જ્યારે પાણીને ગરમ કરવામાં આવે તો એક બિંદુ એવું આવે છે જ્યારે પાણીના અણુઓને પર્યાપ્ત ઉર્જા મળી જાય છે જેનાથી તેઓ આપસી રાસાયણિક બંધન તોડી વાયુ અવસ્થામાં વાતાવરણમાં મુક્ત વિચરણ કરવા સક્ષમ થઇ જાય છે. તાપમાનના આ બિંદુને પાણીનું ઉત્કલન બિંદુ(boiling point) કહે છે. પૃથ્વીની સપાટી ઉપર પાણીનું boiling point લગભગ 100 ડિગ્રી છે.
-
અહીં ધ્યાન આપવા જેવી વાત છે કે, પૃથ્વી ઉપર મૌજૂદ વાયુમંડળ(વાતાવરણ) હર પ્રવાહી પર "ઉપર થી નીચે" (downward) બળ લગાવે છે. જેના કારણે પાણીના અણુઓને રાસાયણિક બંધન તોડી વાયુ અવસ્થામાં પહોંચવા માટે સામાન્ય કરતા વધુ ઉર્જાની જરૂર પડે છે. જો પાણી પરથી હવાનું આ દબાણ હટાવી લેવામાં આવે તો ટેકનિકલ રૂપે પાણીને ઉકળવા માટે આવશ્યક ઉર્જા ઓછી થતી જશે. પરિણામે પાણીનું ઉત્કલનબિંદુ ઘટતું જશે. આજ કારણ છે કે પાતળા વાતાવરણવાળા ઉંચા સ્થાનો(જેમકે પહાડો) પર પાણી આસાનીથી થોડું ગરમ કરતા જ ઉકળવા માંડે છે અને આજ કારણ છે કે અંતરિક્ષના શૂન્યાવકાશમાં તાપમાન બેહદ ઠંડુ હોવા છતાં હવાની ગેરહાજરીમાં પાણી ગરમ કર્યા વગર જ ઉકળવા માંડે છે અને અંતે બરફના ક્રિસ્ટલમાં રૂપાંતર પામે છે. સરળ શબ્દોમાં જેમજેમ વાયુમંડળની સઘનતા ઓછી થાય છે તેમતેમ પાણીને ઉકળવા માટેનું આવશ્યક તાપમાન ઓછું થતું જાય છે.

No comments:
Post a Comment