સ્પોર્ટ્સ કારનું ગ્રાઉન્ડ ક્લિયરન્સ ઓછું શા માટે હોય છે? સઘળી મેટરને સમજવા માટે ત્રણ બાબતની જાણકારી સૌપ્રથમ લઇ લઇએ. ગ્રાઉન્ડ ક્લિયરન્સ એટલે શું? સેન્ટ્રીફ્યુગલ ફોર્સ(કેન્દ્રત્યાગી બળ) અને સેન્ટર ઓફ ગ્રેવિટિ(ગુરૂત્વકેન્દ્ર).
-
(1) ગ્રાઉન્ડ ક્લિયરન્સ:- કારની બોડી અને જમીન વચ્ચેના અંતરને ગ્રાઉન્ડ ક્લિયરન્સ કહે છે. સ્પોર્ટ્સ કારમાં આ અંતર ખુબજ ઓછું હોય છે(જુઓ મુખ્ય ઇમેજ).
(2) સેન્ટ્રીફ્યુગલ ફોર્સ:- જ્યારે કાર કોઇ વળાંક પાસેથી પસાર થતી હોય તો તેની ઉપર એક બળ લાગે છે(કે જે વળાંકની દિશાની વિપરિત દિશામાં હોય છે), તેને સેન્ટ્રીફ્યુગલ ફોર્સ કહે છે. આજ બળના કારણે જ્યારે કાર જમણી બાજું વળે તો તેમાં બેસેલ વ્યક્તિ વિરૂધ્ધ દિશા એટલેકે ડાબી બાજું નમે છે(જુઓ નીચેની ઇમેજ).
(3) સેન્ટર ઓફ ગ્રેવિટિ:- સેન્ટર ઓફ ગ્રેવિટિ કારનું તે બિંદુ(પોઇન્ટ) હોય છે જ્યાં કારનું સઘળું દળ(mass) નું જોડાણ એક બળનું કાર્ય કરે છે(જુઓ નીચેની ઇમેજ-1 અને 2). આ બિંદુ કારના મધ્ય ભાગે હોય છે.
-
હવે મૂળ પ્રશ્ન ઉપર આવીએ. કારનું ગુરૂત્વકેન્દ્ર જેટલું ઉપર હશે તેટલીજ કાર આસાનીથી પલટી મારી જશે(જુઓ નીચેની ઇમેજ-1). સ્પોર્ટ્સ કારનું ગુરૂત્વકેન્દ્ર નીચે લાવવા માટેજ તેનું ગ્રાઉન્ડ ક્લિયરન્સ ઓછું રાખવામાં આવે છે. લેમ્બોર્ગિની કાર ત્યાંસુધી પલટી નહીં મારે જ્યાં સુધી તેનો કોણ 75 ડીગ્રી નહીં થઇ જાય(જુઓ નીચેની ઇમેજ-2). આજ કારણ છે કે આપણે હરેક વળાંકે રોડ ઉપર એક કોણ(ઢાળ) બનાવીએ છીએ. આજ કારણે આપણે જ્યારે સાઇકલ ચલાવતી વખતે વળાંક લઇએ છીએ ત્યારે આપણું શરીર કેન્દ્ર તરફ ઝૂકી જાય છે.






No comments:
Post a Comment