Wednesday, November 8, 2023

Albedo

 


 

આપણાં શહેરો ગામડાઓની તુલનાએ ગરમ થઇ રહ્યાં છે. મોટા શહેરો વધુ ગરમ થઇ રહ્યાં છે જ્યારે નાના શહેરો ઓછા. આમ તો ગ્લોબલ વોર્મિંગના કારણે સમગ્ર પૃથ્વીનું તાપમાન વધી રહ્યું છે પરંતુ શહેરોનું તાપમાન ખુબ ઝડપથી વધી રહ્યું છે જેનું કારણ ગ્લોબલ વોર્મિંગ નથી પરંતુ તેના એક કરતા વધુ કારણો છે. જેમની ચર્ચા આગળ કરતા રહીશું ફિલહાલ એક કારણ ઉપર નજર નાંખીશું જેને Albedo કહે છે.

-

શહેરથી દૂર તાપમાન ઓછું હોય છે પરંતુ જેમજેમ આપણે શહેર તરફ આવીએ તેમતેમ તાપમાન વધતું જાય છે. આને urban heat island કહે છે(જુઓ નીચેની ઇમેજ). માટે ગ્લોબલ વોર્મિંગ જવાબદાર નથી પરંતુ શહેરોની ડિઝાઇન જવાબદાર છે જે શહેરની સપાટીને ગરમ કરી રહી છે. કોંક્રિટ, પેવર બ્લોક, ગ્લાસ વગેરે જેવી વસ્તુઓ શહેરોનું તાપમાન વધારવામાં પાયાની ભુમિકા અદા કરે છે. કઇરીતે? વાંચો આગળ...



-

એક સાયન્ટિફિક ટર્મ છે જેને albedo કહે છે. તેનો મતલબ છે કોઇપણ સરફેસની સૂર્યપ્રકાશને પરાવર્તિત(reflect) કરવાની ક્ષમતા કેટલી છે? જે વસ્તુની albedo વેલ્યુ વધુ તે પ્રમાણમાં ઠંડી અને જેની વેલ્યુ ઓછી તે વસ્તુ ગરમ(જુઓ મુખ્ય ઇમેજ). વેલ્યુને 0 થી 1 ની વચ્ચે માપવામાં આવે છે. કોક્રિંટનો albedo 0.4 છે મતલબ ગરમ છે, પેવર બ્લોકનો albedo 0.3 થી 0.4 જેટલો હોય છે(મતલબ કોંક્રિટ કરતા વધુ ગરમ) પરંતુ ડામર કે જેના વડે આપણી સડકો બને છે તેનો albedo 0.1 છે. અર્થાત સડકો ખુબજ ઓછા સૂર્યપ્રકાશને પરાવર્તિત કરે છે પરિણામે તેઓ ખુબજ ગરમ રહે છે અને આપણાં શહેરોને ગરમ રાખે છે.

-

શહેરી તાપમાનને લગતા અન્ય મુદ્દાઓ અને તેમનું નિવારણ આગળ આપણે જોતા રહીશું.

 

No comments:

Post a Comment