Sunday, July 11, 2021

પ્રગતિશીલતા??

 અંગપ્રદર્શન આજના યુગમાં કેટલાક લોકો માટે પ્રગતિશીલતાનું પ્રતિક બની ગયું છે. એક સ્કર્ટ પહેરેલ સ્ત્રી મોર્ડન જ્યારે સાડી પહેરેલ સ્ત્રી પછાત. આપણે જૂની ધારણાઓની કેદમાંથી આઝાદ થઇને નવી ધારણાઓના ગુલામ બની રહ્યાં છીએ. અર્ધનગ્ન કપડાઓ ફક્ત એટલા માટે ન પહેરો કેમકે કેટલાંક સો કોલ્ડ મોર્ડન પુરૂષ તેને પ્રગતિશીલતાનું પ્રતિક માને છે અથવા પડદામાં ફક્ત એટલા માટે ન રહો કેમકે પુરૂષોનો એક વર્ગ આને સભ્યતા અને શાલીનતાનું પ્રતિક માને છે. તે કપડાં પહેરો જેમાં આપ પોતાને કમ્ફર્ટેબલ ફીલ કરો, ભલે તે સાડી હો કે સ્કર્ટ. પુરૂષો દ્વારા બનાવેલ ધારણાઓથી ખુદને આઝાદ રાખો. ભાડમાં જાય પુરૂષોની પસંદ, નાપસંદ.

No comments:

Post a Comment