Saturday, July 17, 2021

નારાઓનું મહત્વ

 



ઇન્કલાબ:- નારો પરિવર્તનને દર્શાવે છે. ભલે તે રાજનૈતિક વ્યવસ્થા હો અથવા સામાજીક વ્યવસ્થા હો. તેમાં ક્ષેત્ર, ધર્મ, જાતિને કોઇ સ્થાન નહોતું.

ત્યારબાદ બે નવા નારાઓ જોશ સાથે ઉદભવ્યાં જેમણે સામાન્ય માણસના મગજને ઉલ્ટી દિશામાં વાળી દીધાં. જેનું પરિણામ આજની યુવા પેઢી ભોગવી રહી છે.

-

અલ્લાહ હો અકબર અને જય શ્રી રામ:- નારાઓ શુદ્ધ ધાર્મિક તેમજ માયથોલોજીના નાયકને લઇને રાજનૈતિક વર્ચસ્વ સ્થાપિત કરવા માટેના હતાં. નારાઓની ઘોષણામાં વ્યવસ્થા પરિવર્તન માટેનો કોઇ અવકાશ નહોતો, તો સામાજીક, તો રાજનૈતિક. બસ, ધર્મ અને આઇકોનને સર્વોપરી માની લ્યો. આજે કોરોનાના સંકટકાળમાં જનતા માટે તો પયગંબર સાથ આપવા આવ્યાં તો રામ. ઉલ્ટું દરવાજા બંધ રાખી સરકાર પાસેથી સહાયતા માંગતા નજરે ચઢ્યાં.

-

જ્યારે ઇન્કલાબમાં ક્ષેત્ર, ધર્મ અને જાતિનો ભેદ નહોતો, તો પછી કેમ લોકો આને છોડીને અલ્લાહ હો અકબર અને જય શ્રી રામ નામની રેલગાડીમાં બેસી ગયાં, કે જેનાં ગંતવ્ય(અંતિમ મુકામ) ની ખબર નથી? 1985 બાદ ધર્મની રાજનીતિ તેમજ મંદિર-મસ્જીદના વિવાદમાં પડીને દક્ષિણ ભારતની તુલનાએ ઉત્તર ભારતનો સમાજ કેટલાઓ વર્ષ પાછળ રહી ગયો.

-

નીતિ નિર્માણમાં સલાહકાર તેમજ નીતિ નિર્માતા માત્ર પૂંજીપતિઓનું પ્રતિનિધિત્વ કરી રહ્યાં છે. જનતાની સ્થિતિ મરઘાં જેવી થઇ ગઇ છે જેનાં સઘળા પીંછાને તોડીને ફક્ત જીવિત રહેવા ખાતર સત્તા બે-ચાર દાણાં ફેંકતી રહે છે અને આપણે છીએ કે, સત્તાને આપણે આપણો હિતેચ્છુ સમજી તેની પાછળ-પાછળ જયકારા કરતાં ચાલી રહ્યાં છીએ. ટૂંકમાં આપણે આપણાં મૂળ મુદ્દા ભૂલી ચૂક્યાં છીએ.

 

 


No comments:

Post a Comment