Monday, July 19, 2021

જટિલને બદલે સરળ જીવન

 



 

Population Reference Bureau(અમેરિકા) અનુસાર, પચાસ હજાર ઇસવી સન પૂર્વેથી લઇને ફેબ્રુઆરી 2019 સુધી, પૃથ્વી ઉપર લગભગ 108.5 અબજ મનુષ્યો જન્મી ચૂક્યા છે. જેમાંથી લગભગ 7.7 અબજ લોકો અત્યારે જીવિત છે. સામે છેડે કીડીઓની વાત કરીએ તો ફક્ત વર્તમાનમાં કીડીઓની કુલ જનસંખ્યા એક લાખ અબજ(10^15=એક પાછળ પંદર મીંડા) થી વધુ છે.

-

મનુષ્યોને હંમેશા એવી ગેરસમજણ રહેતી હોય છે કે આપણે પૃથ્વી ઉપર જીવનનું પ્રતિનિધિત્વ કરીએ છીએ પરંતુ આંકડાઓ જોતાં આપણો દંભ ઉંધા માથે પડે છે. પૃથ્વી ઉપર કાર્બનિક પદાર્થો અથવા "જીવન" નું કુલ દ્રવ્યમાન લગભગ 550 અબજ ટન આંકવામાં આવ્યું છે. જેમાં મનુષ્યોની હિસ્સેદારી 0.01 પ્રતિશત માત્ર છે. બાયોમાસમાં 80% હિસ્સેદારી સાથે વૃક્ષો ધરતી ઉપર જીવનના મુખ્ય પ્રતિનિધિ છે. બેક્ટીરિયા મનુષ્યોથી 1366 ગણુ અધિક અને માછલીઓ 12 ગણુ વધુ બાયોમાસ ગ્રહણ કરે છે. ત્યાંસુધી કે ક્ષુદ્ર પ્રતીત થતાં કીટકોની પણ જીવન દ્રવ્યમાનમાં હિસ્સેદારી મનુષ્યોથી 17 ઘણી વધુ છે. વર્તમાનમાં જીવોની લગભગ 90 લાખ પ્રજાતિઓ આપણી જાણમાં છે. સ્વાભાવિક છે કે માછલીઓ, કીટકો અથવા બેક્ટીરિયા વગેરેએ પૃથ્વીથી બહાર નીકળીને આર્ટિફીશિયલ સેટેલાઇટ સ્થાપિત નથી કર્યાં. ટૂંકમાં, કહેવાનો મતલબ બ્રહ્માંડમાં 'જટિલને બદલે સરળ જીવન' પ્રકૃતિની પ્રાથમિકતા પ્રતીત થાય છે. બિલકુલ એજ રીતે અન્ય ગ્રહો ઉપર પણ જટિલને બદલે સરળ જીવન હોવાની સંભાવનાઓ ક્યાંય વધુ છે.

 


No comments:

Post a Comment