Saturday, July 31, 2021

How Trees Talk to Each Other??

 



જો તમને કહેવામાં આવે કે જંગલના સઘળા વૃક્ષો આપસમાં વાતચીત કરે છે તો?? તેઓ એકબીજાના સુખ-દુ:ખને સમજી શકે છે તો?? જો તમને કહેવામાં આવે કે જંગલમાં અગર એકપણ વૃક્ષને કાપવામાં આવે તો, જંગલમાં મૌજૂદ સઘળા વૃક્ષોને તેની જાણ થઇ જાય છે તો?? શું તમે વાત સાચી માનશો?

-

ભલે વાત માનવામાં આવે પરંતુ આજનું સાયન્સ આપણને ઉપર મુજબ કહે છે. એક વૈજ્ઞાનિક છે જેમનું નામ છે.....Suzanne Simard(જુઓ મુખ્ય ઇમેજ). એમનું એવું માનવું હતું કે જેવીરીતે માણસો એકબીજા સાથે વાતચીત કરે છે તેમ વક્ષો પણ આપસમાં વાતચીત કરે છે. એમણે ખુબ સંશોધન કર્યું. લોકોએ શરૂઆતમાં તેમની મજાક ઉડાવી પરંતુ અથાગ મહેનતના પરિણામસ્વરૂપ તેમણે સાબિત કર્યું કે જંગલના તમામ વૃક્ષો આપસમાં વાતચીત કરે છે, એકબીજાના દુ: ફીલ કરે છે. તેમની શોધને સૌથી પ્રતિષ્ઠિત સાયન્સ મેગેઝિન "નેચર" માં સ્થાન મળ્યું. હવે જોઇએ કે તેમણે કેવીરીતે જાણ્યું કે વૃક્ષો આપસમાં વાતચીત કરે છે?

-

માટે તેમણે બે નાના વૃક્ષોને થોડા અંતરે રાખ્યાં. ઘણાં personal protectives લીધાં, geiger muller counters લીધાં જેથી રેડિયો એક્ટિવિટિને માપી શકાય. ત્યારબાદ તેમણે કાર્બનના બે અલગ isotope લીધાં(isotope એટલે શું? તેની માહિતી ગુગલ કરો એટલે મળી જશે). એક isotope ને તેમણે એક વૃક્ષમાં દાખલ કર્યો અને અન્ય isotope ને બીજામાં. થોડા સમય બાદ જ્યારે પરિક્ષણ કરવામાં આવ્યું ત્યારે તેઓ અચંબિત થઇ ગયાં. કેમકે જે વૃક્ષમાં જે isotope ને દાખલ કર્યો હતો તેમાં અન્ય વૃક્ષમાં દાખલ કરાયેલ isotope પણ મળી આવ્યો. બિલકુલ એજ પ્રમાણે અન્ય વૃક્ષમાં પણ સમાન પરિસ્થિતિ જોવા મળી, આવું કઇરીતે બને? કેમકે તેમની વચ્ચે અંતર ખાસ્સુ હતું. તેમના મૂળીયાં એકબીજા સુધી પહોંચી શકે એવી કોઇ શક્યતાઓ નહોતી. તો પછી એવું તે શું કારણ હતું કે તે બંન્ને વૃક્ષો વચ્ચે અણુઓનું આદાનપ્રદાન થયું? વધુમાં તેમણે નોંધ્યું કે અમુક વૃક્ષો એવા હતાં જેઓ ઘણાં બધાં વૃક્ષો સાથે વાર્તાલાપ કરતાં હતાં અર્થાત તેમનું નેટવર્ક વિશાળ હતું અને અમુક વૃક્ષો બહુ થોડાં વૃક્ષો સાથેજ વાર્તાલાપ કરી શકતાં હતાં. એવું કેમ? ઘણી મથામણ બાદ તેમણે શોધી કાઢ્યું કે જે વૃક્ષો ઘણાં બધાં વૃક્ષો સાથે વાર્તાલાપ કરતાં હતાં તેઓ સૌથી જૂના વૃક્ષો હતાં. મતલબ તેઓ અન્ય વૃક્ષોની મમ્મીઓ(માતાઓ) હતી. તેઓ અન્ય યુવાન વૃક્ષો સાથે વાર્તાલાપ કરતાં હતાં પરંતુ કઇરીતે? ?

-

આનું કારણ હતું.....મશરૂમ(યાદરહે મશરૂમ એક પ્રકારની ફૂગ છે). જમીનની અંદર તેમનું એક આખું નેટવર્ક હોય છે જેમને ફંગસ કહેવામાં આવે છે. તાંતણારૂપે તેઓની જાળ એકબીજા સાથે જોડાયેલ હોય છે. થાય છે એવું કે.....જંગલના હબ ટ્રી એટલેકે પેરન્ટ ટ્રી એટલેકે સૌથી જૂના તેમજ ઉંચા વૃક્ષો સૂર્યપ્રકાશને નવા વૃક્ષોની તુલનાએ વધુ શોષે છે. પ્રકાશસંશ્લેષણ દ્વારા તેઓ તેઓની જરૂરિયાત કરતાં વધુ સુગર બનાવે છે. જમીનની અંદર રહેલ ફૂગને અસ્તિત્વ ટકાવવા માટે સુગર ખુબજ આવશ્યક તત્વ છે. ફૂગ વૃક્ષ દ્વારા બનાવેલ વધારાના સુગરને શોષે છે. એના બદલામાં તે વૃક્ષને આવશ્યક પોષક તત્વો પૂરા પાડે છે. સહઅસ્તિત્વના સબંધને mycorrhiza કહે છે. શબ્દ fungus(ફૂગ)+root(મૂળના રેસાઓ) ના ગ્રીક નામો mycos+rhiza ને જોડીને બન્યો છે.

-

તો રીતે ફૂગનું આખું નેટવર્ક એક વૃક્ષથી બીજા વૃક્ષ દરમિયાન આપ-લે નું માધ્યમ બને છે. સઘળા નેટવર્કને સુઝાને internet of trees નું નામ આપ્યું. એક વૃક્ષ અન્ય 47 વૃક્ષો સાથે communicate કરી શકે છે. આની ઉપર હજુ વધુ રિસર્ચ થઇ રહ્યું છે. તેમણે પોતાના રિસર્ચમાં સૌથી સંવેદનશીલ બાબત જણાવી કે.....એક પેરેન્ટ વૃક્ષ ઘરડું થવા માંડે તો તે પોતાના સંતાનો એટલેકે યુવા વૃક્ષોને સિગ્નલ આપવાનું શરૂ કરી દે છે કે હું હવે ખતમ થઇ રહી છું. પરિણામે તે પોતાની એનર્જી અન્ય યુવા વૃક્ષોને પહોંચાડવાની શરૂઆત કરી દે છે. એજ પ્રમાણે જો કોઇ વૃક્ષને ઇજા પહોંચે તો તે પણ અન્ય વૃક્ષોને ખતરાની ઘંટડી સમાન threat સિગ્નલો પહોંચાડવાના શરૂ કરી દે છે કે મને બચાવો. આપણે લાકડાં માટે, પેપર માટે હંમેશા ઉંચા અને જૂના વૃક્ષોને કાપીએ છીએ એટલેકે પેરેન્ટ વૃક્ષોને. તો જ્યારે કોઇ પેરેન્ટ વૃક્ષ કપાય છે ત્યારે આસપાસના સઘળા વૃક્ષોને ખબર પડી જાય છે કે આજે તેમની મમ્મીને ખતમ કરવામાં આવી છે, તેમની હત્યા થઇ ચૂકી છે. (so sad!!!)

 


No comments:

Post a Comment