની લિંક નીચે મૌજૂદ છે.

 

https://www.science.org/doi/10.1126/science.add9330

 

અધ્યયનમાં ખબર પડી કે માખીના મગજના 75% ન્યૂરોન્સ આપસમાં ઘણાં સંકળાયેલા હતાં. મગજનો હિસ્સો માખીનું learning centre હતું. અગર મનુષ્યો સાથે તુલના કરીએ તો, મનુષ્ય અને માખીનું મગજ ઘણું અલગ હોય છે. આપણા મગજને હજી સંપૂર્ણપણે આપણે જાણી શક્યા નથી કેમકે મનુષ્યનું મગજ ઘણું જટિલ છે. આપણા મગજમાં લગભગ 86 બિલિયન ન્યૂરોન્સ હોય છે. સંખ્યા કેટલી મોટી છે તેનો અંદાજો વાતે લગાવો કે, આપણી સમગ્ર આકાશગંગામાં આટલા તો તારાઓ પણ મૌજૂદ નથી. તો પછી માખીના મગજનું અધ્યયન કરવાથી કોઇ ફાયદો થયો? જી બિલકુલ થયો...

-

માખીના મગજમાં આપણને સંદેશા વહનની નવી રીતો જોવા મળી. આપણાં મગજમાં ન્યૂરોન્સ વચ્ચે સંદેશાની આપ-લે axon ની મદદથી થાય છે(જુઓ નીચેની ઇમેજ). અર્થાત dendrite થી ડેટા લીધા અને axon ની મદદથી આગળના ન્યૂરોનને તે ડેટા મોકલી દીધાં પરંતુ માખી પાસે વધુ connections હોય છે. મતલબ ત્યાં axon થી axon, dendrite થી axon અને dendrite થી dendrite ના જોડાણ પણ મળે છે. dendrite થી dendrite નો મતલબ છે કે વચ્ચેથી axon ની ચેનલ ગાયબ થઇ ગઇ. જાણકારી આપણા માટે નવીન હતી કેમકે આવું આપણે ક્યારેય વિચાર્યું હતું.



-

આવા અલગ પ્રકારના મગજને જાણવાથી આપણને ઘણો ફાયદો થાય છે. આપણને ખબર પડે છે કે કઇરીતે intelligence(બુદ્ધિ) ને simulate કરી શકાય, બુદ્ધિનું હાર્ડવેર અલગ-અલગ પ્રકારનું કઇરીતે હોઇ શકે છે? કેમકે ચીજોને જાણીને આપણે AI માં ફેરફાર કરીએ છીએ. ત્યાં પણ આપણે ન્યૂરલ નેટવર્ક બનાવીએ છીએ. તે ન્યૂરલ નેટવર્ક જે અત્યારસુધી આપણે આપણા મગજની સંરચના આધારિત બનાવતા હતાં તેને હવે અલગ પ્રકારે બનાવતા થઇ જઇશું.

-

આનો ફાયદો ભવિષ્યમાં ઘણો થવાનો છે. જો આપણે માખીના ન્યૂરલ નેટવર્કને એક કુત્રિમ(રોબોટિક) માખીમાં નાંખી દઇએ તો તે કુત્રિમ માખી પણ અદ્દલ કુદરતી માખી જેવો વ્યવ્હાર અને કાર્ય કરશે. હવે AI ની મદદથી કુત્રિમ pollinators આવી રહ્યાં છે. અર્થાત ફૂલો માટે પરાગનયનનું કાર્ય કુત્રિમ માખી/મધમાખીઓ કરશે.

 


 

 

 

 

No comments:

Post a Comment